સભાશિક્ષક 3 : 1 (GUV)
પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક કામને માટે સમય હોય છે:
સભાશિક્ષક 3 : 2 (GUV)
જનમવાનો સમય અને મરવાનો સમય; ‍ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;
સભાશિક્ષક 3 : 3 (GUV)
મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;
સભાશિક્ષક 3 : 4 (GUV)
રડવાનો સમય અને હસવાનો સમય; ‍ શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;
સભાશિક્ષક 3 : 5 (GUV)
પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય અને આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;
સભાશિક્ષક 3 : 6 (GUV)
શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;
સભાશિક્ષક 3 : 7 (GUV)
ફાડવાનો સમય અને સીવવાનો સમય; ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય;
સભાશિક્ષક 3 : 8 (GUV)
પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય; યુદ્ધનો સમય અને સલાહશાંતિનો સમય.
સભાશિક્ષક 3 : 9 (GUV)
જે વિષે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે?
સભાશિક્ષક 3 : 10 (GUV)
જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.
સભાશિક્ષક 3 : 11 (GUV)
ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.
સભાશિક્ષક 3 : 12 (GUV)
હું જાણું છું કે, પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.
સભાશિક્ષક 3 : 13 (GUV)
વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.
સભાશિક્ષક 3 : 14 (GUV)
હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે બધું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહિ કે, તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહિ; અને મનુષ્યો ઈશ્વરનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે.
સભાશિક્ષક 3 : 15 (GUV)
જે [હાલ] છે તે અગાઉ થઈ ગયુમ છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે.
સભાશિક્ષક 3 : 16 (GUV)
વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા છે; અને નેકી હોવી જોઈએ ત્યાં બદી છે.
સભાશિક્ષક 3 : 17 (GUV)
મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે; કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે [યોગ્ય] સમય હોય છે.
સભાશિક્ષક 3 : 18 (GUV)
મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર માણસોની કસોટી કરે છે, જેથી તેઓ સમજે કે અમે પશુવત છીએ.
સભાશિક્ષક 3 : 19 (GUV)
કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે; અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી; કેમ કે બધું વ્યર્થ જ છે.
સભાશિક્ષક 3 : 20 (GUV)
સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;
સભાશિક્ષક 3 : 21 (GUV)
મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?
સભાશિક્ષક 3 : 22 (GUV)
એ માટે મેં જોયું કે, માણસે પોતાનાં કામોમાં મગ્ન રહેવું તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી; કેમ કે એ જ તેનો હિસ્સો છે; કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ બતાવશે?

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: