નીતિવચનો 3 : 1 (GUV)
મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;
નીતિવચનો 3 : 2 (GUV)
કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે;
નીતિવચનો 3 : 3 (GUV)
કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.
નીતિવચનો 3 : 4 (GUV)
તેથી તું ઈશ્વર તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
નીતિવચનો 3 : 5 (GUV)
તારા ખરા હ્રદયથી યહોવા પર ભરોસો રાખ. અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.
નીતિવચનો 3 : 6 (GUV)
તારા સર્વ માર્ગોમાં પ્રભુ [નો અધિકાર] સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.
નીતિવચનો 3 : 7 (GUV)
તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા;
નીતિવચનો 3 : 8 (GUV)
તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે.
નીતિવચનો 3 : 9 (GUV)
તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;
નીતિવચનો 3 : 10 (GUV)
એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
નીતિવચનો 3 : 11 (GUV)
મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા;
નીતિવચનો 3 : 12 (GUV)
કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
નીતિવચનો 3 : 13 (GUV)
જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે.
નીતિવચનો 3 : 14 (GUV)
કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે.
નીતિવચનો 3 : 15 (GUV)
તે જવાહિર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ.
નીતિવચનો 3 : 16 (GUV)
તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે; તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે.
નીતિવચનો 3 : 17 (GUV)
તેના માર્ગે સુખચેન જ છે, અને તેના બધા રસ્તામાં શાંતિ છે.
નીતિવચનો 3 : 18 (GUV)
જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.
નીતિવચનો 3 : 19 (GUV)
યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં,
નીતિવચનો 3 : 20 (GUV)
તેની કળાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યાં, અને [આકાશનાં] વાદળાંમાંથી ઝાકળ ટપકે છે.
નીતિવચનો 3 : 21 (GUV)
મારા દીકરા, તેઓને તારી આંખો આગળથી દૂર થવા ન દે; સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ;
નીતિવચનો 3 : 22 (GUV)
તો તેઓ તારા આત્માનું જીવન, તથા તારા ગળાની શોભા થશે.
નીતિવચનો 3 : 23 (GUV)
ત્યારે તું તારા માર્ગમાં સહીસલામત ચાલતો થશે, અને તારો પગ લથડશે નહિ.
નીતિવચનો 3 : 24 (GUV)
સૂતી વેળાએ તને ડર લાગશે નહિ; અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
નીતિવચનો 3 : 25 (GUV)
જ્યારે અચાનક ભય આવી પડે, અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર.
નીતિવચનો 3 : 26 (GUV)
કેમ કે યહોવા તારું રક્ષણ કરશે, અને તારા પગને સપડાઈ જતો બચાવશે.
નીતિવચનો 3 : 27 (GUV)
હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે પાછું ન રાખ.
નીતિવચનો 3 : 28 (GUV)
તારી પાસે હોય, તો તારા પડોશીને એમ ન કહે, “જા, ને ફરી આવજે, અને હું તને કાલે આપીશ.”
નીતિવચનો 3 : 29 (GUV)
તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર, કેમ કે તે તારી પડોશમાં નિર્ભય રહે છે.
નીતિવચનો 3 : 30 (GUV)
કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો વિનાકારણ તેની સાથે તકરાર ન કર.
નીતિવચનો 3 : 31 (GUV)
તું જુલમી માણસની અદેખાઈ ન કર, અને તેનો એક માર્ગ પસંદ ન કર.
નીતિવચનો 3 : 32 (GUV)
કેમ, કે આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રામાણિક લોકો તેનો મર્મ સમજે છે.
નીતિવચનો 3 : 33 (GUV)
યહોવાનો શાપ દુષ્ટના ઘર પર [ઊતરે] છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે.
નીતિવચનો 3 : 34 (GUV)
સાચે જ તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે; પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
નીતિવચનો 3 : 35 (GUV)
જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે; પણ મૂર્ખોને બદનામી જ મળશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: