હોશિયા 6 : 1 (GUV)
[તેઓ કહેશે કે,] ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.
હોશિયા 6 : 2 (GUV)
બે દિવસ પછી તે આપણને સચેત કરશે. ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે, ને આપણે તેમની આગળ જીવીશું.
હોશિયા 6 : 3 (GUV)
આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.
હોશિયા 6 : 4 (GUV)
હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.
હોશિયા 6 : 5 (GUV)
એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
હોશિયા 6 : 6 (GUV)
કેમ કે હું ભલાઈ ચાહું છું, ને યજ્ઞાર્પણ નહિ; અને દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું જ્ઞાન ચાહું છું.
હોશિયા 6 : 7 (GUV)
પણ તેઓએ આદમની જેમ કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં તેઓએ મારી વિરુદ્ધ કપટ કર્યું છે.
હોશિયા 6 : 8 (GUV)
ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે તેને રક્તના ડાઘ લાગ્યા છે.
હોશિયા 6 : 9 (GUV)
જેમ લૂંટારાનાં ટોળાં કોઈ માણસની રાહ જોઈને [છુપાઈ] રહે છે, તેમ યાજકમંડળ શખેમ તરફના રસ્તામાં ખૂન કરે છે; હા, તેઓએ લંપટપણું કર્યું છે.
હોશિયા 6 : 10 (GUV)
ઇઝરાયલ લોકોમાં મેં કમકમાટ ઉપજાવે એવી એક બાબત જોઈ છે. અયાં એફ્રાઈમમાં વ્યભિચાર [માલૂમ પડ્યો] છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
હોશિયા 6 : 11 (GUV)
વળી, હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારે માટે કાપણી ઠરાવેલી છે.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: