યશાયા 19 : 1 (GUV)
મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.
યશાયા 19 : 2 (GUV)
યહોવા કહે છે, “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ. દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.
યશાયા 19 : 3 (GUV)
મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.
યશાયા 19 : 4 (GUV)
હું મિસરીઓને નિર્દય ધણિના હાથમાં સોંપી દઈશ; અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે, ” સૈન્યોના પ્રભુ યહોવાનું વચન એવું છે.
યશાયા 19 : 5 (GUV)
સમુદ્રનાં પાણી ઓસરી જશે, ને નદીનાં પાણી ઓછાં થઈને સુકાઈ જશે.
યશાયા 19 : 6 (GUV)
નદીઓ ગંધ મારશે, મિસરની નહેરો ખાલી થઈને સુકાઈ જશે., અને બરુઓ તથા કમળ ચીમળાઈ ઝશે.
યશાયા 19 : 7 (GUV)
નાઈલને કાંઠે નાઈલની પાસે જે બીડો, ને નાઈલ પાસે જે સર્વ વાવેતર તે સુકાઈને ઊડી જશે, ને કંઈ રહેશે નહિ.
યશાયા 19 : 8 (GUV)
માછીઓ શોક કરશે, નાઈલમાં ગલ નાખનાર સર્વ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે.
યશાયા 19 : 9 (GUV)
પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નાઉમેદ થશે.
યશાયા 19 : 10 (GUV)
તેના સ્તંભોને છૂંદી નાખવામાં આવશે, ને સર્વ મજૂરી કરનારનાં મન શોકાતૂર થશે.
યશાયા 19 : 11 (GUV)
સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”
યશાયા 19 : 12 (GUV)
તો હવે તારા જ્ઞાનીઓ ક્યાં છે? તેઓ તને ખબર આપે; અને સૈન્યોના [ઈશ્વર] યહોવાએ મિસર સંબંધી શો ઠરાવ કર્યો છે, તે તેઓ જાણે.
યશાયા 19 : 13 (GUV)
સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.
યશાયા 19 : 14 (GUV)
યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.
યશાયા 19 : 15 (GUV)
માથું કે પૂછડું, તાડની ડાળી કે સરકટ મિસરને માટે કંઈ પણ કરી શકશે નહિ.
યશાયા 19 : 16 (GUV)
તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.
યશાયા 19 : 17 (GUV)
યહૂદિયાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તેની વિરુદ્ધ જે ઠરાવ કર્યો છે તેને લીધે [યહૂદિયાના] નામના સ્મરણથી તેઓ ધ્રૂઝશે.
યશાયા 19 : 18 (GUV)
તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, ને સૈન્યોના [ઈશ્વર] યહોવાની આગળ સમ ખાણારાં એવાં પાંચ નગર થશે; [તેઓમાંનું] એક સૂર્ય-નગર કહેવાશે.
યશાયા 19 : 19 (GUV)
તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.
યશાયા 19 : 20 (GUV)
તે મિસર દેશમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાને પોકારશે, અને તે તેઓને માટે તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.
યશાયા 19 : 21 (GUV)
યહોવા મિસરને પોતાને ઓળખાવશે, ને તે દિવસે મિસર યહોવાને ઓળખશે; અને બલિદાનથી તથા ખાદ્યાર્પણથી તેઓ તેની ઉપાસના કરશે, તેઓ યહોવાને નામે માનતા લેશે, અને તેને પૂરી કરશે.
યશાયા 19 : 22 (GUV)
યહોવા મિસરને મારશે, અને માર્યા પછી તેને સમું કરશે; અને તેઓ યહોવાની તરફ પાછા ફરશે, તે તેમની પ્રાર્થના સ્વીકારશે, અને તેમને સાજા કરશે.
યશાયા 19 : 23 (GUV)
તે દિવસે મિસરથી આશૂર સુધી સડક થશે, ને આશૂરીઓ મિસરમાં ને મિસરીઓ આશૂરમાં જશે; અને મિસરીઓ આશૂરીઓ સાથે [યહોવાની] ઉપાસના કરશે.
યશાયા 19 : 24 (GUV)
તે દિવસે મિસર તથા આશૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે;
યશાયા 19 : 25 (GUV)
કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આશીર્વાદ આપીને કહ્યું છે, “મારા લોક મિસર, મારા હાથની કૃતિ આશૂર, તથા મારું વતન ઇઝરાયલ, [તેઓ ત્રણે] આશીર્વાદિત થાઓ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: