માર્ક 11 : 1 (GUV)
અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે,
માર્ક 11 : 2 (GUV)
ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
માર્ક 11 : 3 (GUV)
અને જો કોઈ તમને પૂછે, ‘તમે શા માટે એમ કરો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે;’ અને તરત તે એને અહીં મોકલશે.”
માર્ક 11 : 4 (GUV)
અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; અને તેઓ તેને છોડે છે.
માર્ક 11 : 5 (GUV)
અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને પૂછ્યું, “વછેરાને તમે શું કરવા છોડો છો?”
માર્ક 11 : 6 (GUV)
અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા.
માર્ક 11 : 7 (GUV)
અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્‍ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા.
માર્ક 11 : 8 (GUV)
અને ઘણાઓએ પોતાનાં વસ્‍ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી].
માર્ક 11 : 9 (GUV)
અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું, “હોસાન્‍ના! પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય!
માર્ક 11 : 10 (GUV)
આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના!”
માર્ક 11 : 11 (GUV)
અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે [શિષ્યો] સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા.
માર્ક 11 : 12 (GUV)
અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા;
માર્ક 11 : 13 (GUV)
અને એક અંજીરી જેને પાંદડાં આવ્યાં હતાં તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે; અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ૠતુ ન હતી.
માર્ક 11 : 14 (GUV)
અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
માર્ક 11 : 15 (GUV)
અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં.
માર્ક 11 : 16 (GUV)
અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ.
માર્ક 11 : 17 (GUV)
અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”
માર્ક 11 : 18 (GUV)
અને મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા.
માર્ક 11 : 19 (GUV)
અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા.
માર્ક 11 : 20 (GUV)
અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ.
માર્ક 11 : 21 (GUV)
અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.”
માર્ક 11 : 22 (GUV)
અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો.
માર્ક 11 : 23 (GUV)
કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે.
માર્ક 11 : 24 (GUV)
એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
માર્ક 11 : 25 (GUV)
અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
માર્ક 11 : 26 (GUV)
પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.”
માર્ક 11 : 27 (GUV)
અને ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ મંદિરમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તથા વડીલોએ તેમની પાસે આવીને
માર્ક 11 : 28 (GUV)
તેમને કહ્યું, “કયા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ કામો કરવાનો તમને કોણે અધિકાર આપ્યો?
માર્ક 11 : 29 (GUV)
અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ.
માર્ક 11 : 30 (GUV)
યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.”
માર્ક 11 : 31 (GUV)
અને તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો કહીએ કે, ‘આકાશથી’; તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો?
માર્ક 11 : 32 (GUV)
પણ જો કહીએ કે, ‘માણસથી’-તો તેઓ લોકોથી બીધા, કેમ કે બધા લોકો યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા.
માર્ક 11 : 33 (GUV)
અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: