એઝેકીએલ 32 : 1 (GUV)
બારમાં વર્ષના બારમા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,
એઝેકીએલ 32 : 2 (GUV)
“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમાં આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તેં તારી નદીઓમાં ઘસારો કર્યો છે, ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે.
એઝેકીએલ 32 : 3 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે, હું ઘણી પ્રજાઓના સમૂહરૂપી મારી જાળ તારા પર પ્રસારીશ. અને તેઓ તને મારી જાળમાં [પકડી] બહાર ખેંચી લાવશે.
એઝેકીએલ 32 : 4 (GUV)
હું તેને જમીન પર પડ્યો મૂકીશ. હું તેન ખુલ્લા મેદાનમાં ફેંકી દઈશ, ને સર્વ ખેચર પક્ષીઓને તારા પર બેસાડીશ, ને હું આખી પૃથ્વીનાં પશુઓને તારાથી તૃપ્ત કરીશ.
એઝેકીએલ 32 : 5 (GUV)
હું તારું માસ પર્વતો પર નાખીશ, ને તારા જંગી કદથી ખીણોને ભરીશ,
એઝેકીએલ 32 : 6 (GUV)
વળી જેમાં તું તરે છે તે ભૂમિને છેક પર્વતિ સુધી હું તારા રક્તથી તરબોળ કરીશ; અને નાળાં તારા રક્તથી ભરપૂર થશે.
એઝેકીએલ 32 : 7 (GUV)
હું તને હોલવી નાખીશ ત્યારે હું આકશને ઢાંકી દઈશ, ને તેના તારાઓને નિસ્તેજ કરી નાખીશ. હું સૂર્યને વાદળથી ઢાંકી દઈશ ને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.
એઝેકીએલ 32 : 8 (GUV)
આકાશની સર્વ પ્રકાશિત જ્યોતિઓને હું તારા માથા પર નિસ્તેજ બનાવીશ, ને તારા દેશ પર અંધકાર ફેલાવીશ, એ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે.
એઝેકીએલ 32 : 9 (GUV)
જ્યારે હું તારા જાણવામાં નહિ આવેલા એવા વિદેશીઓના દેશોમાં તારો વિનાશ કરીશ ત્યારે હું ઘણી પ્રજાઓનાં તંત:કરણોને પણ હેરાન કરીશ.
એઝેકીએલ 32 : 10 (GUV)
હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે.
એઝેકીએલ 32 : 11 (GUV)
કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, બાબિલના રાજાની તરવાર તારા પર આવશે.
એઝેકીએલ 32 : 12 (GUV)
હું તારા જનસમૂહને શૂરવીરોની તરવારથી પાડીશ. તેઓ સર્વ પ્રજાઓમાં સૌથી નિર્દય છે; અને તેઓ મિસરનો ગર્વ ઉતારશે, ને તેનો સર્વ જનસમૂહ નાશ પામશે.
એઝેકીએલ 32 : 13 (GUV)
હું મહા જળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ વિનાશ કરીશ. ત્યારપછી માણસનો પગ તેમને કદી હેરાન કરશે નહિ. તેમ જ પશુઓની ખરીઓ તેમને હેરાન કરશે નહિ.
એઝેકીએલ 32 : 14 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે, ત્યારે હું તેમનાં પાણી નીતર્યા કરીશ, ને તેમની નદીઓને તેલની માફક વહેવડાવીશ.
એઝેકીએલ 32 : 15 (GUV)
જ્યારે હું મિસર દેશને ઉજ્જડ તથા વેરાન કરીશ, એટલે જેથી તે ભરપૂર હતો તે વગરનો તેને કરી નાખીશ, જ્યાર તેમાં રહેનારાં સર્વનો હું સંહાર કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
એઝેકીએલ 32 : 16 (GUV)
આ પરજિયો ગાઈને તેઓ વિલાપ કરશે. વિદેશીઓની પુત્રીઓ તે ગાઈને વિલાપ કરશે. પ્રભુ યહોવા કહે છે કે, તેઓ તે ગાઈને મિસરને માટે તથા તેના આખા જનસમૂહને માટે વિલાપ કરશે.
એઝેકીએલ 32 : 17 (GUV)
વળી બારમા વર્ષમાં ને માસની પંદરમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,
એઝેકીએલ 32 : 18 (GUV)
“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.
એઝેકીએલ 32 : 19 (GUV)
તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઊતરી જા, ને બેસુન્નતોની સાથે જઈ પડ.
એઝેકીએલ 32 : 20 (GUV)
તેઓ તરવારથી કતલ થયેલાઓમાં જઈ પડશે; તેને તરવારને સ્વધીન કરવામાં આવી છે; તેને તથા તેના સર્વ જનસમૂહને ખેંચી લઈ જાઓ.
એઝેકીએલ 32 : 21 (GUV)
પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે. તેઓ, એટલે બેસુન્નતો, નીચે પડ્યા, તેઓ તરવારથી કતલ થઈને પડી રહ્યા છે.
એઝેકીએલ 32 : 22 (GUV)
આશૂર તથા તેના સર્વ લોક ત્યાં છે; તેની કબરો તેની આસપાસ છે; તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.
એઝેકીએલ 32 : 23 (GUV)
તેની કબરો ખાઇને છેક તળિયે ગોઠવેલી ને તેના લોકો તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.
એઝેકીએલ 32 : 24 (GUV)
ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો બધો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, અને કબરમાં ઊતરી જનારાઓની સાતે લજ્જિત થયા છે.
એઝેકીએલ 32 : 25 (GUV)
તેઓએ તેને માટે તથા તેના સર્વ જનસમૂહને માટે કતલ થયેલાઓમાં શય્યા બિછાવી છે; તેની કબરો તેની આસપાસ છે, તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, ને તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે.
એઝેકીએલ 32 : 26 (GUV)
ત્યાં મેશેખ, તુબાલ તથા તેનો સર્વ જનસમૂહ છે. તેની કબરો તેની આસપાસ‌ છે. તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા.
એઝેકીએલ 32 : 27 (GUV)
વળી બેસુન્નતોના જે શૂરવીરો માર્યા ગયેલા છે, જેથી પોતાના યુદ્ધનાં શસ્ત્રોસહિત શેઓલમાં ઊતરી ગયા છે, ને પોતાની તરવારો પોતાનાં માથાં નીચે મૂકી છે, ને તેમનાં દુષ્કર્મો તેમનાં હાડકાં પર છે, તેઓમાં શું તેઓ નહિ પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરોને ત્રાસદાયક [હતા].
એઝેકીએલ 32 : 28 (GUV)
તું પણ બેસુન્નતોમાં ભાંગીતૂટી જશે, ને તરવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
એઝેકીએલ 32 : 29 (GUV)
ત્યાં અદોમ, તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો છે, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે, તેઓ બેસુન્નતો સાથે તથા કબરમાં ઊતરનારાઓની સાથે પડી રહેશે.
એઝેકીએલ 32 : 30 (GUV)
ત્યાં ઉત્તરના સર્વ સરદારો તથા સિદોનીઓ છે, તેઓ કતલ થુયેલાઓની સાથે ઊતરી ગયા છે; તેમના પરાક્રમથી ભારે ત્રાસ ઉત્પન્ન થતો હતો તેમ છતાં તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે, ને કબરમાં ઊતરી જનારાઓની સાથે તેઓ લજ્જિત થયા છે.
એઝેકીએલ 32 : 31 (GUV)
ફારુન તેમને જોઈને પોતાન બધા જનસમૂહને માટે દિલાસો પામશે; એટેલે ફારુન તથા તેનું સૈન્ય જેઓ તરવારથિ કતલ થયેલાં હતાં તેઓ દિલાસો પામશે, એમ પ્રભ યહોવા કહે છે.
એઝેકીએલ 32 : 32 (GUV)
કેમ કે મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે; અને તેને એટલે ફારુનને તથા તેના સર્વ જનસમૂહને બેસુન્નતોમાં, તરવારથી કતલ થયેલાઓની સાથે, મૂકવામાં આવશે, એમ પ્રભુ યહોવા કહે છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: