Numbers 4 : 1 (GUV)
યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
Numbers 4 : 2 (GUV)
(2-3) “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.
Numbers 4 : 3 (GUV)
Numbers 4 : 4 (GUV)
કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે.
Numbers 4 : 5 (GUV)
“જયારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના પુત્રોએ પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈ તેનાથી સાક્ષ્કોશને ઢાંકી દેવો,
Numbers 4 : 6 (GUV)
ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
Numbers 4 : 7 (GUV)
“પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.
Numbers 4 : 8 (GUV)
નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.
Numbers 4 : 9 (GUV)
“ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં.
Numbers 4 : 10 (GUV)
તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.
Numbers 4 : 11 (GUV)
“પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા.
Numbers 4 : 12 (GUV)
“પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.
Numbers 4 : 13 (GUV)
“ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.
Numbers 4 : 14 (GUV)
અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા.
Numbers 4 : 15 (GUV)
“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.
Numbers 4 : 16 (GUV)
“યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”
Numbers 4 : 17 (GUV)
પછી યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
Numbers 4 : 18 (GUV)
“તમાંરે કહાથના કુળસમૂહના કુટુંબોના લેવીઓમાંથી ઉચ્છેદ થવા દેવો નહિ.
Numbers 4 : 19 (GUV)
પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું.
Numbers 4 : 20 (GUV)
તથા તે પવિત્ર વસ્તુઓ બંધાતી હોય ત્યારે કહાથના કુળસમૂહોએ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો નહિ, રખેને તેઓની નજર પવિત્ર વસ્તુઓ પર ત્યાં પડે અને તેઓ મૃત્યુ પામે.”
Numbers 4 : 21 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું,
Numbers 4 : 22 (GUV)
“તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.
Numbers 4 : 23 (GUV)
પવિત્રમંડપમાં સેવા કરવાને લાયક હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉમરના જે પુરુષો હોય તેમની નોંધણી કરવી.
Numbers 4 : 24 (GUV)
“ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે:
Numbers 4 : 25 (GUV)
તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.
Numbers 4 : 26 (GUV)
તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે.
Numbers 4 : 27 (GUV)
આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.
Numbers 4 : 28 (GUV)
ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”
Numbers 4 : 29 (GUV)
“પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે.
Numbers 4 : 30 (GUV)
પવિત્રમંડપના પવિત્ર કાર્ય માંટે લાયક હોય તેવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના પુરુષોની ગણતરી તારે કરવાની છે.
Numbers 4 : 31 (GUV)
તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,
Numbers 4 : 32 (GUV)
આંગણાની ચારે બાજુની દીવાલના સ્તંભો, કૂંભીઓ, ખુંટીઓ, દોરડીઓ અને તેની સાધનસામગ્રી.
Numbers 4 : 33 (GUV)
પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
Numbers 4 : 34 (GUV)
યહોવાની આજ્ઞા મુજબ મૂસા તથા હારુને અને અન્ય આગેવાનોએ કોહાથના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરી.
Numbers 4 : 35 (GUV)
પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમર ના સર્વ પુરુષોની નોંધણી કરી.
Numbers 4 : 36 (GUV)
તેઓની કુલ સંખ્યા 2,750 થઈ.
Numbers 4 : 37 (GUV)
યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
Numbers 4 : 38 (GUV)
એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.
Numbers 4 : 39 (GUV)
પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી.
Numbers 4 : 40 (GUV)
તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.
Numbers 4 : 41 (GUV)
યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું.
Numbers 4 : 42 (GUV)
મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.
Numbers 4 : 43 (GUV)
પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી.
Numbers 4 : 44 (GUV)
તેઓની કુટુંબવાર નોંધણી અનુસાર કુલ સંખ્યા 3,200 થઈ.
Numbers 4 : 45 (GUV)
યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.
Numbers 4 : 46 (GUV)
આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.
Numbers 4 : 47 (GUV)
ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા
Numbers 4 : 48 (GUV)
તેઓની કુલ સંખ્યા 8,580 થઈ.
Numbers 4 : 49 (GUV)
યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49