ચર્મિયા 4 : 1 (GUV)
યહોવા કહે છે, “હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી તરફ ફર; અને જો તું તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કરીશ, અને ડગી જઈશ નહિ,
ચર્મિયા 4 : 2 (GUV)
અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”
ચર્મિયા 4 : 3 (GUV)
કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં ન વાવો.
ચર્મિયા 4 : 4 (GUV)
હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.
ચર્મિયા 4 : 5 (GUV)
આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો, ને યરુશાલેમમાં કહી સંભળાવો; દેશમાં રણશિંગડું વગાડો; અને પોકારીને કહો કે, આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ.
ચર્મિયા 4 : 6 (GUV)
સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.
ચર્મિયા 4 : 7 (GUV)
સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.
ચર્મિયા 4 : 8 (GUV)
તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.
ચર્મિયા 4 : 9 (GUV)
યહોવા કહે છે કે, તે દિવસે રાજાનું તથા સરદારોનું કાળજું ફાટી જશે; અને યાજકો વિસ્મિત થશે, ને પ્રબોધકો અચંબો પામશે.”
ચર્મિયા 4 : 10 (GUV)
ત્યારે મેં કહ્યું, “આહા, યહોવા! ‘તમને શાંતિ થશે, ’ એમ કહીને તમે આ લોકોને તથા યરુશાલેમને ખરેખર ફસાવ્યાં છે; કેમ કે અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે.”
ચર્મિયા 4 : 11 (GUV)
તે સમયે આ લોકોને તથા યરુશાલેમને કહેવામાં આવશે, “રાનમાં બોડી ટેકરીઓ પરથી લૂ મારા લોકની પુત્રી તરફ આવશે, તે તો ઊણપવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ;
ચર્મિયા 4 : 12 (GUV)
મારી [આજ્ઞા] થી તે સ્થાનો તરફથી ભારે પવન આવશે; હમણાં હું તેઓને ન્યાયશાસન કહી સંભળાવીશ.”
ચર્મિયા 4 : 13 (GUV)
જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.
ચર્મિયા 4 : 14 (GUV)
હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?
ચર્મિયા 4 : 15 (GUV)
કેમ કે દાનથી વાણી સંભળાય છે, ને એફ્રાઈમના પર્વતોથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે;
ચર્મિયા 4 : 16 (GUV)
પ્રજાઓને કહી સંભળાવો; જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે, દૂર દેશથી ઘેટો ઘાલનારા આવે છે, તેઓ યહૂદિયાનાં નગરોની સામે ગર્જે છે.
ચર્મિયા 4 : 17 (GUV)
ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.
ચર્મિયા 4 : 18 (GUV)
તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.
ચર્મિયા 4 : 19 (GUV)
અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.
ચર્મિયા 4 : 20 (GUV)
નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ, પલક વારમાં મારા પડદા લૂંટાયા છે!
ચર્મિયા 4 : 21 (GUV)
હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો નાદ સાંભળીશ?
ચર્મિયા 4 : 22 (GUV)
મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.
ચર્મિયા 4 : 23 (GUV)
મેં પૃથ્વીને જોઈ, તો જુઓ, તે અસ્તવ્યસ્ત હતી. અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.
ચર્મિયા 4 : 24 (GUV)
મેં પર્વતોને જોયા, તો જુઓ, તેઓ કંપતા હતા, ને સર્વ ડુંગરો થરથરતા હતા.
ચર્મિયા 4 : 25 (GUV)
મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય [દેખાતું] ન હતું, ને આકાશોનાં પક્ષીઓ નાસી ગયાં હતાં.
ચર્મિયા 4 : 26 (GUV)
મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી, અને યહોવાની સમક્ષ, તેમના ભારે કોપને લીધે, તેનાં સર્વ નગરો પાયમાલ થયાં હતાં.
ચર્મિયા 4 : 27 (GUV)
કેમ કે યહોવા એવું કહે છે, “આખો દેશ ઉજ્જડ થશે, તોપણ એટલેથી હું તેનો અંત લાવીશ નહિ.
ચર્મિયા 4 : 28 (GUV)
આ કારણથી પૃથ્વી શોક કરશે, ને ઉપરનાં આકાશો કાળાં થશે; કેમ કે હું તે બોલ્યો છું. મે નિશ્ચય કર્યો છે, હું [તે વિષે] પશ્ચાતાપ કરીશ નહિ, ને તેથી પાછો હઠીશ નહિ.
ચર્મિયા 4 : 29 (GUV)
સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ [લોક] નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.
ચર્મિયા 4 : 30 (GUV)
હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.
ચર્મિયા 4 : 31 (GUV)
સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: