માથ્થી 5 : 1 (GUV)
ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
માથ્થી 5 : 2 (GUV)
અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું,
માથ્થી 5 : 3 (GUV)
“આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
માથ્થી 5 : 4 (GUV)
જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે.
માથ્થી 5 : 5 (GUV)
જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
માથ્થી 5 : 6 (GUV)
જેઓને ‍ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે.
માથ્થી 5 : 7 (GUV)
દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે.
માથ્થી 5 : 8 (GUV)
મનમાં જેઓ‍ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
માથ્થી 5 : 9 (GUV)
સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
માથ્થી 5 : 10 (GUV)
ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
માથ્થી 5 : 11 (GUV)
જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.
માથ્થી 5 : 12 (GUV)
તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.
માથ્થી 5 : 13 (GUV)
તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી.
માથ્થી 5 : 14 (GUV)
તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
માથ્થી 5 : 15 (GUV)
અને દીવો કરીને તેને માપ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે.
માથ્થી 5 : 16 (GUV)
તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્‍તુતિ કરે.
માથ્થી 5 : 17 (GUV)
નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.
માથ્થી 5 : 18 (GUV)
કેમ કે હું તમને ખચીત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી બધાં પૂરાં થયા વગર નિયમશાસ્‍ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.
માથ્થી 5 : 19 (GUV)
એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે.
માથ્થી 5 : 20 (GUV)
કેમ કે હું તમને કહું છું કે શાસ્‍ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.
માથ્થી 5 : 21 (GUV)
‘હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે’ એમ પુરાતન કાળમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.
માથ્થી 5 : 22 (GUV)
પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.
માથ્થી 5 : 23 (GUV)
એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’
માથ્થી 5 : 24 (GUV)
તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ‍ચઢાવ.
માથ્થી 5 : 25 (GUV)
જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.
માથ્થી 5 : 26 (GUV)
હું તને ખચીત કહું છું કે તું પાઈએ પાઈ ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી.
માથ્થી 5 : 27 (GUV)
‘વ્યભિચાર ન કર’ એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે.
માથ્થી 5 : 28 (GUV)
પણ હું તમને કહું છું કે, સ્‍ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
માથ્થી 5 : 29 (GUV)
અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
માથ્થી 5 : 30 (GUV)
અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
માથ્થી 5 : 31 (GUV)
‘જે કોઈ પોતાની સ્‍ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે’, એમ પણ કહેવામાં આવ્યું હતું.
માથ્થી 5 : 32 (GUV)
પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્‍ત્રીને મૂકી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે. અને જે કોઈ તે મૂકી દીધેલી સ્‍ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
માથ્થી 5 : 33 (GUV)
‘વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.
માથ્થી 5 : 34 (GUV)
પણ હું તમને કહું છું કે, કંઈ જ સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;
માથ્થી 5 : 35 (GUV)
અને પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે. અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
માથ્થી 5 : 36 (GUV)
અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક વાળ પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી.
માથ્થી 5 : 37 (GUV)
પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.
માથ્થી 5 : 38 (GUV)
‘આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.
માથ્થી 5 : 39 (GUV)
પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
માથ્થી 5 : 40 (GUV)
અને જે તારો કોટ લેવા માટે તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે.
માથ્થી 5 : 41 (GUV)
અને જે કોઈ બળજબરીથી તને એક માઇલ લઈ જાય, તેની સાથે બે માઇલ જા.
માથ્થી 5 : 42 (GUV)
જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ.
માથ્થી 5 : 43 (GUV)
‘તું તારા પડોશી પર પ્રેમ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, ’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે:
માથ્થી 5 : 44 (GUV)
પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.
માથ્થી 5 : 45 (GUV)
એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે.
માથ્થી 5 : 46 (GUV)
કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા?
માથ્થી 5 : 47 (GUV)
અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?
માથ્થી 5 : 48 (GUV)
એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: