લેવીય 2 : 1 (GUV)
અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.
લેવીય 2 : 2 (GUV)
અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.
લેવીય 2 : 3 (GUV)
અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.
લેવીય 2 : 4 (GUV)
અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.
લેવીય 2 : 5 (GUV)
અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય.
લેવીય 2 : 6 (GUV)
તારે તેને ભાંગવું, ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું; તે ખાદ્યાર્પણ છે.
લેવીય 2 : 7 (GUV)
અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું.
લેવીય 2 : 8 (GUV)
અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે.
લેવીય 2 : 9 (GUV)
અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢી લઈને વેદી પર તેનું દહન કરે; તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
લેવીય 2 : 10 (GUV)
અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.
લેવીય 2 : 11 (GUV)
જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય; કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.
લેવીય 2 : 12 (GUV)
પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.
લેવીય 2 : 13 (GUV)
અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું.
લેવીય 2 : 14 (GUV)
અને જો તું યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવે, તો તારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તારે ચઢાવવો.
લેવીય 2 : 15 (GUV)
અને તે પર તારે તેલ રેડવું, ને તે પર તારે તેલ રેડવું, ને તે પર લોબાન મૂકવો; તે ખાદ્યાર્પણ છે.
લેવીય 2 : 16 (GUV)
અને યાજક યાદગીરીને માટે તે પોંકમાંથી થોડો પોંક તથા તે તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને તેઓનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: