એઝેકીએલ 20 : 1 (GUV)
સાતમા વરસના પાંચમા માસની દશમીએ એવું બન્યું કે ઇઝરાયલના વડીલોમાંના કેટલાક યહોવાની સલાહ પૂછવા માટે આવીને મારી આગળ બેઠા.
એઝેકીએલ 20 : 2 (GUV)
એટલે યહોવાનું વચન મારી પાસે આવ્યું,
એઝેકીએલ 20 : 3 (GUV)
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વડીલો સાથે વાત કર, અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.
એઝેકીએલ 20 : 4 (GUV)
હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ન્યાય કરશે, શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કારપાત્ર કૃત્યો તેઓને જણાવ.
એઝેકીએલ 20 : 5 (GUV)
અને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો છે, ને યાકૂબના સંતાનોની આગળ સમ ખાધા, ને હું મિસર દેશમાં તેમની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા કે, હું યહોવા તમારો ઈશ્વર છું;
એઝેકીએલ 20 : 6 (GUV)
તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને એવા દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું કે જે મેં આગળથી તેમને માટે પસંદ કરી રાખ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે.
એઝેકીએલ 20 : 7 (GUV)
મેં તેઓને કહ્યું, તમ સર્વ તમારી ર્દષ્ટિને જે પ્રિય, [પણ] ધિક્કારપાત્ર વસ્તુઓ છે, તેઓને ફેંકી દો, ને મિસરની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.
એઝેકીએલ 20 : 8 (GUV)
પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, ને મારું [વચન] સાંભળવા ચાહ્યું નહિ.તેઓ દરેકે પોતની ર્દષ્ટિને પ્રિય, પણ ધિક્કારપાત્ર વસ્તુઓને ફેંકી દીધી નહિ.તેમ જ તેઓએ મિસરની મૂર્તિઓનો પણ ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં કહ્યું કે, હું મારો ક્રોધ તેમના પર રેડીને મિસર દેશમાં તેમના પર મારો રોષ પૂરો કરીશ.
એઝેકીએલ 20 : 9 (GUV)
પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.
એઝેકીએલ 20 : 10 (GUV)
તેથી મેં તેમને મિસર દેશમાંથી બહાર કાઢ્યા, ને હું તેમને અરણ્યમાં લાવ્યો.
એઝેકીએલ 20 : 11 (GUV)
મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.
એઝેકીએલ 20 : 12 (GUV)
તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.
એઝેકીએલ 20 : 13 (GUV)
પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.
એઝેકીએલ 20 : 14 (GUV)
પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.
એઝેકીએલ 20 : 15 (GUV)
વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.
એઝેકીએલ 20 : 16 (GUV)
કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.
એઝેકીએલ 20 : 17 (GUV)
પરંતું તેમના પર કૃપાર્દષ્ટિ કરીને મેં તેમનો નાશ ન કર્યો, ને અરણ્યમાં તેઓનો પૂરેપૂરો સંહાર કર્યો નહિ.
એઝેકીએલ 20 : 18 (GUV)
મેં અરણ્યમાં તેઓના છોકરાંને કહ્યું, તમે તમારા પિતાઓના વિધિઓ પ્રમાણે ન ચાલો, ને તેમની આજ્ઞાઓ ન પાળો, તેમ જ તેઓની મૂર્તિઓથી પોતાને ભ્રષ્ટ ન કરો.
એઝેકીએલ 20 : 19 (GUV)
હું યહોવા તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો, ને મારી આજ્ઞાઓ પાળો, ને તેમનો અમલ કરો.
એઝેકીએલ 20 : 20 (GUV)
મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.
એઝેકીએલ 20 : 21 (GUV)
પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.
એઝેકીએલ 20 : 22 (GUV)
પરંતું મેં મારો હાથ પાછો ખેંચી લીધો, ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.
એઝેકીએલ 20 : 23 (GUV)
વળી તેઓને વિદેશીઓમાં વિખેરી નાખવાને, ને તેમને દેશેદેશ સર્વત્ર વિખેરી નાખવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા,
એઝેકીએલ 20 : 24 (GUV)
કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.
એઝેકીએલ 20 : 25 (GUV)
વળી મેં તેઓને એવા વિધિઓ આપ્યા કે જે સારા નહોતા, ને એવી આજ્ઞાઓ આપી કે જેઓ વડે તેઓ જીવે નહિ.
એઝેકીએલ 20 : 26 (GUV)
તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને [અગ્નિ] માં ચલાવ્યા, તેથી કરીને મેં તેઓને તેમનાં પોતાનાં અર્પણોમાં ભ્રષ્ટ કર્યા, એ માટે કે હું તેઓને અનાથ કરું, ને તેથી તેઓ જાણે કે હું યહોવા છું.
એઝેકીએલ 20 : 27 (GUV)
એ માટે, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, વળી તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ ઉલ્લંઘન કરીને મારી નિંદા કરી છે.
એઝેકીએલ 20 : 28 (GUV)
જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.
એઝેકીએલ 20 : 29 (GUV)
ત્યારે મેં તેઓને કહ્યું કે, જે ઉચ્ચસ્થાને તમે જાઓ છો તેની મતલબ શી છે? તેથી તેનું નામ આજ સુધી ‘બામાહ’ (ઉચ્ચસ્થાન) પડ્યું છે.
એઝેકીએલ 20 : 30 (GUV)
એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે તમારા પૂર્વજોની જેમ પોતાને ભ્રષ્ટ કરો છો શું? અને વંઠેલ થઈ જઈને તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું?
એઝેકીએલ 20 : 31 (GUV)
અને જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો, અને તમારાં છોકરાંને અગ્નિમાં ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને ભ્રષ્ટ કરો છો શું? તેમ છતાં હે ઇઝરાયલ લોકો, શું હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપુ? પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હું તમારા પ્રશ્નોનો ઉત્તર કદી આપીશ નહિ.
એઝેકીએલ 20 : 32 (GUV)
તમે કહો છો કે, અમે વિદેશીઓની જેમ [અન્ય] દેશોનાં કુટુંબોની જેમ, લાકડા તથા પથ્થરની સેવા કરનારા થઈશું, એ તમારા મનના [મનોરથો] બિલકુલ પૂરા પડશે નહિ.
એઝેકીએલ 20 : 33 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ, નિશ્ચે પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને તથા કોપ રેડીને હું તમારે શિરે રાજા થઈશ.
એઝેકીએલ 20 : 34 (GUV)
હું પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને તથા કોપ રેડીને તમને વિદેશીઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો તેઓમાંથી હું તમને ભેગા કરીશ.
એઝેકીએલ 20 : 35 (GUV)
અને હું તમને વિદેશીઓના અરણ્યમાં લાવીને ત્યાં તમારી સાથે મોઢામોઢ વાદ કરીશ.
એઝેકીએલ 20 : 36 (GUV)
જેમ મિસર દેશમાં આરણ્યમાં મેં તમારા પૂર્વજોની સાથે વાદ કર્યો હતો, તેમ હું તમારી સાથે વાદ કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે.
એઝેકીએલ 20 : 37 (GUV)
“હું તમને લાકડી નીચે ચલાવીશ, ને હું તમને કરારનાં બંધનમાં લાવીશ.
એઝેકીએલ 20 : 38 (GUV)
અને હું તમારામાંથી બંડખોરોને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને જુદા કાઢીશ. જે દેશમાં તેઓ રહે છે તેમાંથી તો હું તેઓને બહાર કાઢી લાવીશ, પણ તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરવા પામશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
એઝેકીએલ 20 : 39 (GUV)
હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ.
એઝેકીએલ 20 : 40 (GUV)
કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ માણસો દેશમાં મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના ઊંચા પર્વત પર, મારી સેવા કરશે. ત્યાં હું તેમને સ્વીકારીશ, ને ત્યાં હું તમારા દાનો તથા તમારાં અર્પણોનાં પ્રથમફળ તમારી સર્વ અર્પિત વસ્તુઓ સહિત માગીશ.
એઝેકીએલ 20 : 41 (GUV)
હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.
એઝેકીએલ 20 : 42 (GUV)
વળી હું તમને ઇઝરાયલના દેશમાં, એટલે જે દેશ તમારા પૂર્વજોને આપવા માટે મેં સમ ખાધા હતા તેમાં લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
એઝેકીએલ 20 : 43 (GUV)
ત્યાં તમને તમારાં આચરણ તથા તમારાં સર્વ કૃત્યો, જેઓથી તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, ત્યારે જે સર્વ દુષ્કર્મો તમે કર્યા છે તેમને લીધે તમે તમારી પોતાની નજરમાં પોતાની જાતને ધિક્કારશો.
એઝેકીએલ 20 : 44 (GUV)
પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
એઝેકીએલ 20 : 45 (GUV)
પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
એઝેકીએલ 20 : 46 (GUV)
“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ રાખીને તારી વાણી દક્ષિણ તરફ ઉચ્ચાર, ને દક્ષિણની સરહદ પરના વનની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે:
એઝેકીએલ 20 : 47 (GUV)
અને દક્ષિણના વનને કહે કે, યહોવાનું વચન સાંભળ. પ્રભુ યહોવા કહે છે કે, જો હું તારામાં અગ્નિ સળગાવીશ, ને તે તારી અંદરના દરેક લીલા વૃક્ષને તથા દરેક સૂકા વૃક્ષને ભસ્મ કરશે. આગનો ભડકો હોલવાશે નહિ, ને તેથી દક્ષિણથી તે ઉત્તર સુધીમાંનાં સર્વ મુખો દાઝી જશે.
એઝેકીએલ 20 : 48 (GUV)
સર્વ દેહધારીઓ જોશે કે મેં યહોવાએ તે સળગાવ્યો છે. તે હોલવાશે નહિ.”
એઝેકીએલ 20 : 49 (GUV)
ત્યારે મે કહ્યું, “અરે પ્રભુ યહોવા! તેઓ મારા વિષે કહે છે કે, શું તે ર્દ્દષ્ટાંતો બોલનારો નથી?’”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49

BG:

Opacity:

Color:


Size:


Font: