નીતિવચનો 31 : 1 (GUV)
લમુએલ રાજાની માએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે [આ] છે:
નીતિવચનો 31 : 2 (GUV)
“મારા દીકરા, હું શું [કહું]? હે મારા પેટના દીકરા, શું [કહું]? હે મારી માનતાઓના દીકરા, શું [કહું]?
નીતિવચનો 31 : 3 (GUV)
સ્‍ત્રીઓને તારું બળ, તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નહિ.
નીતિવચનો 31 : 4 (GUV)
હે લમુએલ, દ્રાક્ષારસ પીવો એ રાજાઓને ઘટારત નથી, એ રાજાઓને છાજતું નથી; વળી, મદિરા ક્યાં છે? [એમ કહેવું] હાકેમોને શોભતું નથી.
નીતિવચનો 31 : 5 (GUV)
રખેને તેઓ તે પીને નિયમને વીસરી જાય, અને કોઈ દુ:ખીનો ઇનસાફ ઊંઘો વાળે.
નીતિવચનો 31 : 6 (GUV)
જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુ:ખી હોય તેને દ્રાક્ષારસ આપ;
નીતિવચનો 31 : 7 (GUV)
ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય, અને પોતાનું દુ:ખ ફરી કદી તેને યાદ આવે નહિ.
નીતિવચનો 31 : 8 (GUV)
મૂંગાઓને ખાતર તથા સર્વ નિરાધાર માણસોના પક્ષમાં, તું તારું મુખ ઉઘાડ.
નીતિવચનો 31 : 9 (GUV)
તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર, અને ગરીબ તથા દરીદ્રીને ન્યાય આપ.”
નીતિવચનો 31 : 10 (GUV)
સદગુણી સ્‍ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે.
નીતિવચનો 31 : 11 (GUV)
તેના પતિનું અંત:કરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહિ.
નીતિવચનો 31 : 12 (GUV)
પોતાના આયુષ્યના સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ.
નીતિવચનો 31 : 13 (GUV)
તે ઊન તથા શણ શોધી લાવે છે, અને રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે.
નીતિવચનો 31 : 14 (GUV)
તે વેપારીના વહાણ જેવી છે; તે દૂર દૂરથી પોતાનું અન્‍ન લાવે છે.
નીતિવચનો 31 : 15 (GUV)
વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઊઠે છે, પોતાના ઘરનાંને ખાવાનું આપે છે, અને પોતાની દાસીઓને તેમનું કામ નીમી આપે છે.
નીતિવચનો 31 : 16 (GUV)
તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે; પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાડી રોપે છે.
નીતિવચનો 31 : 17 (GUV)
તે પોતાની કમરે બળરૂપી પટો બાંધે છે, અને પોતાના હાથ બળવાન કરે છે.
નીતિવચનો 31 : 18 (GUV)
તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે; તેનો દીવો રાતે હોલવાતો નથી.
નીતિવચનો 31 : 19 (GUV)
તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે, અને તેના હાથ ત્રાકને પકડે છે.
નીતિવચનો 31 : 20 (GUV)
તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને [મદદ કરે છે].
નીતિવચનો 31 : 21 (GUV)
તેને પોતાના કુટુંબ વિષે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે [ઊનનાં] કિરમજી વસ્‍ત્ર પહેરેલાં છે.
નીતિવચનો 31 : 22 (GUV)
તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે; તેનાં વસ્‍ત્ર બારીક શણનાં તથા જાંબુડા રંગનાં છે.
નીતિવચનો 31 : 23 (GUV)
તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે.
નીતિવચનો 31 : 24 (GUV)
તે શણનાં વસ્‍ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ [બનાવી] આપે છે.
નીતિવચનો 31 : 25 (GUV)
બળ તથા મોભો એ તેનો પોષાક છે; અને ભવિષ્યકાળ [ની ચિંતા] ને તે હસી કાઢે છે.
નીતિવચનો 31 : 26 (GUV)
તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે.
નીતિવચનો 31 : 27 (GUV)
તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી.
નીતિવચનો 31 : 28 (GUV)
તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ આપે છે; અને તેનો પતિ પણ તેનાં વખાણ કરીને [કહે છે,]
નીતિવચનો 31 : 29 (GUV)
“સદાચારી સ્‍ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”
નીતિવચનો 31 : 30 (GUV)
લાવણ્ય ઠગારું છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્‍ત્રી વખાણ પામશે.
નીતિવચનો 31 : 31 (GUV)
તેના હાથની પેદાશમાંથી તેને આપો; અને તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ.???????? 1

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: