એઝેકીએલ 4 : 1 (GUV)
વળી, હે મુષ્યપુત્ર, તું એક ઈંટ લઈને તારી આગળ મૂક, ને તેના પર એક નગરનું, એટકે જે યરુશાલેમનું, ચિત્ર દોર;
એઝેકીએલ 4 : 2 (GUV)
અને ચિત્રમાં તેની વિરુદ્ધ ઘેરો નાખ, ને તેની સમે કિલ્લા બાંધ, ને તેની સામે મોરચા ઉઠાવ; તેની સામે છાવણીઓ પણ નાખ, ને તેની સામે ચારે તરફ કોટ તોડવાનાં યંત્રો ઊભા કર.
એઝેકીએલ 4 : 3 (GUV)
વળી તું લોઢનો એક તવો લે, ને તેને તારી તથા નગરની વચ્ચે લોઢાના કોટ તરીકે મૂક. અને તું તારું મો તેની તરફ રાખ, એટલે જાણે કે તેણે ઘેરો નાખવામાં આવશે, ને તું તેની સામે ઘેરો નાખશે, એ ઈઝરાયલ પ્રજાને માટે ચિહ્‍નરૂપ થશે.
એઝેકીએલ 4 : 4 (GUV)
વળી તું તારાં ડાબા પાસા પર સૂઈ જા, ને ઈઝરાયલ પ્રજાની દુષ્ટતા ડાબા પાસા પર મૂક તે પાસા પર તું સૂઈ રહેશે તેટલા દિવસ તારે તેઓની દુષ્ટતાનો બોજ સહન કરવો પડશે.
એઝેકીએલ 4 : 5 (GUV)
કેમ કે મેં ઠરાવ્યુ છે કે તેમની દુષ્ટતાના જેટલાં વરસો તેટલા દિવસો સુધી, એટલે ત્રણસો ને નેવું દિવસ સુધી તારે ઇઝરાયલ પ્રજાની દુષ્ટતાનો બોજ સહન કરવો.
એઝેકીએલ 4 : 6 (GUV)
એ દિવસો પૂરા કર્યા પછી તારે ફરી પાછા જમણા પાસા પર સૂઈ જઈને યહૂદાના કૂળની દુષ્ટતાનો બોજ ઊંચકવો; દર વરસને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તે [પ્રમાણે કરવાનું] મેં તને ઠરાવી આપ્યું છે.
એઝેકીએલ 4 : 7 (GUV)
તારો હાથ ઉઘાડો રાખીને તારે યરુશાલેમના ઘેરા તરફ પોતાનું મોં રાખવું; અને તારે યરુશાલેમની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
એઝેકીએલ 4 : 8 (GUV)
વળી, જો હું તને રસીથી બાંધુ છું, ને તારા ઘેરાના દિવસ તું પૂરા કરે ત્યાં સુધી તારે પાસું ફેરવવું નહિ.
એઝેકીએલ 4 : 9 (GUV)
વળી તું તારે પોતાને માટે ઘઉં, જવ, વટાણા, ચોખા, બાજરી તથા મઠ લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. તું તારા પાસા પર સૂઈ રહે તેટલા દિવસ, એટલે કે ત્રણસો ને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
એઝેકીએલ 4 : 10 (GUV)
તારો એ ખોરાક તારે તોળીને ખાવો, એટલે દરરોજ વીસ તોલા લેખે ખાવો; નિયમિત સમયે તારે ખાવું.
એઝેકીએલ 4 : 11 (GUV)
પાણી પર તારે માપીને એટલે એક હિનના છઠ્ઠા ભાગ (એટલે અઢી શેર) જેટલું પીવું. નિયમિત સમયે તારે પીવું.
એઝેકીએલ 4 : 12 (GUV)
તારે તે જવની રોટલીઓની માફક ખાવું, ને તેઓના દેખતાં તારે મનુષ્યવિષ્ટાથી તે શેકવું.”
એઝેકીએલ 4 : 13 (GUV)
વળી યહોવાએ કહ્યું, “જે પ્રજાઓમાં હું તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલીઓ એવી જ રીતે અશુદ્ધ થયેલું અન્‍ન ખાશે.”
એઝેકીએલ 4 : 14 (GUV)
ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”
એઝેકીએલ 4 : 15 (GUV)
ત્યારે પ્રભુએ મને કહ્યું, “જો, મેં તને વિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે, તારે તારી રોટલી તે પર તૈયાર કરવી.”
એઝેકીએલ 4 : 16 (GUV)
વળી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જો હું યરુશાલેમમાંથી આજીવિકાવૃક્ષનું ખંડન કરીશ, અને લોક તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે. તેઓ માપીને તથા બીતાં બીતાં પાણી પીશે.
એઝેકીએલ 4 : 17 (GUV)
જેથી તેઓને રોટલી તથા પાણીનો કાળ પડે, ને તેઓ ભયભીત થઈને એકબીજા સામે જુએ, ને પોતાના પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: