ચર્મિયા 32 : 1 (GUV)
યહૂદિયાના રાજા સિદકિયાને દશમે વર્ષે, એટલે નબૂખાદનેસ્સારને અઢારમે વર્ષે, યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:
ચર્મિયા 32 : 2 (GUV)
તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.
ચર્મિયા 32 : 3 (GUV)
કેમ કે યહૂદિયાના રાજા સિદકિયાએ તેને એમ કહીને કેદ કરી રાખ્યો હતો, “તું એવું ભવિષ્ય શા માટે કહે છે કે, યહોવા કહે છે કે, જુઓ, આ નગર હું બાબિલના રાજાના હાથમાં સોંપીશ, ને તે તેને લેશે.
ચર્મિયા 32 : 4 (GUV)
અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી છૂટશે નહિ, તેને ખચીત બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે, બન્ને એકબીજાને નજરોનજર જોશે.
ચર્મિયા 32 : 5 (GUV)
અને તે સિદકિયાને બાબિલ લઈ જશે, ને હું તેની મુલાકાત લઈશ ત્યાં સુધી તે ત્યાં રહેશે, એવું યહોવા કહે છે; તમે ખાલદીઓની સાથે લડશો, તોપણ તમે ફતેહ નહિ પામશો [એવું ભવિષ્ય તું શા માટે કહે છે]?”
ચર્મિયા 32 : 6 (GUV)
[તે પછી] યર્મિયાએ કહ્યું, “યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું.
ચર્મિયા 32 : 7 (GUV)
જો તારા કાકા શાલૂમનો પુત્ર હનામેલ તારી પાસે આવીને કહેશે, ‘મારું જે ખેતર અનાથોથમાં છે તે તું તારે માટે વેચાતું લે; કેમ કે મૂલ્ય આપીને છોડાવવાનો, ને તે ખેતર ખરીદ કરવાનો હક તારો છે.’
ચર્મિયા 32 : 8 (GUV)
યહોવાના વચન પ્રમાણે મારા કાકાના પુત્ર હનામેલે ચોકીમાં મારી પાસે આવીને કહ્યું, ‘બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે.’ ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.
ચર્મિયા 32 : 9 (GUV)
તેથી જે ખેતર અનાથોથમાં હતું તે મેં મારા કાકાના પુત્ર હનામેલની પાસેથી વેચાતું લીધું, ને મેં તેનું મૂલ્ય, એટલે સત્તર શેકેલ રૂપું, તેને તોળી આપ્યું.
ચર્મિયા 32 : 10 (GUV)
મેં ખતમાં સહી કરી, ને તેના ઉપર મહોર કરી. પછી મેં સાક્ષીઓને બોલાવ્યા, ને ત્રાજવામાં રૂપું તોળી આપ્યું.
ચર્મિયા 32 : 11 (GUV)
પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ પ્રમાણે મહોર મારીને બંધ કરેલું હતું તે, ને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં,
ચર્મિયા 32 : 12 (GUV)
અને માસેયાના પુત્ર નેરિયાના પુત્ર બારુખના હાથમાં, મારા કાકાના પુત્ર હનામેલના દેખતાં, જે સાક્ષીઓએ વેચાણખતમાં સહી કરી હતી તેઓના દેખતાં, તથ જે યહૂદીઓ ચોકીમાં બેઠેલા હતા તે સર્વના દેખતાં, મેં વેચાણખત સોંપ્યું.
ચર્મિયા 32 : 13 (GUV)
તેઓની રૂબરૂ મેં બારુખને આજ્ઞા આપી,
ચર્મિયા 32 : 14 (GUV)
“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘આ ખતો, એટલે મહોર મારીને બંધ કરેલું વેચાણખત તથા જે ઉઘાડું છે, તે બન્ને ખત લઈને તેઓ લાંબા કાળ સુધી સહીસલામત રહે માટે તેઓએ માટલામાં રાખી મૂક.
ચર્મિયા 32 : 15 (GUV)
કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, એવો સમય ફરી આવશે કે જે સમયે ઘરો, ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.’”
ચર્મિયા 32 : 16 (GUV)
હવે નેરિયાના પુત્ર બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાને વિનંતી કરી,
ચર્મિયા 32 : 17 (GUV)
“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.
ચર્મિયા 32 : 18 (GUV)
તમે હજારો પર કૃપા કરો છો, ને પૂર્વજોના અન્યાયનું ફળ તેઓની પાછળ આવનાર તેઓના પુત્રોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન તથા શક્તિમાન ઈશ્વર છો, તમારું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.
ચર્મિયા 32 : 19 (GUV)
તમે ધારણા [કરવા] માં મોટા ને કામ [કરવા] માં સમર્થ છો; દરેકને તેનાં આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દષ્ટિ મનુષ્યોનાં સર્વ આચરણ પર છે.
ચર્મિયા 32 : 20 (GUV)
તમે આજ સુધી મિસર દેશમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચિહ્નો તથા ચમત્કારો કરતા આવ્યા છો; જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે.
ચર્મિયા 32 : 21 (GUV)
ચિહ્નોથી, ચમત્કારોથી, બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી મોટું ભય બતાવીને તમે તમારા લોક ઇઝરાયલને મિસર દેશમાંથી કાઢી લાવ્યા.
ચર્મિયા 32 : 22 (GUV)
અને દૂધમધની રેલછેલવાળો જે દેશ તેઓને આપવાને તમે તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તે આ દેશ તમે તેઓને આપ્યો છે.
ચર્મિયા 32 : 23 (GUV)
તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.
ચર્મિયા 32 : 24 (GUV)
આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.
ચર્મિયા 32 : 25 (GUV)
પણ, હે ઈશ્વર યહોવા, તમે મને કહ્યું છે, ‘તું મૂલ્ય આપીને તારે માટે ખેતર વેચાતું લે. ને સાક્ષીઓને બોલાવ, ’ તથાપિ નગર તો ખાલદીઓના હાથમાં સોંપાયું છે.
ચર્મિયા 32 : 26 (GUV)
ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું.
ચર્મિયા 32 : 27 (GUV)
‘જો, હું યહોવા સર્વ મનુષ્યોનો ઈશ્વર છું; શું મને કોઈ પણ કામ અશક્ય છે?’
ચર્મિયા 32 : 28 (GUV)
તે માટે યહોવા કહે છે, ‘જો, હું આ નગર ખાલદીઓના તથા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપું છું, તે તેને જીતી લેશે;
ચર્મિયા 32 : 29 (GUV)
જે ખાલદીઓ આ નગર સામે લડે છે તેઓ આવીને તેને આગ લગાડશે, ને તેને તથા જે ઘરોનાં ધાબાંઓ પર તેઓએ મને રોષ ચઢાવવા માટે3 બાલની આગળ ધૂપ બાળ્યો હતો, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડયાં હતાં, તે ઘરોને પણ તેઓ બાળી નાખશે.
ચર્મિયા 32 : 30 (GUV)
કેમ કે ઇઝરાયલના તથા યહૂદિયાના પુત્રો તેઓની તરુણાવસ્થાથી મારી સમક્ષ માત્ર દુષ્કર્મો કરતા આવ્યા છે; એટલે ઇઝરાયલના પુત્રો પોતાના હાથોની કૃતી વડે મને ફક્ત રોષ ચઢાવતા આવ્યા છે, એવું યહોવા કહે છે.
ચર્મિયા 32 : 31 (GUV)
કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!
ચર્મિયા 32 : 32 (GUV)
મને રોષ ચઢાવવા માટે જે જે દુષ્કર્મો ઇઝરાયલ તથા યહૂદિયાના પુત્રોએ, તેઓના રાજાઓએ, તેઓના સરદારોએ, તેઓના યાજકોએ, તેઓના પ્રબોધકોએ તથા યહૂદિયાના માણસોએ અને યરુશાલેમના રહેવાસીઓએ કર્યાં છે કે, જેથી હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું;
ચર્મિયા 32 : 33 (GUV)
તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે! મેં પ્રાત:કાળે ઊઠીને ને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તોપણ તેઓએ સાંભળ્યું નહિ ને મારો બોધ લક્ષમાં લીધો નહિ.
ચર્મિયા 32 : 34 (GUV)
પણ જે મંદિર મારા નામથી ઓળખાય છે, તેને ભ્રષ્ટ કરવા માટે તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે.
ચર્મિયા 32 : 35 (GUV)
વળી તેઓએ મોલેખની સેવામાં પોતાના દીકરા તથા દીકરીઓને અગ્નિમાં હોમવા માટે હિન્નોમના પુત્રની ખીણમાં બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં તેઓને એવી આજ્ઞા આપી નથી, ને ધિક્કારપાત્ર કામો કરીને તેઓ યહૂદિયાની પાસે પાપો કરાવે એવો વિચાર મારા મનમાં આવ્યો નથી.”
ચર્મિયા 32 : 36 (GUV)
હવે જે નગર વિષે તમે કહો છો કે, તે તરવાર, દુકાળ તથા મરકીના કારણથી બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવ્યું છે, એ નગર વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે,
ચર્મિયા 32 : 37 (GUV)
“જુઓ, જે જે દેશમાં મારા કોપમાં તથા મારા ક્રોધમાં તથા મહારોષમાં મેં તેઓને હાંકી કાઢયા છે, તે સર્વમાંથી હું તેઓને ભેગા કરીશ. અને આ સ્થળે હું તેઓને પાછા લાવીશ, ને તેઓને સહીસલામત રાખીશ.
ચર્મિયા 32 : 38 (GUV)
તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.
ચર્મિયા 32 : 39 (GUV)
તેઓ પોતાના પુત્રોના હિતને માટે મારો ડર સર્વકાળ રાખે, તે માટે હું તેઓને એક જ હ્રદય આપીશ, તથ એક જ માર્ગમાં તેમને ચલાવીશ.
ચર્મિયા 32 : 40 (GUV)
વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.
ચર્મિયા 32 : 41 (GUV)
હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.
ચર્મિયા 32 : 42 (GUV)
કેમ કે યહોવા કહે છે કે, જેમ હું આ લોકો પર આ બધું દુ:ખ લાવ્યો છું, તેમ તેઓનું કલ્યાણ કરવાનું જે વચન મેં તેઓને આપ્યું છે તે પ્રમાણે હું સર્વ રીતે તેઓનું કલ્યાણ કરીશ.
ચર્મિયા 32 : 43 (GUV)
વળી જે દેશ વિષે તમે કહો છો કે, આ દેશ તો વસતિહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થયો છે, તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે, તે દેશમાં ખેતરો વેચાતાં લેવામાં આવશે.
ચર્મિયા 32 : 44 (GUV)
બિન્યામીનના દેશમાં, યરુશાલેમની ચારે બાજુના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી‍ પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, તથા દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, લોકો મૂલ્ય આપીને ખેતરો વેચાતાં લેશે, વેચાણખતમાં સહી કરશે, તેના ઉપર મહોર મારશે, ને સાક્ષીઓ બોલાવશે, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ” એવું યહોવા કહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: