એઝેકીએલ 44 : 1 (GUV)
ત્યાર પછી પવિત્રસ્થાનની બહારનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તેને માર્ગે તે મને પાછો લાવ્યો; અને તે બંધ હતો.
એઝેકીએલ 44 : 2 (GUV)
યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રહે, તે ઉઘાડવામાં ન આવે, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે; એ માટે તે બંધ રાખવામાં આવે.
એઝેકીએલ 44 : 3 (GUV)
સરદાર તો તેમાં યહોવાની હજૂરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે. તે દરવાજાની પરસાળને માર્ગે પ્રવેશ કરે, ને તે જ માર્ગે તે બહાર નીકળે.”
એઝેકીએલ 44 : 4 (GUV)
પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.
એઝેકીએલ 44 : 5 (GUV)
ત્યારે યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તેને યહોવાન મંદિરના સર્વ વિધિઓ વિષે તથા સર્વ નિયમો વિષે જે કહું તે સર્વ બરાબર ધ્યાનમાં લે, ને નજરોનજર જો, ને કાનોકાન સાંભળ; અને મંદિરમાં પ્રવેશ કરવાનો તથા પવિત્રસ્થાનમાંથી બહાર નીકળવાની દરેક માર્ગે બરાબર ધ્યાનમાં રાખ.
એઝેકીએલ 44 : 6 (GUV)
ત્યારે બંડખોરોને એટલે ઇઝરાયલના વંશજોને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં આ જે કર્મ તમે કર્યું છે તો તે હવે તમે બંધ કરો તો ઠીક.
એઝેકીએલ 44 : 7 (GUV)
તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]
એઝેકીએલ 44 : 8 (GUV)
વળી તમે મારી પવિત્ર વસ્તુઓ વિષેની દીક્ષા પાળી નથી; પણ મારા પવિત્રસ્થાનમાં તમારે બદલે બીજાઓને મારી દીક્ષાનો તમલ કરવા માટે રાખ્યા છે.
એઝેકીએલ 44 : 9 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલી લોકોમાં જે પારકાઓ છે તેઓમાંનો કોઈ પણ મને તથા શરીરે બેસુન્‍નત છતાં, મારા પવિત્રસ્થાનમાં ન પેસે.
એઝેકીએલ 44 : 10 (GUV)
પણ ઇઝરાયલીઓ જેઓ મારાથી ભટકી જઈને પોતાની મૂર્તિઓના ઉપાસક થયા, તેઓ મારાથી ભટકી ગયા તે સમયે જે લેવીઓ મારાથી દૂર જતા રહ્યા તેઓનું દુષ્કર્મ તેઓને માથે રહેશે.
એઝેકીએલ 44 : 11 (GUV)
તોપણ તેઓ મંદિરના દરવાજાઓ આગળ દેખરેખ રાખે, ને મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, ને મંદિરમાં સેવાનું કામ કરે. તેઓ લોકોને માટે દહનિયાર્પણ તથા બલિદાન કાપે, ને તેમની સેવા બજાવવાને તેઓ તેમની આગળ ખડા રહે.
એઝેકીએલ 44 : 12 (GUV)
તેઓએ તેમની મૂર્તિઓ આગળ તેમની સેવા બજાવી હતી, ને ઇઝરાયલ લોકોની પ્રત્યે અનીતિની ઠેસરૂપ થયા હતા; તે માટે પ્રભુ યહોવા કહે છે કે, મેં તેઓની વિરુદ્ધ સમ ખાધા છે, ને તેમની દુષ્ટતા તેમને માથે આવશે.
એઝેકીએલ 44 : 13 (GUV)
મારા પ્રત્યે યાજકપદ બજાવવા તથા મારી કોઈ પણ પવિત્ર વસ્તુની પાસે, પરમપવિત્રવસ્તુઓની પાસે આવવા તેઓ મારી હજૂરમાં ન આવે. પણ તેઓ પોતાની લજ્જા તથા પોતાના ધિક્કારપત્ર કૃત્યોનું ફળ ભોગવે.
એઝેકીએલ 44 : 14 (GUV)
તોપણ હું તેઓને મંદિરની સર્વ સેવા વિષે તથા તેમાં જે કંઈ કરવામાં આવે તે વિષે મંદિરનું કામ સાચવનારા કરીશ.
એઝેકીએલ 44 : 15 (GUV)
‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.
એઝેકીએલ 44 : 16 (GUV)
તેઓ મારા પવિત્રસ્થાનમાં પેસે, ને મારી સેવા કરવાને તેઓ મારી મેજ પાસે આવે, ને તેઓને સોંપેલી મારી સેવા બજાવે.
એઝેકીએલ 44 : 17 (GUV)
તેઓ શણનાં વસ્ત્ર પહેરિને અંદરના ચોકના દરવાજાઓમાં થઈને અંદર પ્રવેશ કરે. અને અંદરના ચોકના દરવાજાઓમાં તથા અંદર સેવા કરતી વખતે તેમના અંગ પર બિલકુલ ઊનના વસ્ત્ર ન હોય.
એઝેકીએલ 44 : 18 (GUV)
તેઓએ માથે શણનાં ફાળિયાં બાધેલાં હોય, ને કમરે શણની ઈજારો પહેરેલી હોય; અને પરસેવો થાય એવું કંઈ પણ અંગે વીંટાળેલું ન હોય.
એઝેકીએલ 44 : 19 (GUV)
તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકોની પાસે જતાં સમયે, તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકીને બીજાં વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવન થઈ ન જાય.
એઝેકીએલ 44 : 20 (GUV)
વળી તેઓ પોતાના માથાં ન મુંડાવે, ને પોતાની લટોને વધવા ન દે; માત્ર તેઓ પોતાના માથાના વાળ કપાવે.
એઝેકીએલ 44 : 21 (GUV)
વળી કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને અંદરના આંગણામાં ન પેસે.
એઝેકીએલ 44 : 22 (GUV)
તેઓ વિધવાઓને કે કાઢી મુકાયેલી સ્ત્રીઓને ને પરણે; પણ તેઓ ઇઝરાયલ લોકોના સંતાનની કુમારિકાઓ સાથે અથવા યાજકોની વિધવાઓમાંની વિધવા સાથે લગ્ન કરે.
એઝેકીએલ 44 : 23 (GUV)
તેઓ મારા લોકોને પવિત્ર તથા સાધારણ એમની વચ્ચેનો ભેદ શીખવે, ને શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવે.
એઝેકીએલ 44 : 24 (GUV)
વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.
એઝેકીએલ 44 : 25 (GUV)
તેઓ કોઈ પણ મુડદાની નજીક જઈને પોતાને ન અભડાવે, પણ પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ કે પતિ વગરની બહેનને માટે અભડાવાની તેઓને છૂટ છે.
એઝેકીએલ 44 : 26 (GUV)
શુદ્ધ થયા પછી, તે સાત દિવસ અલગ રહે.
એઝેકીએલ 44 : 27 (GUV)
[તે પછી જે દિવસે] તે પવિત્રસ્થાનમાં સેવા કરવા માટે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં જાય તે દિવસે તે પોતાનું પાપાર્થાર્પણ ચઢાવે, એમ પ્રભુ યહોવા કહે છે.
એઝેકીએલ 44 : 28 (GUV)
તઓને એક વારસો મળશે; હું તેઓનો વારસો છું; અને તમારે તેઓને ઇઝરાયલમાં કંઇ વતન આપવું નહિ; હું તેઓનું વતન છું.
એઝેકીએલ 44 : 29 (GUV)
તેઓ ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ ખાય. અને ઇઝરાયલ [લોકો] માં દરેક સમર્પિત વસ્તુ તેમને મળે.
એઝેકીએલ 44 : 30 (GUV)
સર્વ વસ્તુઓનાં પ્રથમ ફળોમાંનું સહુંથી શ્રેષ્ઠ તથા દરેક વસ્તુનું અર્પણ, તમારા સર્વ અર્પણોમાંથી, યાજકોના જ ખપમાં આવે. તમારા લોટના લોંદાનો પણ પ્રથમ ભાગ તમારે યાજકને આપવો, એ માટે કે તારા ઘર પર આશીર્વાદ રહે.
એઝેકીએલ 44 : 31 (GUV)
એમ ને એમ મરી ગયેલું કે ફાડી નાખેલું પક્ષી કે પશુ યાજક ન ખાય.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: