સભાશિક્ષક 7 : 1 (GUV)
મૂલ્યવાન અત્તર કરતાં [આબરુદાર] નામ સારું, અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો.
સભાશિક્ષક 7 : 2 (GUV)
ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો [ની જિંદગી] નું પરિણામ એ જ છે. અને જીવતો [માણસ] તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.
સભાશિક્ષક 7 : 3 (GUV)
હાસ્ય કરતાં ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.,
સભાશિક્ષક 7 : 4 (GUV)
જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
સભાશિક્ષક 7 : 5 (GUV)
કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.
સભાશિક્ષક 7 : 6 (GUV)
કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.
સભાશિક્ષક 7 : 7 (GUV)
સાચે જ જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે, અને લાંચ સમજશક્તિનો નાશ કરે છે.
સભાશિક્ષક 7 : 8 (GUV)
કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને મનના મગરૂર માણસ કરતાં મનનો ધીરજવાન સારો છે.
સભાશિક્ષક 7 : 9 (GUV)
ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.
સભાશિક્ષક 7 : 10 (GUV)
આગલો સમય આ [સમય] કરતાં સારો હતો તેનું કારણ શું છે, એવું તું ન પૂછ; કેમ કે આ વિષે પૂછવું ડહાપણ ભરેલું નથી.
સભાશિક્ષક 7 : 11 (GUV)
બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે; સૂર્ય જોનારાઓને તે વધારે ઉત્તમ છે.
સભાશિક્ષક 7 : 12 (GUV)
જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.
સભાશિક્ષક 7 : 13 (GUV)
ઈશ્વરના કામનો વિચાર કરો; કેમ કે જે તેમણે વાંકું કર્યું છે, તેને સીધું કોણ કરી શકશે?
સભાશિક્ષક 7 : 14 (GUV)
ઉન્નતિને સમયે મગ્ન થા, ને આપત્કાળે વિચાર કર. ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંયે મનુષ્ય ખોળી કાઢી શકે નહિ.
સભાશિક્ષક 7 : 15 (GUV)
આ બધું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે: [એટલે] નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે.
સભાશિક્ષક 7 : 16 (GUV)
ઝાઝો નેક ન થા; અને દોઢડાહ્યો પણ ન થા; તેમ કરીને તું શા માટે પોતાનો નાશ કરે?
સભાશિક્ષક 7 : 17 (GUV)
અતિશય દુષ્ટ ન થા, તેમ જ મૂર્ખ પણ ન થ; કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે?
સભાશિક્ષક 7 : 18 (GUV)
સારું તો એ છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે.
સભાશિક્ષક 7 : 19 (GUV)
દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.
સભાશિક્ષક 7 : 20 (GUV)
જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.
સભાશિક્ષક 7 : 21 (GUV)
વળી જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં ન લે, રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે.
સભાશિક્ષક 7 : 22 (GUV)
કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ આપ્યા છે.
સભાશિક્ષક 7 : 23 (GUV)
મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે: મેં કહ્યું કે, હું બુદ્ધિમાન થઈશ. પણ તે વાત મારાથી દૂર રહી.
સભાશિક્ષક 7 : 24 (GUV)
જે [ખરું] છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે; તેને કોણ ખોળી કાઢી શકે?
સભાશિક્ષક 7 : 25 (GUV)
હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડપણ છે, એ જાણવા માટે મેં મારું મન [લગાડયું];
સભાશિક્ષક 7 : 26 (GUV)
તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.
સભાશિક્ષક 7 : 27 (GUV)
સભાશિક્ષક કહે છે કે, સત્ય શોધી કાઢવા માટે વસ્તુઓને એકબીજાની સાથે સરખાવી જોતાં મને આ માલૂમ પડયું છે.
સભાશિક્ષક 7 : 28 (GUV)
તેને મારું દિલ હજી શોધ્યા કરે છે પણ તે મને મળતું નથી; મને હજારમાં એક પુરુષ મળ્યો છે; પણ એટલા બધામાં મને એકે સ્ત્રી મળી નથી.
સભાશિક્ષક 7 : 29 (GUV)
મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: