સભાશિક્ષક 4 : 1 (GUV)
ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં], અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.
સભાશિક્ષક 4 : 2 (GUV)
તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓના કરતાં મરી ગયેલાઓનાં વખાણ મેં કર્યાં;
સભાશિક્ષક 4 : 3 (GUV)
તે બન્ને કરતાં જે હજી સુધી હયાતીમાં આવ્યો નથી, ને જેણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં નથી, તેને હું વધારે [સુખી] ગણું છું.
સભાશિક્ષક 4 : 4 (GUV)
વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
સભાશિક્ષક 4 : 5 (GUV)
મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે, અને પોતે જ નુકસાન વેઠે છે.
સભાશિક્ષક 4 : 6 (GUV)
શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ [મળે] તે સારું છે.,
સભાશિક્ષક 4 : 7 (GUV)
તે પછી હું પાછો ફર્યો, અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.
સભાશિક્ષક 4 : 8 (GUV)
માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે.
સભાશિક્ષક 4 : 9 (GUV)
એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે.
સભાશિક્ષક 4 : 10 (GUV)
જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે!
સભાશિક્ષક 4 : 11 (GUV)
વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે?
સભાશિક્ષક 4 : 12 (GUV)
એકલા માણસને કોઈપણ હરાવે, પણ બે તેની સામે થઈ શકે! ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.
સભાશિક્ષક 4 : 13 (GUV)
સલાહ માનતા ન હોય એવા કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે.
સભાશિક્ષક 4 : 14 (GUV)
કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો, તોપણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો.
સભાશિક્ષક 4 : 15 (GUV)
પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા.
સભાશિક્ષક 4 : 16 (GUV)
જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: