નીતિવચનો 7 : 1 (GUV)
મારા દીકરા, મારાં વચનો પાળ, અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખ.
નીતિવચનો 7 : 2 (GUV)
મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે; મારા શિક્ષણનું તારી આંખની કીકીની જેમ [જતન કર].
નીતિવચનો 7 : 3 (GUV)
તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રખ.
નીતિવચનો 7 : 4 (GUV)
જ્ઞાનને કહે, ‘તું મારી બહેન છે;’ અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ;
નીતિવચનો 7 : 5 (GUV)
જેથી તેઓ તને પરસ્‍ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.
નીતિવચનો 7 : 6 (GUV)
કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી;
નીતિવચનો 7 : 7 (GUV)
અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનિયો મારી નજરે પડ્યો.
નીતિવચનો 7 : 8 (GUV)
તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલતો ચાલતો તેને ઘેર ગયો;
નીતિવચનો 7 : 9 (GUV)
તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારું ફેલાતું હતું.
નીતિવચનો 7 : 10 (GUV)
ત્યારે, વેશ્યાનાં વસ્‍ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્‍ત્રી તેને મળી.
નીતિવચનો 7 : 11 (GUV)
તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી;
નીતિવચનો 7 : 12 (GUV)
વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંયે હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.
નીતિવચનો 7 : 13 (GUV)
હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું,
નીતિવચનો 7 : 14 (GUV)
‘શાંત્યપર્ણો મારી પાસે [તૈયાર કરેલાં] છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે.
નીતિવચનો 7 : 15 (GUV)
તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે.
નીતિવચનો 7 : 16 (GUV)
મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્‍ત્ર બિછાવ્યાં છે.
નીતિવચનો 7 : 17 (GUV)
મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.
નીતિવચનો 7 : 18 (GUV)
ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.
નીતિવચનો 7 : 19 (GUV)
કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે;
નીતિવચનો 7 : 20 (GUV)
તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.’
નીતિવચનો 7 : 21 (GUV)
તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.
નીતિવચનો 7 : 22 (GUV)
જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;
નીતિવચનો 7 : 23 (GUV)
આખરે તેનું કલેજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે [જાય છે].
નીતિવચનો 7 : 24 (GUV)
હવે મારા દીકરા, સાંભળ, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ.
નીતિવચનો 7 : 25 (GUV)
તારું હ્રદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
નીતિવચનો 7 : 26 (GUV)
કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે.
નીતિવચનો 7 : 27 (GUV)
તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: