ગણના 25 : 1 (GUV)
અને ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા.
ગણના 25 : 2 (GUV)
કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.
ગણના 25 : 3 (GUV)
અને ઇઝરાયલ બાલ-પેઓર [ના પંથ] માં ભળ્યા; અને ઇઝરાયલ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો.
ગણના 25 : 4 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “લોકોના સર્વ આગેબાનોને લે, ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય.”
ગણના 25 : 5 (GUV)
અને મૂસાએ ઇઝરાયલના ન્યાયાધીશોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાલ-પેઓર [ના પંથ] માં ભળ્યા હોય, તેઓને મારી નાખો.”
ગણના 25 : 6 (GUV)
અને જુઓ, ઇઝરાયલી લોકોમાંનો એક માણસ આવ્યો, ને મૂસાની આગળ તથા ઇઝરાલની સમગ્ર પ્રજા કે જે મુલાકાતમંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ, પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્‍ત્રીને લાવ્યો.
ગણના 25 : 7 (GUV)
અને હારુન યાજકના દિકરા એલાઝારના દિકરા ફીનહાસે જોયું ત્યારે મંડળીની મધ્યેથી ઊઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો.
ગણના 25 : 8 (GUV)
અને પેલા ઇઝરાયલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયલી પુરુષનું તથા પેલી સ્‍ત્રીનું પેટ વીંધી નાખ્યાં. એમ ઇઝરાયલી લોકોમાંથી મરકી બંધ થઈ.
ગણના 25 : 9 (GUV)
અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.
ગણના 25 : 10 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 25 : 11 (GUV)
“હારુન યાજકના દિકરા ફીનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઈને ઇઝરાયલીઓ પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલનો નાશ ન કર્યો.
ગણના 25 : 12 (GUV)
એ માટે કહે કે, જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું:
ગણના 25 : 13 (GUV)
અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજકપદનો કરાર થશે. કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.”
ગણના 25 : 14 (GUV)
અને જે ઇઝરાયલી માણસ મરાયો, એટલે મિદ્યાની સ્‍ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાલુનો દિકરો હતો.
ગણના 25 : 15 (GUV)
અને જે મિદ્યાની સ્‍ત્રીને મારી નાંખવામાં આવી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી. એ [સૂર] મિદ્યાનમાં પિતાના ઘરના લોકોનો મુખ્ય હતો.
ગણના 25 : 16 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 25 : 17 (GUV)
“મિદ્યાનીઓને હેરાન કરો, ને તેઓને મારો.
ગણના 25 : 18 (GUV)
કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન, એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કીઝબી, કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી. તેની બાબતમાં તમને ફસાવ્યા.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: