માર્ક 8 : 1 (GUV)
તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા, ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે,
માર્ક 8 : 2 (GUV)
“લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી!
માર્ક 8 : 3 (GUV)
અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે! વળી તેઓમાંના કેટલાક દૂરથી આવ્યા છે.”
માર્ક 8 : 4 (GUV)
તેમના શિષ્યોએ તેમને ઉત્તર આપ્યો, “અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?”
માર્ક 8 : 5 (GUV)
અને તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” અને તેઓએ તેમને કહ્યું, “સાત”.
માર્ક 8 : 6 (GUV)
ને તેમણે લોકોને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને સાત રોટલી લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકોને પીરસી.
માર્ક 8 : 7 (GUV)
અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી. અને તેમણે તે પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.
માર્ક 8 : 8 (GUV)
અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી.
માર્ક 8 : 9 (GUV)
અને [ખાનારા] આશરે ચાર હજાર હતા. અને તેમણે તેઓને વિદાય કર્યા.
માર્ક 8 : 10 (GUV)
અને તરત પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને તે દલમાનુથાના પ્રદેશોમાં આવ્યા.
માર્ક 8 : 11 (GUV)
અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેમનું પરીક્ષણ કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.
માર્ક 8 : 12 (GUV)
અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખરેખર કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.”
માર્ક 8 : 13 (GUV)
અને તેઓને મૂક્યા પછી તે પાછા હોડીમાં બેસીને પેલે પાર ગયા.
માર્ક 8 : 14 (GUV)
અને તેઓ રોટલી લાવવાને ભૂલી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.
માર્ક 8 : 15 (GUV)
અને તેમણે તેઓને આજ્ઞા આપી, “જો જો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.”
માર્ક 8 : 16 (GUV)
અને તેઓએ અંદરોઅંદર સંવાદ કરીને કહ્યું, “આપણી પાસે રોટલી નથી.”
માર્ક 8 : 17 (GUV)
અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે?
માર્ક 8 : 18 (GUV)
તમને આંખો છતાં શું તમે નથી જોતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા?
માર્ક 8 : 19 (GUV)
જ્યારે પાંચ હજારને માટે પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” તેઓ તેમને કહે છે, “બાર.”
માર્ક 8 : 20 (GUV)
અને જ્યારે ચાર હજારને માટે સાત, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” અને તેઓએ કહ્યું, “સાત.”
માર્ક 8 : 21 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “શું તમે હજી નથી સમજતા?”
માર્ક 8 : 22 (GUV)
અને તે બેથસાઈદામાં આવે છે. અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે, ને તેને અડકવા માટે તેઓ તેમને વિનંતી કરે છે.
માર્ક 8 : 23 (GUV)
અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયા, ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, “તું કંઈ જુએ છે?”
માર્ક 8 : 24 (GUV)
અને ઊંચું જોઈને તેણે કહ્યું, “હું માણસોને જોઉં છું, કેમ કે તેઓને વૃક્ષોના જેવા ચાલતાં જોઉં છું.”
માર્ક 8 : 25 (GUV)
ત્યારે તેમણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને બધું સ્પષ્ટ રીતે જોયું.
માર્ક 8 : 26 (GUV)
અને તેમણે તેને ઘરે મોકલતાં કહ્યું, “ગામમાં પણ પેસતો ના.”
માર્ક 8 : 27 (GUV)
અને ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપીનાં ગામોમાં ગયા. અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?”
માર્ક 8 : 28 (GUV)
અને તેઓએ તેમને કહ્યું, “ [કોઈ કહે છે કે] તમે યોહાન બાપ્તિસ્ત છો; અને કોઈ [કહે છે] કે તમે એલિયા છો; અને કોઈ [કહે છે] કે તમે પ્રબોધકોમાંના એક છો.”
માર્ક 8 : 29 (GUV)
અને તેમણે તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?” પિતરે તેમને ઉત્તર આપ્યો, “તમે તો ખ્રિસ્ત છો.”
માર્ક 8 : 30 (GUV)
અને તેમણે તેઓને તાકીદ કરી, “મારા વિષે તમારે કોઈને કહેવું નહિ.”
માર્ક 8 : 31 (GUV)
અને તે તેઓને શીખવવા લાગ્યા, “માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્‍ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું, એ જરૂરનું છે.”
માર્ક 8 : 32 (GUV)
અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યા. અને પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો.
માર્ક 8 : 33 (GUV)
પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો, “શેતાન, મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.”
માર્ક 8 : 34 (GUV)
અને તેમણે પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
માર્ક 8 : 35 (GUV)
કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.
માર્ક 8 : 36 (GUV)
કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?
માર્ક 8 : 37 (GUV)
વળી માણસ પોતાનો જીવનો‍ શો બદલો આપશે?
માર્ક 8 : 38 (GUV)
કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: