નીતિવચનો 4 : 1 (GUV)
દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો;
નીતિવચનો 4 : 2 (GUV)
કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ ન કરો.
નીતિવચનો 4 : 3 (GUV)
કેમ કે હું મારા પિતાનો [માનીતો] દીકરો હતો, મારી માની દષ્ટિમાં હું સુકુમાર તથા એકનોએક હતો.
નીતિવચનો 4 : 4 (GUV)
મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું, “તારા અંત:કરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:
નીતિવચનો 4 : 5 (GUV)
જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;
નીતિવચનો 4 : 6 (GUV)
તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે.
નીતિવચનો 4 : 7 (GUV)
જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.
નીતિવચનો 4 : 8 (GUV)
તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; તું તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે.
નીતિવચનો 4 : 9 (GUV)
તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
નીતિવચનો 4 : 10 (GUV)
હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારા આવરદાનાં વર્ષો ઘણાં થશે.
નીતિવચનો 4 : 11 (GUV)
મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.
નીતિવચનો 4 : 12 (GUV)
તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ પામશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
નીતિવચનો 4 : 13 (GUV)
શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.
નીતિવચનો 4 : 14 (GUV)
દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ.
નીતિવચનો 4 : 15 (GUV)
તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
નીતિવચનો 4 : 16 (GUV)
કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.
નીતિવચનો 4 : 17 (GUV)
કેમ કે તેઓ દુષ્ટતાને અન્‍ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
નીતિવચનો 4 : 18 (GUV)
પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.
નીતિવચનો 4 : 19 (GUV)
દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
નીતિવચનો 4 : 20 (GUV)
મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર.
નીતિવચનો 4 : 21 (GUV)
તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે; તેઓને તારા હ્રદયમાં રાખ.
નીતિવચનો 4 : 22 (GUV)
તે જેઓને મળે છે, તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે.
નીતિવચનો 4 : 23 (GUV)
પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.
નીતિવચનો 4 : 24 (GUV)
આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી દૂર રાખ.
નીતિવચનો 4 : 25 (GUV)
તારી આંખો સામી નજરે જુએ, અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
નીતિવચનો 4 : 26 (GUV)
તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય.
નીતિવચનો 4 : 27 (GUV)
જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: