યોહાન 10 : 1 (GUV)
હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.
યોહાન 10 : 2 (GUV)
પણ બારણામાંથી જે પેસે છે, તે ઘેટાંપાળક છે.
યોહાન 10 : 3 (GUV)
દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટાં તેનો સાદ સાંભળે છે, અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે, અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
યોહાન 10 : 4 (GUV)
જ્યારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ‍ ચાલે છે, અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે.
યોહાન 10 : 5 (GUV)
પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણ્યાઓનો સાદ તેઓ ઓળખતાં નથી.”
યોહાન 10 : 6 (GUV)
ઈસુએ તેઓને એ દ્દષ્ટાંત ક્હ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
યોહાન 10 : 7 (GUV)
તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું.
યોહાન 10 : 8 (GUV)
જેટલા મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે! પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
યોહાન 10 : 9 (GUV)
હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ‍ચરવાનું મળશે.
યોહાન 10 : 10 (GUV)
ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
યોહાન 10 : 11 (GUV)
હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.
યોહાન 10 : 12 (GUV)
જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે.
યોહાન 10 : 13 (GUV)
[તે નાસી જાય છે,] કેમ કે તે ચાકર છે, અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
યોહાન 10 : 14 (GUV)
હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું,
યોહાન 10 : 15 (GUV)
અને જેમ પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું.
યોહાન 10 : 16 (GUV)
મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર‌ છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
યોહાન 10 : 17 (GUV)
પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
યોહાન 10 : 18 (GUV)
કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે.”
યોહાન 10 : 19 (GUV)
આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી પક્ષ પડયા.
યોહાન 10 : 20 (GUV)
તેઓમાંના ઘણાએ કહ્યું, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે, અને તે પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો?”
યોહાન 10 : 21 (GUV)
બીજાઓએ કહ્યું, “અશુદ્ધ આત્મા વળગેલા માણસની એ વાતો નથી. શું અશુદ્ધ આત્મા આંધળાઓની આંખો ઉઘાડી શકે છે?”
યોહાન 10 : 22 (GUV)
હવે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ હતું. અને તે વખતે શિયાળો હતો.
યોહાન 10 : 23 (GUV)
ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
યોહાન 10 : 24 (GUV)
ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.”
યોહાન 10 : 25 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં તો તમને કહ્યું, પણ તમે માનતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
યોહાન 10 : 26 (GUV)
પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાંમાંના નથી.
યોહાન 10 : 27 (GUV)
મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.
યોહાન 10 : 28 (GUV)
હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
યોહાન 10 : 29 (GUV)
મારા પિતા, જેમણે મને [તેઓને] આપ્યાં છે, તે સહુથી મોટા છે; અને પિતાના હાથમાંથી કોઈ [તેઓને] છીનવી લેવા સમર્થ નથી.
યોહાન 10 : 30 (GUV)
હું તથા પિતા એક છીએ.”
યોહાન 10 : 31 (GUV)
[ત્યારે] યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
યોહાન 10 : 32 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?”
યોહાન 10 : 33 (GUV)
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે! અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.”
યોહાન 10 : 34 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્‍ત્રમાં લખેલું નથી?
યોહાન 10 : 35 (GUV)
જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્‍ત્રનો ભંગ થતો નથી),
યોહાન 10 : 36 (GUV)
તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે?
યોહાન 10 : 37 (GUV)
જો હું મારા પિતાનાં કામ નથી કરતો, તો મારા પર વિશ્વાસ ન કરો.
યોહાન 10 : 38 (GUV)
પણ જો હું કરું છું, તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો, જેથી તમે જાણો ને સમજો કે, પિતા મારામાં છે, અને હું પિતામાં છું.
યોહાન 10 : 39 (GUV)
[ત્યારે] તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે તેઓના હાથમાંથી નીકળી ગયા.
યોહાન 10 : 40 (GUV)
પછી યર્દનને પેલે પાર, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે સ્થળે તે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
યોહાન 10 : 41 (GUV)
ઘણા તેમની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું ખરું હતું.
યોહાન 10 : 42 (GUV)
અને ત્યાં ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

BG:

Opacity:

Color:


Size:


Font: