માથ્થી 27 : 1 (GUV)
અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી.
માથ્થી 27 : 2 (GUV)
પછી તેઓએ તેમને બાંધ્યા ને તેમને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યા.
માથ્થી 27 : 3 (GUV)
ત્યાર પછી ઈસુ અપરાધી ઠરાવાયા એ જોઈને તેમને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્વાત્તાપ થયો, ને પેલા રૂપિયા ત્રીસ મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને
માથ્થી 27 : 4 (GUV)
કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”
માથ્થી 27 : 5 (GUV)
એટલે મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નીકળ્યો, અને જઈને ગળે ફાંસો ખાધો.
માથ્થી 27 : 6 (GUV)
ત્યારે મુખ્ય યાજકોએ તે પૈસા લઈને કહ્યું, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી.”
માથ્થી 27 : 7 (GUV)
પછી તેઓએ નિર્ણય કરીને પરદેશીઓને દાટવા માટે તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું.
માથ્થી 27 : 8 (GUV)
તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર કહેવાય છે.
માથ્થી 27 : 9 (GUV)
ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, ‘જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું, તેના મૂલ્યના રૂપાના ત્રીસ કકડા તેઓએ લીધા
માથ્થી 27 : 10 (GUV)
અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે મેં તે આપ્યા.’
માથ્થી 27 : 11 (GUV)
અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા, ને હાકેમે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ત્યારે ઈસુએ તેને કહ્યું, “તમે પોતે કહો છો.”
માથ્થી 27 : 12 (GUV)
અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર દોષ મૂક્યા છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
માથ્થી 27 : 13 (GUV)
ત્યારે પિલાત તેમને કહે છે, “તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો?”
માથ્થી 27 : 14 (GUV)
પણ તેમણે તેને એક શબ્દનો પણ ઉત્તર આપ્યો નહિ, જેથી હાકેમ ઘણો નવાઈ પામ્યો.
માથ્થી 27 : 15 (GUV)
હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે, હાકેમ છોડી દે.
માથ્થી 27 : 16 (GUV)
અને તે વખતે બારાબાસ નામનો તેઓનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
માથ્થી 27 : 17 (GUV)
તે માટે તેઓ એકત્ર થયા પછી પિલાતે તેઓને કહ્યું, “હું તમારે માટે કોને છોડી દઉં. એ વિષે તમારી શી મરજી છે? બારાબાસને કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
માથ્થી 27 : 18 (GUV)
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.
માથ્થી 27 : 19 (GUV)
અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”
માથ્થી 27 : 20 (GUV)
પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે.
માથ્થી 27 : 21 (GUV)
પણ હાકેમે તેઓને ઉત્તર આપ્યો, “તે બેમાંથી હું તમારે માટે કોને છોડી દઉં, એ વિષે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું, “બારાબાસને.”
માથ્થી 27 : 22 (GUV)
પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું ‍શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.”
માથ્થી 27 : 23 (GUV)
ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો.”
માથ્થી 27 : 24 (GUV)
અને પિલાતે જોયું કે મારું કંઈ જ‍ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.”
માથ્થી 27 : 25 (GUV)
ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.”
માથ્થી 27 : 26 (GUV)
પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો. પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા માટે સોંપ્યા.
માથ્થી 27 : 27 (GUV)
ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી.
માથ્થી 27 : 28 (GUV)
પછી તેઓએ તેમનાં વસ્‍ત્ર ઉતારી લઈને તેમને કિરમજી ઝભ્ભો પહરાવ્યો.
માથ્થી 27 : 29 (GUV)
અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!”
માથ્થી 27 : 30 (GUV)
પછી તેઓ તેમના પર થૂંક્યા, ને સોટી લઈને તેમના માથામાં મારી,
માથ્થી 27 : 31 (GUV)
અને તેમના ઠઠ્ઠા કરી‍ રહ્યા પછી તેઓએ તેમના પરથી ઝભ્ભો ઉતારી લઈને તેમનાં જ વસ્‍ત્ર તેમને પહેરાવ્યાં, અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
માથ્થી 27 : 32 (GUV)
તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો, તેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ પરાણે ઊંચકાવી લીધો.
માથ્થી 27 : 33 (GUV)
અને ગલગથા નામે એક જગા, જે ખોપરીની જગા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા,
માથ્થી 27 : 34 (GUV)
ત્યારે તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ‍ ચાખ્યા પછી તેમણે તે પીવા ના પાડી.
માથ્થી 27 : 35 (GUV)
અને તેમને વધસ્તભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્‍ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.
માથ્થી 27 : 36 (GUV)
પછી તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
માથ્થી 27 : 37 (GUV)
અને તેમના સંબંધીનું લખેલું તહોમતનામું તેમના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે, ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’
માથ્થી 27 : 38 (GUV)
ત્યારે તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યા; એકને તેમની જમણી તરફ ને બીજાને તેમની ડાબી તરફ.
માથ્થી 27 : 39 (GUV)
અને પાસે થઈને જનારાઓએ પોતાનાં માથાં હલાવતાં તથા તેમની મશ્કરી કરતાં
માથ્થી 27 : 40 (GUV)
કહ્યું, “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
માથ્થી 27 : 41 (GUV)
અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્‍ત્રીઓ તથા વડીલો સહિત મશ્કરી કરતાં કહ્યું,
માથ્થી 27 : 42 (GUV)
“બીજાઓને તેણે બચાવ્યા, પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
માથ્થી 27 : 43 (GUV)
તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.”
માથ્થી 27 : 44 (GUV)
અને જે ચોરો તેમની સાથે વધસ્તંભે જડાયા હતા, તેઓએ પણ એ જ પ્રમાણે તેમની મશ્કરી કરી.
માથ્થી 27 : 45 (GUV)
છઠ્ઠા કલાકથી તે નવમા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો.
માથ્થી 27 : 46 (GUV)
અને આશરે નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે, “એલી, એલી, લામા સાબાખ્થાની, ” એટલે, ઓ મારા, ઈશ્ચર, મારા ઈશ્ચર, તમે મને કેમ મૂકી દીધો છે?”
માથ્થી 27 : 47 (GUV)
અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે એ સાંભળીને કહ્યું, “એલિયાને તે બોલાવે છે.”
માથ્થી 27 : 48 (GUV)
અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેમને આપી.
માથ્થી 27 : 49 (GUV)
પણ બીજાઓએ કહ્યું, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં.”
માથ્થી 27 : 50 (GUV)
પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.
માથ્થી 27 : 51 (GUV)
ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,
માથ્થી 27 : 52 (GUV)
ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં,
માથ્થી 27 : 53 (GUV)
ને તેમના પાછા ઊઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયાં, ને ઘણાંઓને દેખાયાં.
માથ્થી 27 : 54 (GUV)
ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”
માથ્થી 27 : 55 (GUV)
અને ત્યાં ઘણી સ્‍ત્રીઓ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
માથ્થી 27 : 56 (GUV)
તેઓમાં મગ્દલાની મરિયમ, ને યાકૂબની તથા યોસેની મા મરિયમ, તથા ઝબદીના દીકરાઓની મા હતી.
માથ્થી 27 : 57 (GUV)
અને સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો, તે આવ્યો.
માથ્થી 27 : 58 (GUV)
તેણે પિલાત પાસે જઈને ઈસુની લાસ માગી. ત્યારે પિલાતે તે તેને સોંપવાની આજ્ઞા આપી.
માથ્થી 27 : 59 (GUV)
પછી યૂસફે લાસ લઈને શણના સફેદ લૂગડામાં તે વીંટાળી,
માથ્થી 27 : 60 (GUV)
અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી, અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
માથ્થી 27 : 61 (GUV)
અને મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
માથ્થી 27 : 62 (GUV)
હવે સિદ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને
માથ્થી 27 : 63 (GUV)
કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે, “ત્રણ દિવસ પછી હું ઊઠીશ.”
માથ્થી 27 : 64 (GUV)
એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ‍ચોરી જાય, ને લોકોને એમ કહે કે, ‘મૂએલાંઓમાંથી તે ઊઠ્યો છે;’ અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.”
માથ્થી 27 : 65 (GUV)
ત્યારે પિલાતે તેઓને કહ્યું, “ચોકીદારો તમારી પાસે છે. તમે જાઓ, ને તમારાથી બને તેવો તેનો જાપતો રખાવો.”
માથ્થી 27 : 66 (GUV)
પછી તેઓ ગયા, ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66

BG:

Opacity:

Color:


Size:


Font: