યશાયા 1 : 1 (GUV)
યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.
યશાયા 1 : 2 (GUV)
હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.
યશાયા 1 : 3 (GUV)
બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”
યશાયા 1 : 4 (GUV)
અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].
યશાયા 1 : 5 (GUV)
હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો? આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે.
યશાયા 1 : 6 (GUV)
પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.
યશાયા 1 : 7 (GUV)
તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.
યશાયા 1 : 8 (GUV)
સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
યશાયા 1 : 9 (GUV)
જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
યશાયા 1 : 10 (GUV)
હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.
યશાયા 1 : 11 (GUV)
યહોવા કહે છે, “મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.
યશાયા 1 : 12 (GUV)
તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?
યશાયા 1 : 13 (GUV)
બીજાં વ્યર્થ ખાદ્યાર્પણ લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાઘે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથ [તથા] સભા ભેગી કરવી, -અન્યાય સાથેનો ધર્મમેળો હું સહન કરી શકતો નથી.
યશાયા 1 : 14 (GUV)
તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું.
યશાયા 1 : 15 (GUV)
જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.
યશાયા 1 : 16 (GUV)
સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો, ભૂંડું કરવું મૂકી દો;
યશાયા 1 : 17 (GUV)
સારું કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષણ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
યશાયા 1 : 18 (GUV)
યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.
યશાયા 1 : 19 (GUV)
જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;
યશાયા 1 : 20 (GUV)
પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”
યશાયા 1 : 21 (GUV)
પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.
યશાયા 1 : 22 (GUV)
તારું રૂપું ભેગવાળું થઈ ગયું છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થએલો છે.
યશાયા 1 : 23 (GUV)
તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.
યશાયા 1 : 24 (GUV)
તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.
યશાયા 1 : 25 (GUV)
તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી [મેલ કપાય છે તેમ] તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ.
યશાયા 1 : 26 (GUV)
આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.
યશાયા 1 : 27 (GUV)
સિયોન ઇનસાફથી, અને [પ્રભુ પાસે] તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
યશાયા 1 : 28 (GUV)
પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.
યશાયા 1 : 29 (GUV)
કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.
યશાયા 1 : 30 (GUV)
જે એલોન ઝાડનાં પાંદડાં ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા પમે થશો.
યશાયા 1 : 31 (GUV)
વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: