ગણના 3 : 1 (GUV)
હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યા, તે દિવસે હારુન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી:
ગણના 3 : 2 (GUV)
અને હારુનના પુત્રોનાં નામ આ હતાં:નાદાબ જ્યેષ્ઠ પુત્ર, તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.
ગણના 3 : 3 (GUV)
હારુનના પુત્રો, જેમ યાજક તરીકે અભિષિક્ત થયા, તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓનાં નામ એ હતાં.
ગણના 3 : 4 (GUV)
અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા.
ગણના 3 : 5 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 3 : 6 (GUV)
“લેવીના કુળને પાસે લાવ. ને હારુન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે.
ગણના 3 : 7 (GUV)
અને તેઓ તેની તથા મુલાકાતમંડપની આગળ સમગ્ર પ્રજાની સંભાળ રાખતાં મંડપની સેવા કરે.
ગણના 3 : 8 (GUV)
અને તેઓ મુલાકાતમંડપના સરસામાનની તથા ઇઝરાયલીઓની સંભાળ રાખતાં મંડપને લગતી સેવા બજાવે.
ગણના 3 : 9 (GUV)
અને તું હારુનના તથા તેના દિકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇઝરાયલી લોકોની વતી તેઓ તેને અપાયેલા છે.
ગણના 3 : 10 (GUV)
અને તું હારુનને તથા તેના દિકરાઓને ઠરાવ, ને તેઓ પોતાનાં યાજકપદ સાચવે. અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”
ગણના 3 : 11 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 3 : 12 (GUV)
“ઇઝરાયલી લોકોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વ પ્રથમ જન્મેલાંને બદલે ઇઝરાયલપુત્રોમાંથી મેં, જુઓ, મેં લેવીઓને લીધા છે. અને લેવીઓ મારા થશે.
ગણના 3 : 13 (GUV)
કેમ કે સર્વ પ્રથમ જન્મેલાં મારાં જ છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાંને માર્યાં તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વ પ્રથમ જન્મેલાં માણસોને તેમ જ પશુઓને મારે માટે પવિત્ર કર્યાં, તેઓ મારાં જ થશે. હું યહોવા છું.”
ગણના 3 : 14 (GUV)
અને સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 3 : 15 (GUV)
“લેવીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા તેઓનાં કુટુંબો પ્રમાણે, ગણતરી કર. એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણતરી તું કર.”
ગણના 3 : 16 (GUV)
અને યહોવાના કહેવા પ્રમાણે એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણતરી તેણે કરી.
ગણના 3 : 17 (GUV)
અને લેવીના દિકરા તેમનાં નામ પ્રમાણે આ છે, એટલે ગેર્શોન, કહાથ તથા મરારી.
ગણના 3 : 18 (GUV)
અને ગેર્શોનના દિકરાઓનાં નામ, તેમનાં કુટુંબો પ્રમાણે, લિબ્ની તથા શિમિઈ છે.
ગણના 3 : 19 (GUV)
અને કહાથના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, આમ્રામ તથા ઇસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ છે.
ગણના 3 : 20 (GUV)
અને મરારીના દિકરા, તેમનાં કુટુંબો પ્રમાણે, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓના પિતાનામ ઘર પ્રમાણે, એ છે.
ગણના 3 : 21 (GUV)
ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ તથા શિમિઇઓનું કુટુંબ થયાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો છે.
ગણના 3 : 22 (GUV)
તેઓમાંના જેઓની ગણતરી થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
ગણના 3 : 23 (GUV)
મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
ગણના 3 : 24 (GUV)
અને લાએલનો દિકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાઓનાં ઘરનો અધિપતિ થાય.
ગણના 3 : 25 (GUV)
અને મુલાકાતમંડપમાં મંડપ, તથા તંબુ, તથા તેનું આચ્છાદન, તથા મુલાકાતમંડપના દ્વારનો પડદો,
ગણના 3 : 26 (GUV)
અને આંગણાના પડદા, તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો, ને તેના બધા કામને માટે તેની દોરીઓ, [તે બધું] ગેર્શોનના દિકરાઓના હવાલામાં રહે.
ગણના 3 : 27 (GUV)
અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં.
ગણના 3 : 28 (GUV)
એક માસના તથા તેથી ઉપરના સર્વ નરોની સંખ્યા આઠ હજાર છસોની હતી, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
ગણના 3 : 29 (GUV)
કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
ગણના 3 : 30 (GUV)
અને ઉઝિયેલનો દિકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય.
ગણના 3 : 31 (GUV)
અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.
ગણના 3 : 32 (GUV)
અને હારુન યાજકનો દિકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
ગણના 3 : 33 (GUV)
મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયાં. મરારીનાં કુટુંબો એ છે.
ગણના 3 : 34 (GUV)
અને તેઓમાંના એક માસના તથા તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસોની હતી.
ગણના 3 : 35 (GUV)
અને અબિહાઈલનો દિકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
ગણના 3 : 36 (GUV)
અને મંડપના પાટિયાં, તથા તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેઓની કૂંભીઓ, તથા તેનાં સર્વ ઓજારો, તથા તેને લગતું સર્વ કામ;
ગણના 3 : 37 (GUV)
તથા આંગણાની આસપાસનાં સ્તંભો, તથા તેઓની કૂંભીઇઓ, તથા ખીલા, તથા દોરીઓ એ [બધું] મરારીન દિકરાઓના હવાલામાં રહે.
ગણના 3 : 38 (GUV)
અને મૂસા તથા હારુન, તથા તેના દિકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ [ને માટે તે] ની સંભાળ રાખે. અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય.
ગણના 3 : 39 (GUV)
લેવીઓમાંનામ જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ, એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો, પોતાનાં કુટુંબો પ્રમાણે, બાવીસ હજાર હતા.
ગણના 3 : 40 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોના એક માસના તથા તેથી ઉપરના સર્વ પ્રથમજનિત નરોની ગણતરી કર, ને તેઓનાં નામોની સંખ્યા ગણ.
ગણના 3 : 41 (GUV)
અને ઇઝરાયલીઓમાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે તું મારે માટે લેવીઓને લે (હું યહોવા છું) અને ઇઝરાયલઈઓનાં ઢોરઢાંક મધ્યે સર્વ પ્રથમ જન્મેલાંને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે.”
ગણના 3 : 42 (GUV)
અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ગણતરી કરી.
ગણના 3 : 43 (GUV)
અને સર્વ પ્રથમ જન્મેલાંની નરોનિ ગણતરી, એક માસના તથા તેથી ઉપરનાનાં નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસોને તોંતેરની થઈ.
ગણના 3 : 44 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 3 : 45 (GUV)
“ઇઝરાયલન પ્રજામાં સર્વ પ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે, ને તેઓનાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે, અને લેવીઓ મારા થશે, હું યહોવા છું.
ગણના 3 : 46 (GUV)
અને ઇઝરાયલીઓમાં, લેવીઓ ઉપરાંત, જે બસો ને તોંતેર પ્રથમજનિતો છોડાવી લેવાનાં છે,
ગણના 3 : 47 (GUV)
તે પ્રત્યેકને માટે, માથાદીઠ, પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ (એટલે વીસ ગેરાહના શેકેલ) પ્રમાણે તું લે.
ગણના 3 : 48 (GUV)
અને તે ઉપરાંતનાની સંખ્યાની ખંડણીના જ પૈસા આવે તે હારુન તથા તેના દિકરાને તું આપ.
ગણના 3 : 49 (GUV)
અને જેઓ લેવીઓને બદલે ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા.
ગણના 3 : 50 (GUV)
ઇઝરાયલીઓના સર્વ પ્રથમજનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા. એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર ત્રણસો ને પાસંઠ શેકેલ.
ગણના 3 : 51 (GUV)
અને મૂસાએ યહોવાના કહ્યા પ્રમાણે તથા યહોવાએ તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ખંડણીના મૂલ્યના પૈસા હારુનને તથા તેના પુત્રોને આપ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: