નીતિવચનો 8 : 1 (GUV)
શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી?
નીતિવચનો 8 : 2 (GUV)
તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબૂતરાઓની ટોચ પર ઊભું રહે છે;
નીતિવચનો 8 : 3 (GUV)
તે દરવાજાની પાસે, નગરના દ્વારે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે,
નીતિવચનો 8 : 4 (GUV)
“હે માણસો, હું તમને હાંક મારીને કહું છું; મારું બોલવું મનુષ્યોને માટે છે.
નીતિવચનો 8 : 5 (GUV)
હે બેવકૂફો, શાણપણ શીખો; અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.
નીતિવચનો 8 : 6 (GUV)
સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ; અને યથાયોગ્ય વાતો વિષે મારા હોઠો ઊઘડશે.
નીતિવચનો 8 : 7 (GUV)
મારું મુખ સત્ય ઉચ્ચારશે; કેમ કે દુષ્ટતા મારા હોઠોને ધિક્કારપાત્ર લાગે છે.
નીતિવચનો 8 : 8 (GUV)
મારા મુખના બધા શબ્દો નેક છે; તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી,
નીતિવચનો 8 : 9 (GUV)
તેઓ સર્વ સમજણાને માટે સીધા છે, વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે.
નીતિવચનો 8 : 10 (GUV)
રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો.
નીતિવચનો 8 : 11 (GUV)
કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
નીતિવચનો 8 : 12 (GUV)
મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય તથા વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
નીતિવચનો 8 : 13 (GUV)
દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.
નીતિવચનો 8 : 14 (GUV)
ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે.
નીતિવચનો 8 : 15 (GUV)
મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.
નીતિવચનો 8 : 16 (GUV)
મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે.
નીતિવચનો 8 : 17 (GUV)
મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.
નીતિવચનો 8 : 18 (GUV)
દ્રવ્ય તથા માન મારી પાસે છે, અચળ ધન તથા નેકી પણ છે.
નીતિવચનો 8 : 19 (GUV)
મારું ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાશ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ઠ છે.
નીતિવચનો 8 : 20 (GUV)
હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે
નીતિવચનો 8 : 21 (GUV)
જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું, અને તેઓના ભંડારો ભરપૂર કરું.
નીતિવચનો 8 : 22 (GUV)
યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં, તેનાં આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્‍ન કર્યું.
નીતિવચનો 8 : 23 (GUV)
સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
નીતિવચનો 8 : 24 (GUV)
જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો.
નીતિવચનો 8 : 25 (GUV)
પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો;
નીતિવચનો 8 : 26 (GUV)
ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે, દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું.
નીતિવચનો 8 : 27 (GUV)
જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું; જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની ચારે બાજુ મર્યાદા ઠરાવી;
નીતિવચનો 8 : 28 (GUV)
જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું; જ્યારે તેમણે જળનિધિના ઝરા દઢ કર્યા;
નીતિવચનો 8 : 29 (GUV)
જ્યારે તેમણે સમુદ્રને હદ નીમી આપી કે, તે ફરમાવેલી [મર્યાદા] ઓળંગે નહિ; જ્યારે તેમણે પૃથ્વીના પાયા આંક્યા;
નીતિવચનો 8 : 30 (GUV)
ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને સંતોષ આપતું હતું, સદા હું તેમની આગળ હર્ષ કરતું હતું.
નીતિવચનો 8 : 31 (GUV)
તેમની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમત કરતું હતું; અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.”
નીતિવચનો 8 : 32 (GUV)
હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે.
નીતિવચનો 8 : 33 (GUV)
શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને તેનો નકાર કરશો નહિ.
નીતિવચનો 8 : 34 (GUV)
જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે.
નીતિવચનો 8 : 35 (GUV)
કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.
નીતિવચનો 8 : 36 (GUV)
પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે, તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે; મને ધિક્કારનારા સર્વ મોતને ચાહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: