સભાશિક્ષક 6 : 1 (GUV)
મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ જોયું છે,
સભાશિક્ષક 6 : 2 (GUV)
એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહિ, તોપણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે.
સભાશિક્ષક 6 : 3 (GUV)
જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;
સભાશિક્ષક 6 : 4 (GUV)
કેમ કે અધૂરે ગયેલો ગર્ભ વ્યર્થતારૂપ આવે છે, અને અંધકારમાં જતો રહે છે, અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જય છે;
સભાશિક્ષક 6 : 5 (GUV)
વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે;
સભાશિક્ષક 6 : 6 (GUV)
જો પેલો માણસ હજાર વર્ષ કરતાં બમણું જીવે તોપણ તે કંઈ સુખ ભોગવે નહિ. શું બધાં એક જ સ્થળે નથી જતાં?
સભાશિક્ષક 6 : 7 (GUV)
મનુષ્યની બધી મહેનત તેના પેટને માટે છે, તથાપિ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.
સભાશિક્ષક 6 : 8 (GUV)
વળી મૂર્ખના કરતાં જ્ઞાનીને વધારે શું મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે શું મળે છે?
સભાશિક્ષક 6 : 9 (GUV)
ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે; એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
સભાશિક્ષક 6 : 10 (GUV)
હાલ જે કંઈ છે, તેનું નામ ઘણા વખત અગાઉ પાડવામાં આવ્યું હતું, ને તે માણસ છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે સમર્થ છે તેની સામે તે ટકકર લઈ શકતો નથી.
સભાશિક્ષક 6 : 11 (GUV)
વ્યર્થતાની વૃદ્ધિ કરનાર ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે?
સભાશિક્ષક 6 : 12 (GUV)
કેમ કે છાંયડાની જેમ માનસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેની જિંદગીના સર્વ દિવસોભર તેને પોતાને માટે શું સારું છે, એ કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: