યશાયા 2 : 1 (GUV)
આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી [સંદર્શનમાં] જે વાત પ્રગટ થઈ તે.
યશાયા 2 : 2 (GUV)
છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.
યશાયા 2 : 3 (GUV)
ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.
યશાયા 2 : 4 (GUV)
તે વિદેશીઓમાં ઇનસાફ કરશે, તે ઘણા લોકોનો ચૂકાદો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
યશાયા 2 : 5 (GUV)
હે યાકૂબના વંશજો, ચાલો, આપને યહોવાના પ્રકાશમાં ચાલીએ!
યશાયા 2 : 6 (GUV)
[હે પ્રભુ,] તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ [તરફના દેશો] ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.
યશાયા 2 : 7 (GUV)
વળી તેમનો દેશ સોનારૂપાથી ભરપૂર થયો છે, તેઓના ખજાનાનો પાર નથી; તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે, અને તેમના રથનો પાર નથી.
યશાયા 2 : 8 (GUV)
વળી તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર થયો છે; પોતાના હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને તેઓ પગે લાગે છે.
યશાયા 2 : 9 (GUV)
દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી જ તમે તેઓને માફ કરશો નહિ.
યશાયા 2 : 10 (GUV)
યહોવાના ભયથી, અને તેમના માહાત્મ્યના પ્રતાપથી ખડકમાં પેસી જ, ને ધૂળમાં સંતાઈ રહે.
યશાયા 2 : 11 (GUV)
માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
યશાયા 2 : 12 (GUV)
કેમ કે જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે, ને જે ઉન્મત્ત છે, તે સર્વ પર સૈન્યોના ઈશ્વર યહોવાએ [નકકી કરેલો] દિવસ આવનાર છે; અને તે [સર્વ] નમાવવામાં આવશે.
યશાયા 2 : 13 (GUV)
લબાનોનનાં સર્વ મોટાં ને ઊંચાં થએલાં એરેજવૃક્ષો પર, બાશાનનાં સર્વ એલોન ઝાડ પર;
યશાયા 2 : 14 (GUV)
સર્વ મોટા પર્વતો પર, સર્વ ઊંચા ટેકરાઓ પર;
યશાયા 2 : 15 (GUV)
દરેક ઊંચા કિલ્લા પર, દરેક મોરચાબંધ કોટ પર;
યશાયા 2 : 16 (GUV)
તાર્શીશનાં સર્વ વહાણો પર, અને સર્વ મનોરંજક દેખાવો પર [તે દિવસ આવનાર છે].
યશાયા 2 : 17 (GUV)
[તે સમયે] માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
યશાયા 2 : 18 (GUV)
મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.
યશાયા 2 : 19 (GUV)
યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.
યશાયા 2 : 20 (GUV)
તે દિવસે માણસ પોતાને માટે ભજવાને માટે કરેલી સોનારૂપાની મૂર્તિ ચેણ તથા ચામાચેણની પાસે ફેંકી દેશે.
યશાયા 2 : 21 (GUV)
જ્યારે યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેમના ભયથી, તથા તેમના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે.
યશાયા 2 : 22 (GUV)
તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: