યશાયા 16 : 1 (GUV)
અરણ્યને માર્ગે સેલાથી, સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.
યશાયા 16 : 2 (GUV)
માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.
યશાયા 16 : 3 (GUV)
સલાહ આપો, ઇનસાફ કરો; ખરે બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકાનારાં વિષે ખબર ન આપ.
યશાયા 16 : 4 (GUV)
મોઆબના કાઢી મૂકેલાઓ તારી પાસે રહે; તું તેઓને માઠે વિનાશ કરનારાના મુખથી સંતાવાની જગા થા. કેમ કે જુલમ કરનારનો અંત આવ્યો છે, લૂંટ બંધ થઈ છે, પાયમાલી કરનારા દેશમાંથી નષ્ટ થયા છે.
યશાયા 16 : 5 (GUV)
કૃપાથી રાજયાશન સ્થાપિત થશે, ને દાઉદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ [પુરુષ] બિરાજશે; તે ન્યાયાધીશ અદલ ઇનસાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે.
યશાયા 16 : 6 (GUV)
અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે]; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.
યશાયા 16 : 7 (GUV)
તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.
યશાયા 16 : 8 (GUV)
કેમ કે હેશ્બોનનાં ખેતરો કસ વગરનાં થઈ ગયાં છે, સિબ્માના દ્રાક્ષાવેલાની ઉત્તમ કલમો વિદેશીઓના અધિપતિઓએ તોડી નાખી છે; તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં તેઓ ફેલાવો પામતી; તેની ડાળી પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
યશાયા 16 : 9 (GUV)
તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માના દ્રાક્ષાવેલાને માટે રડીશ; હે હેશ્બોન તથા એલાલે, હું તને મારાં આંસુઓથી સિંચીશ; કેમ કે તારાં ઉનાળાનાં ફળ પર તથા તારી ફસલ પર રણનાદ થયો છે.
યશાયા 16 : 10 (GUV)
ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં [હર્ષનાં] ગાયન બંધ કર્યાં છે.
યશાયા 16 : 11 (GUV)
તેથી મારું અંત:કરણ મોઆબને માટે વીણાની જેમ વાગે છે, ને કીર-હેરેસને માટે મારી આંતરડી [કકળે છે].
યશાયા 16 : 12 (GUV)
જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.
યશાયા 16 : 13 (GUV)
યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
યશાયા 16 : 14 (GUV)
પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: