ગણના 29 : 1 (GUV)
અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો. તે તમારે માટે રણશિંગડાં વગાડવાનો દિવસ છે.
ગણના 29 : 2 (GUV)
અને તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
ગણના 29 : 3 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ [એફાહ] વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] ઘેટાની સાથે,
ગણના 29 : 4 (GUV)
અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
ગણના 29 : 5 (GUV)
અને પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 6 (GUV)
અમાવાસ્યાનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે [ચઢાવવામાં આવે છે] તે ઉપરાંત એ [ચઢાવવાં].
ગણના 29 : 7 (GUV)
અને એ જ સાતમા માસને દશમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ ન કરો.
ગણના 29 : 8 (GUV)
પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
ગણના 29 : 9 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ [એફાહ] વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એક ઘેટાની સાથે,
ગણના 29 : 10 (GUV)
અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
ગણના 29 : 11 (GUV)
પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો]. પ્રાયશ્ચિત્તના પાપાર્થાર્પણ તથા નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત [તે ચઢાવો].
ગણના 29 : 12 (GUV)
અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:
ગણના 29 : 13 (GUV)
અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.
ગણના 29 : 14 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ [એફાહ] મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એ બે ઘેટાઓમાંના દરેકની સાથે.
ગણના 29 : 15 (GUV)
અકેક દશાંશ [એફાહ] પેલા ચૌદ હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
ગણના 29 : 16 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 17 (GUV)
અને બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા, પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].
ગણના 29 : 18 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો વાછરડાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 19 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 20 (GUV)
અને ત્રીજે દિવસે અગિયાર ગોધા, બે ઘેટા, તથા પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].
ગણના 29 : 21 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 22 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 23 (GUV)
અને ચોથે દિવસે દશ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].
ગણના 29 : 24 (GUV)
તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 25 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 26 (GUV)
અને પાંચમે દિવસે નવ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો],
ગણના 29 : 27 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 28 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 29 (GUV)
અને છઠ્ઠે દિવસે આઠ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].
ગણના 29 : 30 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 31 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેનાં ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો.]
ગણના 29 : 32 (GUV)
અને સાતમે દિવસે સાત ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].
ગણના 29 : 33 (GUV)
અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 34 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 35 (GUV)
આઠમે દિવસે તમે આખરની સભા કરો. કંઈ સંસારી કામ ન કરો:
ગણના 29 : 36 (GUV)
પણ યહોવાને દહનીયાર્પણ, એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો; એટલે એક ગોધો, એક ઘેટો, ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
ગણના 29 : 37 (GUV)
તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].
ગણના 29 : 38 (GUV)
અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].
ગણના 29 : 39 (GUV)
તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં [ચઢાવેલાં] માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”
ગણના 29 : 40 (GUV)
અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:

Size:

Font: