માર્ક 3 : 1 (GUV)
અને તે ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
માર્ક 3 : 2 (GUV)
અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકે.
માર્ક 3 : 3 (GUV)
અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે, “વચમાં ઊભો થા.”
માર્ક 3 : 4 (GUV)
અને તે તેઓને કહે છે, “વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે તેને મારી નાખવો, ક્યું ઉચિત છે?” પણ તેઓ છાના રહ્યા.
માર્ક 3 : 5 (GUV)
અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.
માર્ક 3 : 6 (GUV)
અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો.
માર્ક 3 : 7 (GUV)
અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની પાસે ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમ જ યહૂદિયામાંથી
માર્ક 3 : 8 (GUV)
તથા યરુશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે [કાર્યો] કર્યાં તે સાંભળીને તેમની પાસે આવ્યા.
માર્ક 3 : 9 (GUV)
અને લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણથી પોતાને માટે હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું,
માર્ક 3 : 10 (GUV)
કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતા, અને તેથી જેટલાં માંદાં હતાં તેટલાં તેમને અડકવા માટે તેમના પર તૂટી પડતાં હતાં.
માર્ક 3 : 11 (GUV)
અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડીને પોકારી ઊઠ્યા, “તમે ઈશ્વરના પુત્ર છો.”
માર્ક 3 : 12 (GUV)
અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.”
માર્ક 3 : 13 (GUV)
અને તે પહાડ પર ચઢ્યા, ને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
માર્ક 3 : 14 (GUV)
અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે,
માર્ક 3 : 15 (GUV)
અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓ કાઢે.
માર્ક 3 : 16 (GUV)
અને સિમોનની અટક તેમણે પિતર પાડી;
માર્ક 3 : 17 (GUV)
તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેમણે ‘બને-રગેસ’ પાડી, એટલે ‘ગર્જનાના દીકરા’;
માર્ક 3 : 18 (GUV)
અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથ. અને થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદ્દી તથા સિમોન કનાની,
માર્ક 3 : 19 (GUV)
તથા તેમને પરસ્વાધીન કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. અને તે એક ઘરમાં આવે છે.
માર્ક 3 : 20 (GUV)
અને ફરી એટલા બધા લોકો એકત્ર થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
માર્ક 3 : 21 (GUV)
અને તેમનાં સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું, “તે ઘેલો છે.”
માર્ક 3 : 22 (GUV)
અને જે શાસ્‍ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું, “તેનામાં બાલઝબૂલ છે, ને દુષ્ટાત્માઓના સરદારની [મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
માર્ક 3 : 23 (GUV)
અને તેમણે તેઓને પાસે બોલાવીને દ્દષ્ટાંતોમાં તેઓને કહ્યું, “શેતાન શેતાનને કેમ કાઢી શકે?
માર્ક 3 : 24 (GUV)
અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી.
માર્ક 3 : 25 (GUV)
અને જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
માર્ક 3 : 26 (GUV)
અને જો શેતાન પોતાની સામે થયો હોય, ને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શક્તો નથી; પણ તેનો અંત આવ્યો [જાણવો].
માર્ક 3 : 27 (GUV)
બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે.
માર્ક 3 : 28 (GUV)
હું તમને ખરેખર કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે.
માર્ક 3 : 29 (GUV)
પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે, તેને માફી કદી મળશે નહિ! પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે!
માર્ક 3 : 30 (GUV)
કેમ કે તેઓ કહેતા હતા, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.”
માર્ક 3 : 31 (GUV)
અને તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં. અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેઓએ તેમની પાસે માણસ મોકલ્યું.
માર્ક 3 : 32 (GUV)
અને ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા, તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે ને તમને શોધે છે.”
માર્ક 3 : 33 (GUV)
અને તેમણે તેઓને ઉત્તર આપ્યો, “મારાં મા તથા મારા ભાઈઓ કોણ છે?”
માર્ક 3 : 34 (GUV)
અને જેઓ તેમની આસપાસ બેઠેલા હતા, તેઓની સામે ચારે તરફ જોઈને તે કહે છે, “જુઓ મારાં મા તથા મારા ભાઈઓ!
માર્ક 3 : 35 (GUV)
કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: