સભાશિક્ષક 5 : 1 (GUV)
ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.
સભાશિક્ષક 5 : 2 (GUV)
તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.
સભાશિક્ષક 5 : 3 (GUV)
પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે, અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ [ઉઘાડી થાય છે].
સભાશિક્ષક 5 : 4 (GUV)
જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; કેમ કે મૂર્ખો પર તે રાજી નથી; તારી માનતા ઉપાર.
સભાશિક્ષક 5 : 5 (GUV)
તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે.
સભાશિક્ષક 5 : 6 (GUV)
તારા મુખને લીધે તું પાપમાં ન પડ; તેમ જ દૂતની રૂબરૂ એમ ન કહે, “એ તો ભૂલ થઈ!” શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે!
સભાશિક્ષક 5 : 7 (GUV)
કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝું બોલવાથી [એમ થાય છે]; પણ તું ઈશ્વરનો ડર રાખ.
સભાશિક્ષક 5 : 8 (GUV)
જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.
સભાશિક્ષક 5 : 9 (GUV)
વળી પૃથ્વીની ઊપજ તો સર્વને કાજે છે; રાજાને પણ ખેતરથી મદદ મળે છે.
સભાશિક્ષક 5 : 10 (GUV)
રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ચાહક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ. આ પણ વ્યર્થતા છે.
સભાશિક્ષક 5 : 11 (GUV)
દોલત વધે છે ત્યારે તેને ખાનારાં પણ વધે છે; અને તેના માલિકને તે નજરે જોયા સિવાય બીજો શો નફો થાય છે?
સભાશિક્ષક 5 : 12 (GUV)
મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.
સભાશિક્ષક 5 : 13 (GUV)
મેં પૃથ્વી પર એક ભારે દુ:ખ જોયું છે, એટલે દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે જ દ્રવ્ય સંઘરી રાખે છે તે;
સભાશિક્ષક 5 : 14 (GUV)
અને તે દ્રવ્ય [અવિચારી] સાહસથી નાશ પામે છે; અને જો તેને પેટનો દીકરો હોય, તો તેના હાથમાં કંઈ આવતું નથી.
સભાશિક્ષક 5 : 15 (GUV)
જેવો તે પોતાની માના પેટમાંથી આવ્યો હતો તેવો ને તેવો નગ્ન તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહિ.
સભાશિક્ષક 5 : 16 (GUV)
આ પણ એક ભારે દુ:ખ છે કે, સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવા જ તેને પાછા જવું પડે છે! પવનને માટે મહેનત કરવાથી તેને શો લાભ છે?
સભાશિક્ષક 5 : 17 (GUV)
વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.
સભાશિક્ષક 5 : 18 (GUV)
જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.
સભાશિક્ષક 5 : 19 (GUV)
વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે, ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, [એવા દરેક માણસે જાણવું જોઈએ કે] એ ઈશ્વરનું દાન છે.
સભાશિક્ષક 5 : 20 (GUV)
તેની જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કેમ કે તેના અંત:કરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો ઉત્તર છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: