લેવીય 13 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
લેવીય 13 : 2 (GUV)
“જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદું કે ચળકતું ચાઠું થાય, ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય, તો તેને હારુન યાજકની પાસે કે તેના જે યાજકપુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવવો:
લેવીય 13 : 3 (GUV)
અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.
લેવીય 13 : 4 (GUV)
જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ઘોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે.
લેવીય 13 : 5 (GUV)
અને સાતમે દિવસે યાજક તેને તપાસે; અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય, ને રોગ ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક બીજા સાત દિવસ સુધી તેને પૂરી રાખે.
લેવીય 13 : 6 (GUV)
અને યાજક તેને સાતમે દિવસે બીજીવાર તપાસે, અને જો, તે રોગ ઝાંખો પડયો હોય, ને તે ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદું ન સમજવું. અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈને શુદ્ધ થાય.
લેવીય 13 : 7 (GUV)
પણ જો શુદ્ધિકરણને માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી, ચાંદું ચામડીમાં પસરે, તો તે બીજી વાર પોતાને યાજકને બતાવે.
લેવીય 13 : 8 (GUV)
અને યાજક તેને તપાસે, ને જો રોગ ત્વચામાં પસર્યો હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢ છે.
લેવીય 13 : 9 (GUV)
જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય, તો તેને યાજકની આગળ લાવવો.
લેવીય 13 : 10 (GUV)
અને યાજક તેને તપાસે, ને જુઓ, ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય, ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય, ને ઢીંમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય,
લેવીય 13 : 11 (GUV)
તો એ તેના શરીરની ત્વચામાં જૂનો કોઢ છે, ને યાજક તેને અશુદ્ધ ઠરાવે; તે તેને પૂરી ન રાખે; કેમ કે તે અશુદ્ધ છે.
લેવીય 13 : 12 (GUV)
અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પસરે, ને જો રોગીના માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં સુધી, જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં આખી ત્વચામાં કોઢ પસરી ગયો હોય;
લેવીય 13 : 13 (GUV)
તો યાજક તેને તપાસી જુએ, અને જો, તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય, તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે; તે સઘળું ઘોળું થઈ ગયું છે; તે શુદ્ધ છે.
લેવીય 13 : 14 (GUV)
પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય, ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય.
લેવીય 13 : 15 (GUV)
અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે, એ દુખાતું માંસ અશુદ્ધ છે; તે તો કોઢ છે.
લેવીય 13 : 16 (GUV)
અથવા જો દેખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય, તો તે યાજક પાસે આવે,
લેવીય 13 : 17 (GUV)
ને યાજક તેને તપાસે; અને જો રોગ ધોળો થઈ ગયો હોયમ તો રોગને યાજક શુદ્ધ ઠરાવે; તે શુદ્ધ છે.
લેવીય 13 : 18 (GUV)
અને [જો કોઈના] શરીરનીઇ ત્વચામાં ગૂમડું થઈને તે મટી ગયું હોય,
લેવીય 13 : 19 (GUV)
ને ગૂમડાંની જગાએ ધોળું ઢીમું, કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદું દેખાતું હોય, તો તે યાજકને બતાવવું.
લેવીય 13 : 20 (GUV)
અને યાજક તેને તપાસે, ને જુઓ, તે ત્વચા કરતાં ઊડું જણાતું હોય, ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; તેને તો કોઢનો રોગ સમજવો, તે ગૂમડાંના ફાટી નીકળ્યો છે.
લેવીય 13 : 21 (GUV)
પણ જો યાજક એને તપાસે, ને જો તેમાં કોઈ ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ ઝાંખો હોય, તો યાજક તેને સાત દિવસ પૂરી રાખે.
લેવીય 13 : 22 (GUV)
અને જો તે ત્વચામાં પસરી જાય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો રોગ સમજવો.
લેવીય 13 : 23 (GUV)
પણ જો એ ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને પસરે નહિ, તો તે [આગલા] ગૂમડાનું ચાઠું છે; અને યાજક તેને શુદ્ધ ઠરાવે.
લેવીય 13 : 24 (GUV)
અથવા [કોઈના] શરીરની ત્વચામાં દાઝ્યાથી ડામ પડેલો હોય, ને જો ડામના દુખાતા [માંસ] માં રતાશવાળું, ધોળું કે ધોળું ચળકતું ચાંદું પડે;
લેવીય 13 : 25 (GUV)
તો યાજક તેને તપાસે; અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય, ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય, તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો. અને યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.
લેવીય 13 : 26 (GUV)
પણ જો યાજક તેને તપાસે ને જુઓ, તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડું ન હોય, પણ ઝાંખું દેખાતું હોય, તો યાજક તેને સાત દિવસ સુધી પૂરી રાખે.
લેવીય 13 : 27 (GUV)
અને સાતમે દિવસે યાજક તેને તપાસે, અને જો તે ત્વચામાં પસરતું જણાતું હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.
લેવીય 13 : 28 (GUV)
અને જો ચળકતું ચાંદું તે ને તે જ જગાએ રહે, ને ત્વચામાં પસર્યું ન હોય, પણ ઝાંખું થઈ ગયું હોય, તો તેને દાઝયાનું ઢીમું સમજવું, ને યાજક તેને શુદ્ધ ઠરાવે; કેમ કે તે દાઝયાનું ચાઠું છે.
લેવીય 13 : 29 (GUV)
અને જો કોઈ પુરુષ કે સ્‍ત્રીને માથે કે દાઢીએ રોગ હોય,
લેવીય 13 : 30 (GUV)
તો યાજક તે રોગ તપાસે, અને જો તે ત્વચા કરતાં ઊંડો દેખાતો હોય, ને તે ઉપર પીળા બારીક વાળ હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એને ઉંદરી, એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજવો.
લેવીય 13 : 31 (GUV)
અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે, ને જો, તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય, ને તેમાં કાળા વાળ ન હોય, તો યાજક ઉંદરીવાળા દરદીને સાત દિવસ સુધી પૂરી રાખે.
લેવીય 13 : 32 (GUV)
અને સાતમે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો, તે ઉંદરી પસરી ન હોય, ને તેમાં પીળા વાળ ન હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય,
લેવીય 13 : 33 (GUV)
તો તેને મૂંડાવવો, પણ ઉંદરી [વાળી જગા] તે ન મૂંડાવે. અને યાજક તે ઉંદરીવાળાને બીજા સાત દિવસ સુધી પૂરી રાખે.
લેવીય 13 : 34 (GUV)
અને સાતમે દિવસે યાજક તે ઉંદરીને તપાસે. અને જો, તે ઉંદરી ત્વચામાં પસરી ન હોય, ને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય, તો યાજક તેને શુદ્ધ ઠરાવે; અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈને શુદ્ધ થાય.
લેવીય 13 : 35 (GUV)
પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પસરે,
લેવીય 13 : 36 (GUV)
તો ઉંદરી ત્વચામાં પસરેલી હોય, તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે; એ તો અશુદ્ધ જન છે.
લેવીય 13 : 37 (GUV)
પણ જો ઉંદરી તેને ત્યાં ને ત્યાં જ રહેલી દેખાય, ને તેમાં કાળા વાળ ઊગ્યા હોય, તો ઉંદરી મટી ગિઇ [સમજવી], તે જન શુદ્ધ છે. અને યાજક તેને શુદ્ધ ઠરાવે.
લેવીય 13 : 38 (GUV)
અને જો કોઈ પુરુષ કે સ્‍ત્રીના શરીરની ત્વચામાં ચળકતાં ચાંદાં, એટલે ઘોળાં ચળકતાં ચાંદાં હોય,
લેવીય 13 : 39 (GUV)
તો યાજક તપાસ કરે. અને જો, તેઓના શરીરની ત્વચામાંનાં ચળકતાં ટપકાં ફિકકાં રંગનાં હોય, તો તે કરોળિયા સમજવા. તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે; તે જન શુદ્ધ છે.
લેવીય 13 : 40 (GUV)
અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય, તો તે ટાલિયો છે; તે શુદ્ધ છે.
લેવીય 13 : 41 (GUV)
અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડયા હોય, તો તે કપાળટાલિયો છે; તે શુદ્ધ છે.
લેવીય 13 : 42 (GUV)
પણ જો ટાલિયા માથામાં કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં રતાશવાળો ધોળો રોગ હોય; તો તેના ટાલિયા માથામાં, કે ટાલિયા કપાળમાં કોઢ નીકળે છે [એમ જાણવું].
લેવીય 13 : 43 (GUV)
[એમ હોય] તો યાજક તેને તપાસે; અને જો, તેના ટાલિયા માથામાંનું કે ટાલિયા કપાળમાંનું રોગનું ઢીમું રતાશવાળું ધોળું હોય, એટલે શરીરની ત્વચામાં કોઢ જેવું દેખાતું હોય,
લેવીય 13 : 44 (GUV)
તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચે અશુદ્ધ ઠરાવે; તેના માથામાં રોગ છે.
લેવીય 13 : 45 (GUV)
અને કોઢના દરદીનાં વસ્‍ત્ર ફાડી નંખાય, ને તે ઉઘાડે માથે ફરે, ને તે પોતાના ઉપલા હોઠ પર મૂમતી બાંધે, ને એવી બૂમ પાડે કે, ‘અશુદ્ધ, અશુદ્ધ’.
લેવીય 13 : 46 (GUV)
જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય. તે અશુદ્ધ છે; તે એકલો રહે; છાવણી બહાર તેનું રહેઠાણ થાય.
લેવીય 13 : 47 (GUV)
અને જે વસ્‍ત્ર કોઢના રોગના ચેપવાળું હોય, પછી તે વસ્‍ત્ર ઊનનું હોય કે શણનું હોય,
લેવીય 13 : 48 (GUV)
તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય,
લેવીય 13 : 49 (GUV)
અને તે વસ્‍ત્રમાં, અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં, અથવા ચામડાની બનેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય; તો તેને કોઢનો રોગ સમજવો, ને યાજકને તે બતાવવો.
લેવીય 13 : 50 (GUV)
અને યાજક તે રોગ તપાસે, ને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
લેવીય 13 : 51 (GUV)
અને તે રોગને સાતમે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્‍ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કોઢ સમજવો; તે અશુદ્ધ છે.
લેવીય 13 : 52 (GUV)
અને તે રોગવાળા વસ્‍ત્રને તે બાળી નાખે, પછી તે [ચેપ] તાણાને કે વાણાને, શણના [લૂંગડા] ને કે ઊનનાને, કે ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ; કેમ કે તે કોહવાડતો કોઢ છે; તેને આગમાં બાળી નાખવું.
લેવીય 13 : 53 (GUV)
અને જો યાજક તપાસે, ને તે વસ્‍ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પસર્યો ન હોય,
લેવીય 13 : 54 (GUV)
તો યાજક એવી આજ્ઞા કરે કે, તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે, ને બીજા સાત દિવસ સુધી તે તેને બંધ કરી રાખે.
લેવીય 13 : 55 (GUV)
અને ધોયા પછી યાજક તે રોગ તપાસે. અને તે રોગ પસર્યો ન હોય, પણ તે રોગનો રંગ બદલાયો ન હોય, તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. ચાંદું અંદર હોય, કે બહાર હોય, પણ તે કોહવાડતો [કોઢ] છે.
લેવીય 13 : 56 (GUV)
અને જો યાજક તપાસે, ને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય, તો તે વસ્‍ત્રમાંથી કે ચામડામાંથી, કે તાણામાંથી કે વાણામાંથી તે ફાડીને કાઢી નાખે.
લેવીય 13 : 57 (GUV)
અને જો તે હજી પણ તે વસ્‍ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં, અથવા ચામડાની કોઈપણ વસ્‍તુમાં દેખાય, તો તે પસરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી.
લેવીય 13 : 58 (GUV)
અને જે વસ્‍ત્ર, એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધૂએ, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય, તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે.
લેવીય 13 : 59 (GUV)
ઊનના કે શણના વસ્‍ત્રના તાણામાંના કે વાણામાંના, કે ચામડાની કોઈપણ વસ્‍તુમાંના રોગની બાબતમાં, શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિષેનો નિયમ એ છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59

BG:

Opacity:

Color:


Size:


Font: