માર્ક 9 : 1 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “હું તમને ખરેખર કહું છું કે, અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.”
માર્ક 9 : 2 (GUV)
અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેમનું રૂપાંતર થયું.
માર્ક 9 : 3 (GUV)
અને તેમનાં વસ્‍ત્ર ઊજળાં, બહુ જ સફેદ થયાં, એવાં કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવાં સફેદ કરી ન શકે.
માર્ક 9 : 4 (GUV)
અને એલિયા મૂસાની સંઘાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
માર્ક 9 : 5 (GUV)
અને પિતર ઈસુને કહે છે, રાબ્બી, અહીં રહેવું આપણે માટે સારું છે! તો અમે ત્રણ માંડવા બાંધીએ! એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”
માર્ક 9 : 6 (GUV)
કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ બીધા હતા.
માર્ક 9 : 7 (GUV)
અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.”
માર્ક 9 : 8 (GUV)
અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
માર્ક 9 : 9 (GUV)
અને પહાડ પરથી તેઓ ઊતરતા હતા, ત્યારે તેમણે તેઓને ફરમાવ્યું, “તમે જે જોયું છે તે માણસનો દીકરો મૂએલાંઓમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી કોઈને કહેતા ના.”
માર્ક 9 : 10 (GUV)
અને તેઓએ તે વાત મનમાં રાખી, ને ‘મૂએલાંમાંથી પાછા ઊઠવું’ એ શુ હશે તે વિષે અંદરોઅંદર વિવાદ કરતા હતા.
માર્ક 9 : 11 (GUV)
અને તેઓએ તેમને પૂછ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે કે, પહેલાં એલિયાએ આવવું જોઈએ?”
માર્ક 9 : 12 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો; અને માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુ:ખ સહેવું ને તુચ્છકાર પામવો?
માર્ક 9 : 13 (GUV)
પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે. અને તેના વિષે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું.”
માર્ક 9 : 14 (GUV)
અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વાદવિવાદ કરતા શાસ્‍ત્રીઓને જોયા.
માર્ક 9 : 15 (GUV)
અને તરત તે બધા લોકો તેમને જોઈને બહુ નવાઈ પામ્યા, ને દોડીને તેમને સલામ કરી.
માર્ક 9 : 16 (GUV)
અને તેમણે તેઓને પૂછ્યું, “તેઓની સાથે તમે શો વિવાદ કરો છો?”
માર્ક 9 : 17 (GUV)
અને લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો, “ઉપદેશક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે!
માર્ક 9 : 18 (GUV)
અને જ્યાં કંઈ તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે! અને તે ફીણ કાઢે છે, ને દાંત પીસે છે, ને તે તવાતો જાય છે, અને મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ કાઢી શક્યા નહિ.”
માર્ક 9 : 19 (GUV)
પણ તેમણે ક્હ્યું, “ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.”
માર્ક 9 : 20 (GUV)
અને તેઓ તેને તેમની પાસે લાવ્યા, ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો; અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
માર્ક 9 : 21 (GUV)
અને તેમણે એના પિતાને પૂછ્યું, “એને આ થયાને કેટલો સમય થયો?” અને તેણે કહ્યું, “બાળપણથી.”
માર્ક 9 : 22 (GUV)
અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખતે તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે! પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કરુણા‍ રાખીને અમને મદદ કરો.”
માર્ક 9 : 23 (GUV)
પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.”
માર્ક 9 : 24 (GUV)
અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું, “હું વિશ્વાસ કરું છું. મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.”
માર્ક 9 : 25 (GUV)
પણ ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, “મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ.”
માર્ક 9 : 26 (GUV)
અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો; અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું, “તે મરી ગયો છે.”
માર્ક 9 : 27 (GUV)
પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો; અને તે ઊભો થયો.
માર્ક 9 : 28 (GUV)
અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, “અમે કેમ તે કાઢી ન શક્યા?”
માર્ક 9 : 29 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.”
માર્ક 9 : 30 (GUV)
અને ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા; અને તે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
માર્ક 9 : 31 (GUV)
કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતા, ને તેઓને કહેતા, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે; અને મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.”
માર્ક 9 : 32 (GUV)
અને તેઓ આ વાત સમજ્યા નહિ, ને તેમને પૂછતાં બીધા.
માર્ક 9 : 33 (GUV)
અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા. અને તે ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા?”
માર્ક 9 : 34 (GUV)
પણ તેઓ છાના રહ્યા. કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરતા હતા, “મુખ્ય કોણ છે?”
માર્ક 9 : 35 (GUV)
અને તે બેઠા ને બારેને તેડીને તેઓને કહે છે, “જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.”
માર્ક 9 : 36 (GUV)
અને તેમણે એક બાળક લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું; અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું,
માર્ક 9 : 37 (GUV)
“જે કોઈ મારે નામે એવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.”
માર્ક 9 : 38 (GUV)
યોહાને તેમને કહ્યું, “ઉપદેશક, અમે કોઈ એકને તમારે નામે દુષ્ટાત્મા કાઢતાં જોયો, અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.”
માર્ક 9 : 39 (GUV)
પણ ઈસુએ તેને કહ્યું, “તેને મના કરો નહિ; કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે, ને સહેજ મારી નિંદા કરી શકે.
માર્ક 9 : 40 (GUV)
કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.
માર્ક 9 : 41 (GUV)
કેમ કે, હું તમને ખચીત કહું છું કે, તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પીવડાવશે, તે પોતાનું ફળ નહિ ખોશે.
માર્ક 9 : 42 (GUV)
અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં એ સારું છે કે તેને ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય.
માર્ક 9 : 43 (GUV)
અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું,
માર્ક 9 : 44 (GUV)
તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
માર્ક 9 : 45 (GUV)
અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે પગ છતાં નરકાગ્નિમાં નખાવું,
માર્ક 9 : 46 (GUV)
તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
માર્ક 9 : 47 (GUV)
અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું
માર્ક 9 : 48 (GUV)
કે, જ્યાં તેઓનો કીડો મરતો નથી, ને અગ્નિ હોલવાતો નથી, તેનાં કરતાં કાણો થઈને ઈશ્વરના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે.
માર્ક 9 : 49 (GUV)
કેમ કે અગ્નિથી હરેક સલૂણૂં કરાશે [અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે.]
માર્ક 9 : 50 (GUV)
મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો, ને અંદરોઅંદર સલાહ રાખો.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

BG:

Opacity:

Color:


Size:


Font: