માથ્થી 7 : 1 (GUV)
તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.
માથ્થી 7 : 2 (GUV)
કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.
માથ્થી 7 : 3 (GUV)
અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?
માથ્થી 7 : 4 (GUV)
અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!
માથ્થી 7 : 5 (GUV)
ઓ ઢોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે.
માથ્થી 7 : 6 (GUV)
જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે.
માથ્થી 7 : 7 (GUV)
માગો, તો તમને મળશે, શોધો, તો તમને જડશે, ખટખટાઓ તો તમારે માટે ઉઘાડાશે.
માથ્થી 7 : 8 (GUV)
કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
માથ્થી 7 : 9 (GUV)
તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?
માથ્થી 7 : 10 (GUV)
અથવા જો માછલું માગે, તો તેને સાપ આપશે?
માથ્થી 7 : 11 (GUV)
તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?
માથ્થી 7 : 12 (GUV)
માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધક [ની વાતોનો સાર] એ જ છે.
માથ્થી 7 : 13 (GUV)
તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે.
માથ્થી 7 : 14 (GUV)
કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
માથ્થી 7 : 15 (GUV)
જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.
માથ્થી 7 : 16 (GUV)
તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષા, અથવા ઊંટકટા પરથી અંજીર તોડે છે?
માથ્થી 7 : 17 (GUV)
તેમ જ હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે.
માથ્થી 7 : 18 (GUV)
સારું ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
માથ્થી 7 : 19 (GUV)
હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
માથ્થી 7 : 20 (GUV)
તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
માથ્થી 7 : 21 (GUV)
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].
માથ્થી 7 : 22 (GUV)
તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’
માથ્થી 7 : 23 (GUV)
ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’
માથ્થી 7 : 24 (GUV)
‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
માથ્થી 7 : 25 (GUV)
અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડયું નહિ.
માથ્થી 7 : 26 (GUV)
અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.
માથ્થી 7 : 27 (GUV)
અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”
માથ્થી 7 : 28 (GUV)
અને ઈસુ એ વાતો કહી રહ્યા, ત્યારે એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી અચરત થયા.
માથ્થી 7 : 29 (GUV)
કેમ કે શાસ્‍ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે, તેની જેમ તે તેઓને ઉપદેશ કરતા હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: