લેવીય 4 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 4 : 2 (GUV)
“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેઓમાંના કોઈ વિષે કોઈ જન અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે [તે વિષે આ નિયમ છે]:
લેવીય 4 : 3 (GUV)
જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.
લેવીય 4 : 4 (GUV)
અને તે તે વાછરડાને મુલાકાતમંડપના દ્વાર પાસે યહોવાની સમક્ષ લાવે; અને વાછરડાનાં માથા પર તે પોતાનો હાથ મૂકે, ને યહોવાની સમક્ષ તે વાછરડાને કાપે.
લેવીય 4 : 5 (GUV)
અને તે અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.
લેવીય 4 : 6 (GUV)
અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની સમક્ષ પવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.
લેવીય 4 : 7 (GUV)
અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.
લેવીય 4 : 8 (GUV)
અને પાપાર્થાર્પણના વાછરડાની બધી ચરબી તે તેમાંથી કાઢી લે. આંતરડાંની આસપાસની ચરબી, ને આંતરડા પરની બધી ચરબી,
લેવીય 4 : 9 (GUV)
ને બન્‍ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે, ને કલેજા પરનું ચરબીનું પડ ગુરદા સહિત તે કાઢી લે.
લેવીય 4 : 10 (GUV)
જેમ તે શાંત્યર્પણના યજ્ઞના વાછરડામાંથી કાઢી લેવાય છે તેમ; અને યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે.
લેવીય 4 : 11 (GUV)
અને વાછરડાનું ચામડું તથા તેનું સર્વ માંસ, તથા તેનું માથું તથા તેના પગ તથા તેનાં આંતરડાં તથા તેનું છાણ,
લેવીય 4 : 12 (GUV)
એટલે, બળદનું આંખું ખોળિયું છાવણી બહાર કોઇ સ્વચ્છ જગાએ જ્યાં રાખ ઠાલવી નંખાય છે ત્યાં તે લઈ જાય, ને ત્યાં લાકડાં સળગાવીને તેને બાળી નાખે; જયાં રાખ ઠાલવી નંખાય છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
લેવીય 4 : 13 (GUV)
અને જો સમગ્ર ઇઝરાયલી પ્રજા પાપ કરે, ને તે વાત મંડળીની નજરથી ગુપ્ત રહેલી હોય, ને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય;
લેવીય 4 : 14 (GUV)
તો જે પાપ તેઓએ કર્યું હોય તેની જાણ પડે ત્યારે મંડળી પાપાર્થાર્પણને માટે એક જુવાન વાછરડો ચઢાવે, ને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
લેવીય 4 : 15 (GUV)
અને પ્રજાના વડીલો યહોવાની આગળ તે વાછરડાના માથા પર પોતાના હાથ મૂકે; અને યહોવાની આગળ સમક્ષ તે વાછરડો કપાય.
લેવીય 4 : 16 (GUV)
અને અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંનું લઈને મુલાકાતમંડપમાં આવે;
લેવીય 4 : 17 (GUV)
અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાની સમક્ષ પડદાની સામે તે સાત વાર છાંટે.
લેવીય 4 : 18 (GUV)
અને જે વેદી યહોવાની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેનાં શિંગ પર તે રક્તમાંથી તે લગાડે, ને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં એ બધું રક્ત ઢોળી દે.
લેવીય 4 : 19 (GUV)
અને તેમાંથી તેની બધી ચરબી કાઢી લઈને વેદી પર તે તેનું દહન કરે.
લેવીય 4 : 20 (GUV)
એ વાછરડાને તે એ પ્રમાણે કરે; જેમ તેણે પાપાર્થાર્પણના વાછરડાનું કર્યું તેમ તે એનું પણ કરે. અને યાજક તેઓને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને ક્ષમા કરવામાં આવશે.
લેવીય 4 : 21 (GUV)
અને તે વાછરડાને છાવણીની બહાર લઈ જાય, ને જેમ પહેલા વાછરડાને તેણે બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
લેવીય 4 : 22 (GUV)
જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ અજાણે કરીને દોષિત થાય,
લેવીય 4 : 23 (GUV)
ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગરના નરનું અર્પણ લાવે.
લેવીય 4 : 24 (GUV)
અને બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકે, ને જ્યાં યહોવાની સમક્ષ દહનીયાર્પણ કપાય છે તે જગાએ તેને કાંપે; તે પાપાર્થાર્પણ છે.
લેવીય 4 : 25 (GUV)
અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લે, ને યજ્ઞ વેદીમાં શિંગ પર તે લગાડે, ને યજ્ઞ વેદીના થડમાં તેનું રક્ત ઢોળી દે.
લેવીય 4 : 26 (GUV)
અને શાંત્યર્પણના યજ્ઞની ચરબીની પેઠે તેની બધી ચરબીનું વેદી પર દહન કરે. અને તેનાં પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
લેવીય 4 : 27 (GUV)
અને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને કોઈ સાધારણ માણસ જાણે પાપ કરે, ને દોષમાં પડે,
લેવીય 4 : 28 (GUV)
ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે. તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.
લેવીય 4 : 29 (GUV)
અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને દહનીયાર્પણની જગામાં પાપાર્થાર્પણ કાપે.
લેવીય 4 : 30 (GUV)
અને યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિગ પર તે લગાડે, ને તેનું બધું રક્ત વેદીના થડમાં ઢોળી દે.
લેવીય 4 : 31 (GUV)
અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
લેવીય 4 : 32 (GUV)
અને જો તે પાપાર્થર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.
લેવીય 4 : 33 (GUV)
અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને જ્યાં દહનીયાર્પણ કપાય છે તે જગાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.
લેવીય 4 : 34 (GUV)
અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને યજ્ઞ વેદીનાં શિંગ પર તે લગાડે; ને તેનું બધું રક્ત વેદીના થડમાં ઢોળી દે.
લેવીય 4 : 35 (GUV)
અને જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવાના હોમયજ્ઞની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહણ કરે, એ જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: