ચર્મિયા 23 : 1 (GUV)
“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,
ચર્મિયા 23 : 2 (GUV)
તે માટે જે પાળકો મારા લોકનું પાલન કરે છે, તેઓ વિષે યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે, ને હાંકી કાઢયું છે, અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારાં દુષ્કર્મોનલે લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે.
ચર્મિયા 23 : 3 (GUV)
વળી જે જે દેશોમાં મેં મરા ટોળાને હાંકી કાઢયું છે, તે સર્વમાંથી બાકી રહેલાઓને હું ભેગા કરીશ, ને તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. અને તેઓ સફળ થશે ને વૃદ્ધિ પામશે.
ચર્મિયા 23 : 4 (GUV)
તેઓનું પાલન કરે એવા પાળકોને હું તેમના પર ઠરાવીશ. તેઓ ફરી બીશે નહિ, ગભરાશે નહિ, ને ભૂલા પડશે નહિ, ” એમ યહોવા કહે ચે.
ચર્મિયા 23 : 5 (GUV)
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું દાઉદના વંશમાં એક ન્યાયી અંકુર ઉગાવીશ, તે રાજા થઈને રાજ કરશે, ને ડહાપણથી વર્તશે, ને દેશમાં ન્યાય તથા નીતિ પ્રવર્તાવશે.
ચર્મિયા 23 : 6 (GUV)
તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”
ચર્મિયા 23 : 7 (GUV)
તે માટે યહોવા કહે છે, “જુઓ એવો સમય આવે છે કે જે સમયે, ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી બહાર લાવનાર યહોવા જીવંત છે’ એવું ફરી કહેવામાં આવશે નહિ.
ચર્મિયા 23 : 8 (GUV)
પણ ‘ઇઝરાયલના લોકોને ઉત્તર દેશમાંથી તથા જે જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢયા હતા તે સર્વ દેશમાંથી બહાર કાઢી લાવનાર યહોવા જીવંત છે, ’ એવું કહેવામાં આવશે. અને તેઓ પોતાના વતનમાં રહેશે.”
ચર્મિયા 23 : 9 (GUV)
પ્રબોધકો વિષેની વાત. મારું હ્રદય મારામાં ફૂટેલું છે, મારાં સર્વ હાડકાં કંપે છે! યહોવાને લીધે તથા તેમનાં પવિત્ર વચનોને લીધે હું છાકટા માણસના જેવો તથા દ્રાક્ષારસને વશ થયેલા માણસના જેવો છું.
ચર્મિયા 23 : 10 (GUV)
કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરેલો છે. શાપને લીધે દેશ રડે છે; વગડામાંનાં બીડો સુકાઈ ગયાં છે; તેઓની વર્તણૂક દુષ્ટ છે, ને તેઓનું બળ નીતિમય નથી.
ચર્મિયા 23 : 11 (GUV)
યહોવા કહે ચે, “કેમ કે પ્રબોધક તથા યાજક બન્ને અધર્મી થયા છે; હા, મારા મંદિરમાં મને તેઓની દુષ્ટતા માલૂમ પડી ચે,
ચર્મિયા 23 : 12 (GUV)
તેથી અંધકારમાં અને સરકણાં ઠેકાણાંમાં થઈને તેઓનો માર્ગ થશે; ત્યાં તેઓને હડસેલી મૂકવામાં આવશે, તેમાં તેઓ પડશે; કેમ કે તેઓ પર હું વિપત્તિ, એટલે તેઓના શાસનનું વર્ષ લાવીશ” એવું યહોવા કહે છે.
ચર્મિયા 23 : 13 (GUV)
સમરૂનના પ્રબોધકોમાં મેં મૂર્ખાઈ દીઠી છે; તેઓએ બાલને નામે પ્રબોધ કર્યો છે, ને મારા લોકો ઇઝરાયલને ભમાવ્યા છે.
ચર્મિયા 23 : 14 (GUV)
વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.
ચર્મિયા 23 : 15 (GUV)
તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”
ચર્મિયા 23 : 16 (GUV)
સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.
ચર્મિયા 23 : 17 (GUV)
જેઓ મને તુચ્છ ગણે છે તેઓને તેઓ કહેતા ફરે છે, ‘યહોવા બોલ્યા છે કે, તમને શાંતિ થશે.’ અને જોએ પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે તે સર્વને તેઓ કહે છે, ‘તમારા પર વિપત્તિ આવશે નહિ.’
ચર્મિયા 23 : 18 (GUV)
પણ યહોવાનું વચન જાણવાને તથા સાંભળવાને યહોવાના મંત્રીમંડળમાં કોણ ઊભો રહ્યો છે? કોણે મારા વચન પર લક્ષ લગાડયું છે, ને કોણે તે સાંભળ્યું છે?
ચર્મિયા 23 : 19 (GUV)
જુઓ, યહોવાનો વંટોળિયો, એટલે તેમનો કોપ, પ્રગટ થયો છે. હા, ઘૂમરી મારતો વંટોળિયો; દુષ્ટોના માથા પર આવી પડશે.
ચર્મિયા 23 : 20 (GUV)
યહોવા પોતાના હ્રદયના મનોરથો અમલમાં ન લાવે, તથા પૂરા ન કરે, ત્યાં સુધી તેમનો કોપ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં તમને એ વિષેની સારી પેઠે સમજ પડશે.
ચર્મિયા 23 : 21 (GUV)
મેં આ પ્રબોધકોને મોકલ્યા નહોતા, તોપણ તેઓ દોડી ગયા; મેં તેઓની સાથે વાત કરી નહોતી, તોપણ તેઓએ પ્રબોધ કર્યો,
ચર્મિયા 23 : 22 (GUV)
તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત તો તેઓ મારા લોકોને મારાં વચનો સંભળાવત, ને તેઓને તેઓના કુમાર્ગથી તથા તેઓની કરણીઓની દુષ્ટતાથી પાછા વાળત.”
ચર્મિયા 23 : 23 (GUV)
યહોવા કહે છે, “શું હું ફકત પાસેનો ઈશ્વર છું, ને દૂરનો ઈશ્વર નથી?
ચર્મિયા 23 : 24 (GUV)
શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.
ચર્મિયા 23 : 25 (GUV)
‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.
ચર્મિયા 23 : 26 (GUV)
જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે, ને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે, તેઓના હ્રદયમાં એ ક્યાં સુધી રહેશે?
ચર્મિયા 23 : 27 (GUV)
જેમ તેઓના પૂર્વજો બાલને લીધે મારું નામ વીસરી ગયા છે તેમ તેઓ પોતાનાં સ્વપ્નો એકબીજાને કહીને, તેઓ વડે મારા લોકોની પાસે મારું નામ વિસ્મૃત કરાવવા ધારે છે.
ચર્મિયા 23 : 28 (GUV)
જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હોય, તે ભલે સ્વપ્ન પ્રગટ કરે; અને જેની પાસે મારું વચન આવ્યું હોય, તે મારું વચન સત્યતાથી બોલે. ઘઉંની આગળ પરાળ શી વિસાતમાં છે?” એવું યહોવા કહે છે.
ચર્મિયા 23 : 29 (GUV)
વળી યહોવા કહે છે, “મારું વચન અગ્નિ સરખું, તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી?”
ચર્મિયા 23 : 30 (GUV)
તે માટે યહોવા કહે છે, “જુઓ, જે પ્રબોધકો પોતપોતાના પડોશી પાસેથી મારાં વચનો ચોરી લે છે, તેઓની વિરુદ્ધ હું છું.
ચર્મિયા 23 : 31 (GUV)
યહોવા કહે છે કે, જુઓ, જે પ્રબોધકો, ‘આ તેમનું બોલવું છે, ’ એમ પોતાની જ જીભ વાપરીને બોલે છે તેઓની વિરુદ્ધ હું છું.
ચર્મિયા 23 : 32 (GUV)
યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.
ચર્મિયા 23 : 33 (GUV)
વળી જ્યારે આ લોકો કે કોઈ પ્રબોધક કે કોઈ યાજક તને પૂછે, ‘યહોવાની ઈશ્વરવાણી કઈ છે?’ ત્યારે તું તેઓને કહેજે, ‘કઈ ઈશ્વરવાણી!’ યહોવા કહે છે, હું તમને કાઢી મૂકીશ.
ચર્મિયા 23 : 34 (GUV)
વળી ‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ જે પ્રબોધક કે યાજક કે કોકો કહેશે, તે માણસને તથા તેના ઘરને હું જોઈ લઈશ.
ચર્મિયા 23 : 35 (GUV)
‘યહોવાએ શો ઉત્તર આપ્યો છે? યહોવા શું બોલ્યા છે?’ એવું તમારે પોતપોતાના પડોશીને તથા પોતપોતાનાં ભાઈને કહેવું જોઈએ.
ચર્મિયા 23 : 36 (GUV)
‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે.
ચર્મિયા 23 : 37 (GUV)
‘યહોવાએ તને શો ઉત્તર આપ્યો? યહોવા શુમ બોલ્યા છે?’ એવું તું પ્રબોધકને પૂછીશ.
ચર્મિયા 23 : 38 (GUV)
પણ યહોવાની ઈશ્વરવાણી, એવું જો તમે બોલશો; તો ‘યહોવા કહે છે, જો કે ‘યહોવાની’ ઈશ્વરવાણી, આ પ્રમાણે તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે તોપણ તમે ‘યહોવાની’ ઈશ્વરવાણી, એવું કહેતા જાઓ છો!
ચર્મિયા 23 : 39 (GUV)
તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ.
ચર્મિયા 23 : 40 (GUV)
અને જે કદી વીસરી જવાશે નહિ, એવી નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: