માર્ક 5 : 1 (GUV)
અને તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
માર્ક 5 : 2 (GUV)
અને તે હોડીમાંથી ઊતર્યા એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
માર્ક 5 : 3 (GUV)
તે કબરસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો.
માર્ક 5 : 4 (GUV)
કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો.
માર્ક 5 : 5 (GUV)
અને તે નિત્ય રાતદિન પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો રહેતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
માર્ક 5 : 6 (GUV)
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો.
માર્ક 5 : 7 (GUV)
અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”
માર્ક 5 : 8 (GUV)
કેમ કે તેમણે એને કહ્યું હતું, “અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.”
માર્ક 5 : 9 (GUV)
અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”
માર્ક 5 : 10 (GUV)
અને એણે તેમને ઘણી વિનંતી કરી કે, તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
માર્ક 5 : 11 (GUV)
હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
માર્ક 5 : 12 (GUV)
અને તેઓએ તેમને વિનંતી કરી, “તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ.”
માર્ક 5 : 13 (GUV)
અને તેમણે તેઓને રજા આપી. અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા! અને તે ટોળામાં આશરે બે હજાર [ભૂંડ] હતાં. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યાં, ને સમુદ્રમાં ગૂંગળાઈ મર્યાં.
માર્ક 5 : 14 (GUV)
અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી; અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા.
માર્ક 5 : 15 (GUV)
અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.
માર્ક 5 : 16 (GUV)
અને દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે [સારો] થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું.
માર્ક 5 : 17 (GUV)
અને તેઓ તેમને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતા રહે.
માર્ક 5 : 18 (GUV)
અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી.
માર્ક 5 : 19 (GUV)
પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા‍ રાખી તેની ખબર તેઓને આપ.”
માર્ક 5 : 20 (GUV)
અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.
માર્ક 5 : 21 (GUV)
અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
માર્ક 5 : 22 (GUV)
અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવે છે, ને તેમને જોઈને તેમના પગ આગળ પડે છે.
માર્ક 5 : 23 (GUV)
અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.”
માર્ક 5 : 24 (GUV)
અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.
માર્ક 5 : 25 (GUV)
અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો,
માર્ક 5 : 26 (GUV)
ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.
માર્ક 5 : 27 (GUV)
તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી, ને તેમના વસ્ત્રને અડકી.
માર્ક 5 : 28 (GUV)
કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્‍ત્રને અડકું તો હું સાજી થઈશ.”
માર્ક 5 : 29 (GUV)
અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું.
માર્ક 5 : 30 (GUV)
અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?”
માર્ક 5 : 31 (GUV)
અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’”
માર્ક 5 : 32 (GUV)
અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેમણે આસપાસ નજર ફેરવી.
માર્ક 5 : 33 (GUV)
અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું.
માર્ક 5 : 34 (GUV)
અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”
માર્ક 5 : 35 (GUV)
તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?”
માર્ક 5 : 36 (GUV)
પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહ્યું, “બી નહિ, માત્ર વિશ્વાસ રાખ.”
માર્ક 5 : 37 (GUV)
અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા.
માર્ક 5 : 38 (GUV)
અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે.
માર્ક 5 : 39 (GUV)
અને તે અંદર આવીને તેઓને કહે છે, “તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે.”
માર્ક 5 : 40 (GUV)
અને તેઓએ તેમને હસી કાઢ્યા, પણ સહુને બહાર કાઢીને, છોકરીનાં માબાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે.
માર્ક 5 : 41 (GUV)
અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”
માર્ક 5 : 42 (GUV)
અને તરત છોકરી ઊઠીને ચાલવા લાગી, કેમ કે તે બાર વરસની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા.
માર્ક 5 : 43 (GUV)
અને તેમણે તેઓને ચેતવણી આપી, “કોઈ એ ન જાણે”; અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: