નીતિવચનો 9 : 1 (GUV)
જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે;
નીતિવચનો 9 : 2 (GUV)
તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે, અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.
નીતિવચનો 9 : 3 (GUV)
પોતાની દાસીઓને મોકલીને, નગરની સહુથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે,
નીતિવચનો 9 : 4 (GUV)
‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ વળી જે બેવકૂફ હોય તેને તે કહે છે,
નીતિવચનો 9 : 5 (GUV)
‘આવો, મારી રોટલી ખાઓ, અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ.
નીતિવચનો 9 : 6 (GUV)
હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’
નીતિવચનો 9 : 7 (GUV)
તિરસ્કાર કરનારને ઠપકો આપનાર બદનામ થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને અપજશ મળે છે.
નીતિવચનો 9 : 8 (GUV)
તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખેને તે તારો ધિક્કાર કરે;
નીતિવચનો 9 : 9 (GUV)
જ્ઞાની પુરુષને [શિક્ષણ] આપ, એટલે તે વધારે જ્ઞાની થશે; ન્યાયી માણસને શીખવ, એટલે તેની સમજમાં વૃદ્ધિ થશે.
નીતિવચનો 9 : 10 (GUV)
યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે.
નીતિવચનો 9 : 11 (GUV)
કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષો વધશે.
નીતિવચનો 9 : 12 (GUV)
જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તે [નું ફળ] ભોગવવું પડશે.
નીતિવચનો 9 : 13 (GUV)
મૂર્ખ સ્‍ત્રી કંકાસિયણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે.
નીતિવચનો 9 : 14 (GUV)
તે પોતાના ઘરના બારણા આગળ, નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે,
નીતિવચનો 9 : 15 (GUV)
જેથી ત્યાં થઈને જનારાઓને, એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે [એમ કહીને] બોલાવે,
નીતિવચનો 9 : 16 (GUV)
‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ અને બુદ્ધિહીનને તે કહે છે,
નીતિવચનો 9 : 17 (GUV)
‘ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને [ખાધેલી] રોટલી સ્વાદિષ્ટ હોય છે.’
નીતિવચનો 9 : 18 (GUV)
પણ તે જાણતો નથી કે તે મૂએલાની જગા છે; અને તેના મહેમાનો શેઓલનાં ઊંડાણોમાં ઊતરનારા છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: