યશાયા 24 : 1 (GUV)
જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.
યશાયા 24 : 2 (GUV)
જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઉછીનું આપનારની તેવી જ ઉછીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે.
યશાયા 24 : 3 (GUV)
પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમ કે યહોવા એ વચન બોલ્યા છે.
યશાયા 24 : 4 (GUV)
પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમળાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે.
યશાયા 24 : 5 (GUV)
વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.
યશાયા 24 : 6 (GUV)
તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે, ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણાં થોડાં જ માણસ બાકી રહ્યાં છે.
યશાયા 24 : 7 (GUV)
નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
યશાયા 24 : 8 (GUV)
ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે.
યશાયા 24 : 9 (GUV)
તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ; દારૂ પીનારાને કડવો લાગશે.
યશાયા 24 : 10 (GUV)
ઉજજડ નગર પાયમાલ થયું છે; સર્વ ઘરો બંધ કરવામાં આવ્યાં છે, તેથી કોઈ અંદર પેસે નહિ.
યશાયા 24 : 11 (GUV)
ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ અંધરાયેલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.
યશાયા 24 : 12 (GUV)
નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે.
યશાયા 24 : 13 (GUV)
પૃથ્વીમાં લોકો ઝૂડાયેલા જૈતવૃક્ષ જેવા, દ્રાક્ષાની મોસમ થઈ રહ્યા પછી બાકી રહેલી દ્રાક્ષા જેવા થશે.
યશાયા 24 : 14 (GUV)
તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકારશે.
યશાયા 24 : 15 (GUV)
તેથી તમે પૂર્વથી યહોવાનો મહિમા ગાઓ, સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામનો [મહિમા ગાઓ.]
યશાયા 24 : 16 (GUV)
પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ], ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.
યશાયા 24 : 17 (GUV)
હે જગતના વાસી, ભય, ખાડો તથા ફાંસલો તારા પર આવી પડયાં છે.
યશાયા 24 : 18 (GUV)
વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.
યશાયા 24 : 19 (GUV)
પૃથ્વી તદ્દન તૂટી ગએલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવ્યા છે, પૃથ્વી છેક ડોલી ઊઠી છે.
યશાયા 24 : 20 (GUV)
પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે, ને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે; તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઊઠશે નહિ.
યશાયા 24 : 21 (GUV)
તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચસ્થાનના સૈન્યને, તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે.
યશાયા 24 : 22 (GUV)
જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે, તેમ તેઓને એકત્ર કરવામાં આવશે, ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.
યશાયા 24 : 23 (GUV)
ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોના [ઈશ્વર] યહોવા સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ [પ્રભુનું] ગૌરવ દેખાશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: