Leviticus 6 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
Leviticus 6 : 2 (GUV)
“જો કોઈ વ્યક્તિ કોઈની થાપણ પાછી ન આપે અથવા પોતે ભાડે આપેલી વસ્તુની લીધેલી અનામત અથવા તેની પર વિશ્વાસ કરીને તેને સોંપેલી વસ્તુ પાછી આપવાની ના પાડે, ચોરી કરે, છેતરે કે પોતાના પડોશી પર અન્યાય કરીને કોઈ વસ્તુ મેળવે,
Leviticus 6 : 3 (GUV)
અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને જડી હોય, ને તેની ના પાડે, અથવા આવા કોઈ પણ પાપની બાબતમાં ખોટા સમ ખાય, અને એ રીતે યહોવાનો ગુનેગાર બને;
Leviticus 6 : 4 (GUV)
તો તે દોષિત છે, તેણે જે કાંઈ ચોરી લીધું હોય, બળજબરીથી લીધું હોય અથવા છેતરીને લીધું હોય, અથવા રાખવા લીધું હોય અથવા મળ્યું હોય અને તેના વિષે ખોટુ બોલ્યો હોય અથવા બીજી કોઈપણ વાતમાં તેણે ખોટા સમ ખાધા હોય તો.
Leviticus 6 : 5 (GUV)
તેને આખી કિંમત વીસ ટકા ઉમેરીને તે રકમ સાચા માંલિક ને આપવી; અને એ જ દિવસે તેને પોતાનું દોષાર્થાર્પણ લાવે.
Leviticus 6 : 6 (GUV)
તેણે એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે યહોવાને પ્રાયશ્ચિત તરીકે લાવવો અને તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી.
Leviticus 6 : 7 (GUV)
પછી યાજકે યહોવા સમક્ષ તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો, એટલે તેણે જે કાંઈ પાપ કર્યું હશે તેને માંફ કરવામાં આવશે.”
Leviticus 6 : 8 (GUV)
પછી યહોવાએ મૂસાને કહ્યું,
Leviticus 6 : 9 (GUV)
“હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: “દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.
Leviticus 6 : 10 (GUV)
અને યાજક પોતાના અંદર અને બહાર શણનાં કપડાં પહેરે અને દહનાર્પણની રાખ સાફ કરે અને તેને વેદીની બાજુમાં ભેગી કરે.
Leviticus 6 : 11 (GUV)
ત્યાર પછી તેણે વસ્ત્રો બદલવાં અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જવી.
Leviticus 6 : 12 (GUV)
તે દરમ્યાન વેદીનો અગ્નિ સતત બળતો રાખવો, તેને કદી હોલવવા ન દેવો. પ્રતિદિન સવારે યાજકે તેમાં લાકડાં મૂકવાં અને તેના ઉપર દહનાર્પણ ગોઠવવું, અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનુ દહન કરે.
Leviticus 6 : 13 (GUV)
વેદીનો અગ્નિ સતત બળતો રાખવો તે કદી ઓલવાવો જોઈએ નહિ.
Leviticus 6 : 14 (GUV)
“ખાદ્યાર્પણ માંટેના નિયમો આ પ્રમાંણે છે: હારુનના પુત્રો-યાજકો ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવા વેદી સમક્ષ ઊભા રહે.
Leviticus 6 : 15 (GUV)
પછી તેણે એ ખાદ્યાર્પણોમાંથી મૂઠી ભરીને મેંદો. તેલ અને બધો જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાને માંટે વેદીમાં હોમી દેવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
Leviticus 6 : 16 (GUV)
“મૂઠ્ઠીભર લોટ લીધા પછી જે બાકી રહે તે, ખોરાક માંટે હારુન અને તેના પુત્રો-યાજકોનો ગણાય; મુલાકાત મંડપનાં ચોકમાં તેને ખમીર વગર ખાવો.
Leviticus 6 : 17 (GUV)
એમાં ખમીર ન નાખવું. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણ અને દોષાથાર્પણના અર્પણની જેમ એ પરમ પવિત્ર છે.
Leviticus 6 : 18 (GUV)
હારુનના વંશનો કોઈ પણ વ્યક્તિ એ ખાઈ શકશે, યહોવાને ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે, એનો સ્પર્શ જે કોઈ કરશે તે શુદ્ધ બની જશે.”
Leviticus 6 : 19 (GUV)
યહોવાએ મૂસાને કહ્યું,
Leviticus 6 : 20 (GUV)
“હારુન અને તેના પુત્રોએ પોતાના અભિષેકના દિવસે એટલે કે તેઓ યાજક વર્ગમાં પ્રવેશે તે દિવસે તેઓ યહોવા સમક્ષ ખાદ્યાર્પણ લાવે, એટલે કે આઠ વાટકા લોટ જેને રોજના અર્પણના સમયે અર્પણ કરવામાં આવશે, અડધો સવારે અને અડધો સાંજે, એને તેલથી મોહીને તવા પર શેકીને,
Leviticus 6 : 21 (GUV)
તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે અને તેને બરાબર શેકવામાં આવે, પછી તેને યહોવા સમક્ષ અર્પણ તરીકે લાવવામાં આવે, તમાંરે અર્પણના ટુકડા કરી નાખવા. તેની સુવાસથી યહોવાને બહુ આનંદ થશે.
Leviticus 6 : 22 (GUV)
“જયારે યાજકના પુત્ર પોતાના પિતાની (હારુનની) ઊચા યાજક તરીકે જગ્યા ધારણ કરે ત્યારે તેણે આ ખાદ્યાર્પણને સંપૂર્ણ રીતે બાળી નાખીને અર્પણ કરવું. આ કાયમી નિયમ છે.
Leviticus 6 : 23 (GUV)
યહોવાને ચઢાવેલો એ ખાદ્યાર્પણ પૂરેપૂરો હોમી દેવાનો છે, તેમાંનું કશુંય કોઈએ પણ જમવાના ઉપયોગમાં લેવું નહિ.”
Leviticus 6 : 24 (GUV)
પછી યહોવાએ મૂસાને કહ્યું,
Leviticus 6 : 25 (GUV)
“હારુન અને તેના પુત્રોને પાપાર્થર્પણ વિષેના આ નિયમો કહે: પાપાર્થાર્પણનું પશુ યહોવા સમક્ષ જયાં દહનાર્પણના પશુને વધેરવામાં આવે છે, ત્યાં વધેરવું એ અત્યંત પવિત્ર છે.
Leviticus 6 : 26 (GUV)
વિધિ કરનાર યાજકે એ મુલાકાત મંડપના ચોકમાં પવિત્રસ્થાને જમવું.
Leviticus 6 : 27 (GUV)
જે કાંઈ એને અડે તે પવિત્ર ગણાય. “જો એના લોહીના છાંટા કોઈ કપડાં પર પડયા હોય તો તે પવિત્રસ્થાને ધોઈ નાખવાં.
Leviticus 6 : 28 (GUV)
માંટીનાં જે વાસણમાં માંસને ઉકાળ્યું હોય તેને ભાંગી નાખવું અથવા જો કાંસાનું વાસણ વાપર્યુ હોય તો તેને ઘસીને ચકચકિત કરવું અને વીછળી નાખીને બરાબર ધોઈ નાખવું.
Leviticus 6 : 29 (GUV)
યાજકના પરિવારનો કોઈ પણ માંણસ આ પાપાર્થાર્પણમાંથી જમી શકે, કારણ કે તે અત્યંત પવિત્ર અર્પણ છે.
Leviticus 6 : 30 (GUV)
પરંતુ જો પાપાર્થાર્પણનું લોહી મુલાકાત મંડપમાં લાવીને પાપાર્થાર્પણમાં વપરાયું હોય તો પાપાર્થાર્પણ યાજકોએ ખાવો નહિ. અને અગ્નિમાં પૂરેપૂરો હોમી દેવો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30