લેવીય 18 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 18 : 2 (GUV)
“ઇઝરાયલી લોકને એમ કહે કે, હું યહોવા તમારો ઈશ્વર છું.
લેવીય 18 : 3 (GUV)
મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.
લેવીય 18 : 4 (GUV)
મારા હુકમો અમલમાં લાવો, ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.
લેવીય 18 : 5 (GUV)
માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું.
લેવીય 18 : 6 (GUV)
તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું.
લેવીય 18 : 7 (GUV)
તારા પિતાની એટલે તારી માની આબરૂ ન લે, એ તારી મા છે; તું તેની આબરૂ ન લે.
લેવીય 18 : 8 (GUV)
તારા પિતાની પત્નીની આબરૂ તું ન લે, તે તારા પિતાની આબરૂ છે.
લેવીય 18 : 9 (GUV)
તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય.
લેવીય 18 : 10 (GUV)
તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે.
લેવીય 18 : 11 (GUV)
તારા પિતાની પત્નીની દીકરી એટલે તારા પિતાના પેટની દીકરી, એ તારી બહેન છે, તેની આબરૂ તું ન લે.
લેવીય 18 : 12 (GUV)
તારા પિતાની બહેનની આબરૂ તું ન લે, તે તો તારા પિતાની નજીકની સગી છે.
લેવીય 18 : 13 (GUV)
તારી માની બહેનની આબરૂ તું ન લે, કેમ કે તે તારી માની નજીકની સગી છે.
લેવીય 18 : 14 (GUV)
તાર કાકાની સ્‍ત્રીની આબરૂ લેવા તેની પાસે ન જા, એ તો તારી કાકી છે.
લેવીય 18 : 15 (GUV)
તારી પુત્રવધુની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે.
લેવીય 18 : 16 (GUV)
તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે.
લેવીય 18 : 17 (GUV)
કોઈ સ્‍ત્રી તથા તેની દીકરી એ બન્‍નેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે. એ તો દુષ્ટતા છે.
લેવીય 18 : 18 (GUV)
એક સ્‍ત્રીના જીવતાં તેની બહેનને તેની શોકય તરીકે પરણીને તેની આબરૂ ન લે.
લેવીય 18 : 19 (GUV)
અને જ્યાં સુધી કોઈ સ્‍ત્રી ઋતુના કારણથી અગલ રહેલી હોય, ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ ન લે.
લેવીય 18 : 20 (GUV)
અને તારા પડોશીની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ.
લેવીય 18 : 21 (GUV)
તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.
લેવીય 18 : 22 (GUV)
સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે.
લેવીય 18 : 23 (GUV)
અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને તું પોતાને અશુદ્ધ ન કર, કોઈ સ્‍ત્રી પણ જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, તે વિપરીત કર્મ છે.
લેવીય 18 : 24 (GUV)
એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો; કેમ કે જે દેશજાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું, તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે,
લેવીય 18 : 25 (GUV)
અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે.
લેવીય 18 : 26 (GUV)
માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ;
લેવીય 18 : 27 (GUV)
(કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના [વતની] હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.)
લેવીય 18 : 28 (GUV)
રખેને એવું થાય કે, તમે દેશને અશુદ્ધ કરો, ને તેથી જેમ તમારી પહેલાંની પ્રજાને તેણે ઓકી કાઢી, તેમ તે તમને પણ ઓકી કાઢે.
લેવીય 18 : 29 (GUV)
કેમ કે જે કોઈ એમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા, જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે.
લેવીય 18 : 30 (GUV)
એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: