માથ્થી 28 : 1 (GUV)
અને વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
માથ્થી 28 : 2 (GUV)
અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્‍થરને ગબડાવીને તેના પર બેઠો.
માથ્થી 28 : 3 (GUV)
તેનું રૂપ વીજળીના જેવું, ને તેનું વસ્‍ત્ર બરફના જેવું ઊજળું હતું.
માથ્થી 28 : 4 (GUV)
અને તેના ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા ને મરણતોલ થઈ ગયા.
માથ્થી 28 : 5 (GUV)
ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.
માથ્થી 28 : 6 (GUV)
તે અહીં નથી, કેમ કે તેમના કહ્યા પ્રમાણે તે ઊઠ્યા છે. આવો, ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ.
માથ્થી 28 : 7 (GUV)
અને વહેલાં જઈને તેમના શિષ્યોને કહો કે, મૂએલાંમાંથી તે ઊઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને ક્હ્યું છે.”
માથ્થી 28 : 8 (GUV)
ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ.
માથ્થી 28 : 9 (GUV)
અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, “કુશળતા.” અને તેઓએ આવીને તેમના પગ પકડ્યા, ને તેમનું ભજન કર્યું.
માથ્થી 28 : 10 (GUV)
ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”
માથ્થી 28 : 11 (GUV)
અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે બધું મુખ્ય યાજકોને કહી દીધું.
માથ્થી 28 : 12 (GUV)
ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને
માથ્થી 28 : 13 (GUV)
સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ‍ચોરી ગયા.
માથ્થી 28 : 14 (GUV)
અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”
માથ્થી 28 : 15 (GUV)
પછી તેઓએ નાણાં લીધાં, ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે.
માથ્થી 28 : 16 (GUV)
પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા.
માથ્થી 28 : 17 (GUV)
અને તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું. પણ કેટલાકને શંકા આવી.
માથ્થી 28 : 18 (GUV)
અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.
માથ્થી 28 : 19 (GUV)
એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
માથ્થી 28 : 20 (GUV)
મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: