ચર્મિયા 22 : 1 (GUV)
યહોવાએ કહ્યું, “તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલની પાસે જા, ને ત્યાં આ વચન બોલ,
ચર્મિયા 22 : 2 (GUV)
અને કહે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર, તું, તારા દાસો, તથા તારા લોકો જેઓ આ દરવાજાઓમાં થઈને અંદર આવે છે, તે તમે યહોવાનું વચન સાંભળો.
ચર્મિયા 22 : 3 (GUV)
યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.
ચર્મિયા 22 : 4 (GUV)
જો તમે આ પ્રમાણે ખરેખર કરશો, તો દાઉપના રાજ્યાસન પર બિરાજનારા રાજાઓ રથમાં તથા ઘોડાઓ પર બેસીને આ મહેલના દરવાજાઓમાં થઈને અંદર આવશે. તે, તેના દાસો તથા તેના લોકો [અંદર આવશે.]
ચર્મિયા 22 : 5 (GUV)
પણ જો તમે આ વચનો નહિ માનશો, તો યહોવા કહે છે, હું પોતાના સમ ખાઈને કહું છું કે, આ મહેલ ઉજજડ થઈ જશે.
ચર્મિયા 22 : 6 (GUV)
કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ.
ચર્મિયા 22 : 7 (GUV)
હું તારી વિરુદ્ધ શસ્ત્રો સજેલા વિનાશકોને તૈયાર કરીશ; તેઓ તારાં ઉત્તમ એરેજવૃક્ષોને કાપીને અગ્નિમાં નાખશે.
ચર્મિયા 22 : 8 (GUV)
ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે, તેઓ સર્વ એકબીજાને પૂછશે, ‘યહોવાએ શા માટે આ મોટા નગરની આવી હાલત કરી છે?’
ચર્મિયા 22 : 9 (GUV)
ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’
ચર્મિયા 22 : 10 (GUV)
મૂએલાને માટે ન રડો, તેને માટે શોક ન કરો; પણ જે [સ્વદેશમાંથી] જાય છે તેને માટે બહુ રડો; કેમ કે તે પાછો આવશે નહિ, ને પોતાની જન્મભૂમિને ફરી જોવા પામશે નહિ.
ચર્મિયા 22 : 11 (GUV)
કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો પુત્ર શાલ્લૂમ, જેણે પોતાના પિતા યોશિયાને સ્થાને રાજ કર્યું, અને જે આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવા કહે છે, ‘તે ત્યાંથી પાછો આવશે નહિ.
ચર્મિયા 22 : 12 (GUV)
પણ જે સ્થળે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે, ત્યાં તે મરશે, ને તે ફરી આ દેશ જોવા પામશે નહિ.’”
ચર્મિયા 22 : 13 (GUV)
“જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય!
ચર્મિયા 22 : 14 (GUV)
તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ’ ને તે પોતાને માટે [તેમાં] બારીઓ મૂકે છે; અને તેની છત પર એરેજકાષ્ટનાં પાટિયાં જડે છે, ને તેના પર હિંગળોક ચોપડે છે.
ચર્મિયા 22 : 15 (GUV)
તું એરેજકાષ્ટના [મહેલો બાંધીને] પ્રખ્યાતિ મેળવવા ઇચ્છે છે, એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું, ને નીતિ તથા ન્યાયથી વર્ત્યો નહોતો? અને ત્યારે જ તેને સુખ હતું.
ચર્મિયા 22 : 16 (GUV)
તેણે ગરીબ અને લાચારને ઇનસાફ આપ્યો; તે સમયે તેને સુખ હતું. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એવું યહોવા કહે ચે.
ચર્મિયા 22 : 17 (GUV)
પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”
ચર્મિયા 22 : 18 (GUV)
તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે, “તેને માટે, ‘ઓ મારા ભાઈ!’ અથવા ‘ઓ [મારી] બહેન!’ એવું બોલીને લોક રડાપીટ કરશે નહિ. અને ‘ઓ [મારા] સ્વામી!’ અથવા, ‘અરે તેની કેવી જાહોજલાલી!’ એવું બોલીને તેઓ તેને માટે રડાપીટ કરશે નહિ.
ચર્મિયા 22 : 19 (GUV)
તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.
ચર્મિયા 22 : 20 (GUV)
તું લબાનોન પર ચઢીને હાંક માર, અને બાશાનમાં તારો ઘાંટો પાડ, અને અબારિમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા પર પ્રેમ રાખનારા સર્વ નાશ પામ્યા છે.
ચર્મિયા 22 : 21 (GUV)
હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.
ચર્મિયા 22 : 22 (GUV)
પવન તારા સર્વ પાળકોનો આહાર થશે, ને તારા પ્રીતમો બંદીવાસમાં જશે; ત્યારે તું ખચીત તારી સર્વ દુષ્ટતાને લીધે શરમિંદો તથા લજ્જિત થશે.
ચર્મિયા 22 : 23 (GUV)
રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”
ચર્મિયા 22 : 24 (GUV)
યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત!
ચર્મિયા 22 : 25 (GUV)
જેઓ તારો જીવ શોધે છે, ને જેઓથી તું બીએ છે તેઓના હાથમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના અને ખાલદીઓના હાથમાં, હું તને સોંપીશ.
ચર્મિયા 22 : 26 (GUV)
જે દેશમાં તમારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તને જન્મ આપનાર તારી માને પણ ફેંકી દઈશ; અને ત્યાં તમે મરી જશો.
ચર્મિયા 22 : 27 (GUV)
પણ જે દેશમાં પાછા આવવાને તેમનો જીવ તલપે છે, તેમાં તેઓ પાછા આવશે નહિ.
ચર્મિયા 22 : 28 (GUV)
આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?
ચર્મિયા 22 : 29 (GUV)
હે ભૂમિ, ભૂમિ, ભૂમિ, તું યહોવાનું વચન સાંભળ.
ચર્મિયા 22 : 30 (GUV)
યહોવા કહે છે કે, લખી રાખો કે, આ પુરુષ નિ:સંતાન જશે, તેની આખી જિંદગીમાં તે સુખી થશે નહિ; અને તેના વંશમાંનો કોઈ પુરુષ દાઉદના રાજ્યાસન પર બેસીને, તથા યહૂદિયામાં અધિકાર ચલાવીને આબાદ થશે નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: