માથ્થી 13 : 1 (GUV)
તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.
માથ્થી 13 : 2 (GUV)
અને અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા, માટે હોડી પર તે ચઢી બેઠા; અને સર્વ લોકો કિનારે ઊભા રહ્યા.
માથ્થી 13 : 3 (GUV)
અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણી વાતો કહી: “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
માથ્થી 13 : 4 (GUV)
અને તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડયાં, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.
માથ્થી 13 : 5 (GUV)
અને કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
માથ્થી 13 : 6 (GUV)
પણ જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં. અને જડ નહિ હોવાથી તે સુકાઈ ગયાં.
માથ્થી 13 : 7 (GUV)
અને કેટલાંક કાંટાનાં જાળામાં પડ્યાં, ને કાંટાનાં જાળાએ વધીને તેને દાબી નાંખ્યાં.
માથ્થી 13 : 8 (GUV)
અને બીજાં સારી જમીન પર પડ્યાં, ને તેઓએ ફળ આપ્યાં. કેટલાંકે સોગણાં, ને કેટલાંકે સાઠગણાં, ને કેટલાંકે ત્રીસગણાં.
માથ્થી 13 : 9 (GUV)
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
માથ્થી 13 : 10 (GUV)
પછી ‍શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું, “તમે તેઓની સાથે દ્દષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
માથ્થી 13 : 11 (GUV)
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.
માથ્થી 13 : 12 (GUV)
કેમ કે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
માથ્થી 13 : 13 (GUV)
એ માટે હું તેઓની સાથે દ્દષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતા નથી, ને સાંભળતાં તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી.
માથ્થી 13 : 14 (GUV)
અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’
માથ્થી 13 : 15 (GUV)
કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.
માથ્થી 13 : 16 (GUV)
પણ તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને [ધન્ય છે] કેમ કે તેઓ સાંભળે છે.
માથ્થી 13 : 17 (GUV)
કારણ કે હું તમને ખચીત કહું છું કે, તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ઇચ્છયાં, પણ જોયાં નહિ, અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ઇચ્છ્યાં, પણ સાંભળ્યાં નહિ.’”
માથ્થી 13 : 18 (GUV)
હવે વાવનારનું દ્દષ્ટાંત સાંભળો.
માથ્થી 13 : 19 (GUV)
“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.
માથ્થી 13 : 20 (GUV)
અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે.
માથ્થી 13 : 21 (GUV)
તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.
માથ્થી 13 : 22 (GUV)
અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.
માથ્થી 13 : 23 (GUV)
અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
માથ્થી 13 : 24 (GUV)
ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે.
માથ્થી 13 : 25 (GUV)
પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.
માથ્થી 13 : 26 (GUV)
પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
માથ્થી 13 : 27 (GUV)
ત્યારે તે ઘરધણીના ‍ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’
માથ્થી 13 : 28 (GUV)
અને તેણે તેઓને કહ્યું, કોઈ વૈરીએ એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું, ‘તમારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.’
માથ્થી 13 : 29 (GUV)
પણ તેણે કહ્યું, ‘ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.
માથ્થી 13 : 30 (GUV)
કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”
માથ્થી 13 : 31 (GUV)
તેમણે તેઓની આગળ બીજું એક દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું
માથ્થી 13 : 32 (GUV)
સર્વ બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
માથ્થી 13 : 33 (GUV)
તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”
માથ્થી 13 : 34 (GUV)
એ બધી વાતો ઈસુએ લોકોને દ્દષ્ટાંતોમાં કહી. અને દ્દષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ.
માથ્થી 13 : 35 (GUV)
જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
માથ્થી 13 : 36 (GUV)
ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા. અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.”
માથ્થી 13 : 37 (GUV)
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે.
માથ્થી 13 : 38 (GUV)
અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે.
માથ્થી 13 : 39 (GUV)
અને જે વૈરીએ તે વાવ્યાં તે શેતાન છે. અને કાપણી જગતનો અંત છે. અને કાપનારા દૂતો છે.
માથ્થી 13 : 40 (GUV)
એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે.
માથ્થી 13 : 41 (GUV)
માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાંઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે,
માથ્થી 13 : 42 (GUV)
અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે.
માથ્થી 13 : 43 (GUV)
ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
માથ્થી 13 : 44 (GUV)
વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.
માથ્થી 13 : 45 (GUV)
વળી આકાશનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
માથ્થી 13 : 46 (GUV)
તેને એક અતિ મૂલ્યવાન મોતી મળી આવ્યું, ત્યાર પછી તેણે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.
માથ્થી 13 : 47 (GUV)
વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, ને દરેક જાતનું તેમાં સમેટાયું.
માથ્થી 13 : 48 (GUV)
અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકત્ર કર્યું, પણ નઠારું ફેંકી દીધું.
માથ્થી 13 : 49 (GUV)
એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે,
માથ્થી 13 : 50 (GUV)
અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”
માથ્થી 13 : 51 (GUV)
“શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ તેને કહે છે, “હા”.
માથ્થી 13 : 52 (GUV)
ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
માથ્થી 13 : 53 (GUV)
અને એમ થયું કે ઈસુ એ દ્દષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ‍ચાલ્યા ગયા.
માથ્થી 13 : 54 (GUV)
અને પોતાના દેશમાં આવીને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરત થઈને બોલ્યા, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?
માથ્થી 13 : 55 (GUV)
શું એ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યૂસફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી?
માથ્થી 13 : 56 (GUV)
અને શું એની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
માથ્થી 13 : 57 (GUV)
અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય [બીજે સ્થળે] માન વગરનો નથી.”
માથ્થી 13 : 58 (GUV)
અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યાં નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58

BG:

Opacity:

Color:


Size:


Font: