એઝેકીએલ 48 : 1 (GUV)
“હવે કુળોનાં નામ નીચે પ્રમાણે છે: ઉત્તર છેડાથી તે હેથ્લોનના માર્ગની બાજુએ હમાથના નાકા સુધી, ને ત્યાંથી દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી, ને ઉત્તરે છેક હમાથની પડોશ સુધી; [આ પ્રમાણે] તેઓની પૂર્વ પશ્ચિમ સરહદ થશે; એ એક ભાગ દાનનો
એઝેકીએલ 48 : 2 (GUV)
દાનની સરહદની પડોશમાં પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ આશેરનો.
એઝેકીએલ 48 : 3 (GUV)
આશેરની સરહદને અડીને પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો.
એઝેકીએલ 48 : 4 (GUV)
નફતાલીની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ મનાશ્શાનો.
એઝેકીએલ 48 : 5 (GUV)
મનાશ્શાની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ એફ્રાઈમનો.
એઝેકીએલ 48 : 6 (GUV)
એફ્રાઈમની સરહદને અડીને પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ રુબેનનો.
એઝેકીએલ 48 : 7 (GUV)
રુબેનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ યહૂદાનો.
એઝેકીએલ 48 : 8 (GUV)
યહૂદાની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધી [ની ભૂમિનું] તો તમારે અર્પણ કરવું, તેની પહોળાઈ પચીસ હજાર [દંડ] હોય, ને તે લંબાઈમાં, પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધી, [ઉપલા] ભાગોમાંના એકના જેટલી હોય; પવિત્રસ્થાન તેની મધ્યે આવે.
એઝેકીએલ 48 : 9 (GUV)
જેનું અર્પણ તમે યહોવાને કરો તે પચીસ હજાર [દંડ] લાંબી હોય, ને પહોળાઈમાં દશ હજાર [દંડ] હોય.
એઝેકીએલ 48 : 10 (GUV)
એ પવિત્ર અર્પણ તેઓને માટે, એટલે યાજકોને માટે થાય. તે [ભૂમિની લંબાઈ] ઉત્તર તરફ પચીસ હજાર, ને પશ્ચિમ તરફ તેની પહોળાઇ દશ હજાર, ને પૂર્વ તરફ પહોળાઈ દશ હજાર, ને દક્ષિણ તરફ લંબાઈ પચાસ હજાર [દંડ હોય]. યહોવાનું પવિત્રસ્થાન તેની મધ્યે આવે.
એઝેકીએલ 48 : 11 (GUV)
એ તો સાદોકના પુત્રોમાંના પવિત્ર થયેલા યાજકો કે જેઓ મારી દીક્ષા પાળતા આવ્યા છે, ને જેઓ ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને માટે થાય.
એઝેકીએલ 48 : 12 (GUV)
એ તો ભૂમિના અર્પણમાંથી તેમના હકનું પરમ-પવિત્ર અર્પણ, લેવીઓની સરહદને અડીને થાય.
એઝેકીએલ 48 : 13 (GUV)
લેવીઓને યાજકોની સીમના જેટલો ભાગ, એટલે પચીસ હજાર [દંડ] લાંબો તથા દશ હજાર પહોળો [ભાગ] મળે.. બધી લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ દશ હજાર [દંડ] હોય.
એઝેકીએલ 48 : 14 (GUV)
તેઓએ તે વેચવીસાટવી નહિ, તેમ જ તે ભૂમિનાં પ્રથમફળ બીજાને આપી દેવાં નહિ, કેમ કે તે યહોવાને અર્થે પવિત્ર છે.
એઝેકીએલ 48 : 15 (GUV)
વળી પચીસ હજારની આગળ જે પાંચ હજાર દંડ પહોળાઈ બાકી રહે છે તે સામાન્ય ઉપયોગને સારુ નગરને માટે, વસતિને માટે તથા પાદરોને માટે થાય અને નગર તેની મધ્યે આવે.
એઝેકીએલ 48 : 16 (GUV)
તેનાં માપ નીચે પ્રમાણે હોય:ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો, દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો, પૂર્વ બાજુ ચાર હજાર પાંચસો, ને પશ્ચિમ બાજુ ચાર હજાર પાંચસો.
એઝેકીએલ 48 : 17 (GUV)
વળી નગરને પાદરો [નીચે પ્રમાણે] હોય:ઉત્તર તરફ બસો પચાસ, દક્ષિણ તરફ બસો પચાસ, પૂર્વ તરફ બસો પચાસ ને પશ્ચિમ તરફ બસો પચાસ [દંડ] હોય.
એઝેકીએલ 48 : 18 (GUV)
લંબાઈમાંથી પવિત્ર અર્પણને અડીને જે બાકી રહે તે પૂર્વ તરફ દશ હજાર ને પશ્ચિમ તરફ દશ હજાર [દંડ] હોય. અને તે પવિત્ર અર્પણને અડીને હોય. તેની પેદાશ નગરના મજૂરોના ખોરાકને અર્થે થાય.
એઝેકીએલ 48 : 19 (GUV)
ઇઝરાયલનાં સર્વ કુળોમાંના જેઓ નગરમાં મજૂરી કરનારા હોય તેઓ તે ખેડે.
એઝેકીએલ 48 : 20 (GUV)
એ તમામ અર્પણની લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ પચીસ હજાર [દંડ] હોવી જોઈએ. જેમ નગરના તાબાની ભૂમિ તેમ જ એ પવિત્ર અર્પણ પણ તમારે સમચોરસ આપવું.
એઝેકીએલ 48 : 21 (GUV)
બાકીનું સરદારને માટે રહે, એટલે પવિત્ર અર્પણની તથા નગરના તાબાની ભૂમિની આ બાજુએ તથા પેલી બાજુએ, પચીસ હજારના અર્પણને મોખરે પૂર્વ સરહદ તરફ, ને પશ્ચિમ ભણી પચીસ હજારનાને મોખરે પશ્ચિમ સરહદ તરફ, ઉપલા હિસ્સાઓને અડીને [જે વાંટો તે] સરદારને માટે રહે; અને પવિત્ર અર્પણ તથા મંદિરનું પવિત્રસ્થાન તેની મધ્યે હોય.
એઝેકીએલ 48 : 22 (GUV)
વળી લેવીઓનો વાંટો તથા નગરનો વાંટો કે જેઓ સરદાર [ના વાંટા] ની મધ્યે છે તે [વાંટા] ઓમાંથી પણ સરદારને એ વાંટો યહૂદાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.
એઝેકીએલ 48 : 23 (GUV)
બાકીના કૂળો વિષે તો [નીચે પ્રમાણે]:પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] બિન્યામીનનો.
એઝેકીએલ 48 : 24 (GUV)
બિન્યામીનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] શિમયોનનો.
એઝેકીએલ 48 : 25 (GUV)
શિમયોનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] ઇસ્સાખારનો.
એઝેકીએલ 48 : 26 (GUV)
ઇસ્સાખારની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ ઝબુલોનનો.
એઝેકીએલ 48 : 27 (GUV)
ઝબુલોનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] ગાદનો.
એઝેકીએલ 48 : 28 (GUV)
ગાદની સરહદને અડીને દક્ષિણ બાજુએ દક્ષિણ તરફની સરહદ તામારથી તે મરીબાથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, છેક મહા સમુદ્ર સુધી હોય.
એઝેકીએલ 48 : 29 (GUV)
જે ભૂમિનો વારસો તમારે ઇઝરાયલના કુળોને ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપવાનો છે તે ઉપર પ્રમાણે છે, ને તેઓના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે, એમ પ્રભુ યહોવા કહે છે.
એઝેકીએલ 48 : 30 (GUV)
નગરનો વિસ્તાર નીચે પ્રમાણે છે: ઉત્તર બાજુનું માપ ચાર હજાર પાંચસો દંડનું;
એઝેકીએલ 48 : 31 (GUV)
નગરના દરવાજાનાં નામ ઇઝરાયલના કુળોના નામો પ્રમાણે રાખવાં; ઉત્તરે ત્રણ દરવાજા: એક રુબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો;
એઝેકીએલ 48 : 32 (GUV)
પૂર્વ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એટલે એક યૂસફનો દરવાજો, એક બિન્યામીનનો દરવાજો, અને એક દાનનો દરવાજો;
એઝેકીએલ 48 : 33 (GUV)
દક્ષિણ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એક શિમયોનનો દરવાજો, એક ઇસ્સાખારનો દરવાજો, અને એક ઝબુલોનનો દરવાજો;
એઝેકીએલ 48 : 34 (GUV)
પશ્ચિમ બાજુનું [માપ] ચાર હજાર પાચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા: એક ગાદનો દરવાજો, એક આશેરનો દરવાજો, અને એક નફતાલીનો દરવાજો;
એઝેકીએલ 48 : 35 (GUV)
તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: