સભાશિક્ષક 9 : 1 (GUV)
આ બધા વિષે માહિતી મેળવવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો, ને મેં જોયું કે નેકીવાનો તથા જ્ઞાનિઓ તથા તેઓનાં કામો ઈશ્વરના હાથમાં છે. [મેં જોયું કે] તે પ્રેમ હશે કે દ્વેષ હશે, તે કોઈ માણસ જાણતો નથી; બધું તેમના ભવિષ્યમાં છે.
સભાશિક્ષક 9 : 2 (GUV)
બધાં [વાનાં] સર્વને સરખી રીતે મળે છે: નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહિ કરનારના એક જ હાલ થાય છે; જેવી સજજનની હાલત થાય છે તેવી જ દુર્જનની હાલત થાય છે; જેવી સોગન ખાનારની હાલત થાય છે તેવી જ સોગનથી ડરનારની પણ થાય છે.
સભાશિક્ષક 9 : 3 (GUV)
સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].
સભાશિક્ષક 9 : 4 (GUV)
જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કેમ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
સભાશિક્ષક 9 : 5 (GUV)
જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.
સભાશિક્ષક 9 : 6 (GUV)
તેમનો પ્રેમ તેમ જ તેમનાં દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયાં છે; અને જે કંઈ કામ પૃથ્વી ઉપર થાય છે તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી.
સભાશિક્ષક 9 : 7 (GUV)
તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી; કેમ કે ઈશ્વર તારાં કામનો સ્વીકાર કરે છે.
સભાશિક્ષક 9 : 8 (GUV)
તારાં વસ્ત્રો સદા ધોળાં રાખ; અને તારા માથાને અત્તરની ખોટ પડવા ન દે.
સભાશિક્ષક 9 : 9 (GUV)
પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી ઈશ્વરે તને આપી છે તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ રાખે છે, તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે; કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે.
સભાશિક્ષક 9 : 10 (GUV)
જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
સભાશિક્ષક 9 : 11 (GUV)
હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.
સભાશિક્ષક 9 : 12 (GUV)
મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
સભાશિક્ષક 9 : 13 (GUV)
વળી, મેં પૃથ્વી પર એક જ્ઞાનની બાબત જોઈ, અને તે મને મોટી લાગી:
સભાશિક્ષક 9 : 14 (GUV)
એક નાનું નગર હુતું, તેમાં થોડા જ માણસ હતાં; અને એક મોટો રાજા તેની સામે ચઢી આવ્યો, તેણે તેને ઘેરો કર્યો, અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા.
સભાશિક્ષક 9 : 15 (GUV)
હવે તેની અંદર એક ગરીબ [પણ] બુદ્ધિમાન માણસ મળી આવ્યો, તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.
સભાશિક્ષક 9 : 16 (GUV)
ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
સભાશિક્ષક 9 : 17 (GUV)
મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છૂપા બોલ વધારે સંભળાય છે.
સભાશિક્ષક 9 : 18 (GUV)
યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: