નીતિવચનો 28 : 1 (GUV)
કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્‍મતવાન હોય છે.
નીતિવચનો 28 : 2 (GUV)
દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે.
નીતિવચનો 28 : 3 (GUV)
જે માણસ નિર્ધન છતાં દરિદ્રીઓ ઉપર જુલમ કરે છે, તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી [જેવો છે].
નીતિવચનો 28 : 4 (GUV)
નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે
નીતિવચનો 28 : 5 (GUV)
દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ બધી બાબતો સમજે છે.
નીતિવચનો 28 : 6 (GUV)
જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર દરિદ્રી સારો છે.
નીતિવચનો 28 : 7 (GUV)
જે દીકરો નિયમ પાળે છે તે ડાહ્યો છે; પણ ખાઉધર માણસોનો સોબતી પોતાના પિતાની ફજેતી કરે છે.
નીતિવચનો 28 : 8 (GUV)
જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે, તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
નીતિવચનો 28 : 9 (GUV)
જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.
નીતિવચનો 28 : 10 (GUV)
જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે પોતે પોતાના ખાડામાં પડશે; પણ સદાચારીને હિતનો વારસો મળશે.
નીતિવચનો 28 : 11 (GUV)
દ્રવ્યવાન માણસ પોતાને ડાહ્યો સમજે છે; પણ સમજણો દરિદ્રી તેની પરીક્ષા કરી લે છે.
નીતિવચનો 28 : 12 (GUV)
જ્યારે નેકીવાનોની ફતેહ થાય છે, ત્યારે તે ઘણી શોભાયમાન લાગે છે; પણ દુષ્ટોની ચઢતી થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે.
નીતિવચનો 28 : 13 (GUV)
જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
નીતિવચનો 28 : 14 (GUV)
હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
નીતિવચનો 28 : 15 (GUV)
ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.
નીતિવચનો 28 : 16 (GUV)
જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો જુલમગાર પણ હોય છે; પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું આયુષ્ય લંબાશે.
નીતિવચનો 28 : 17 (GUV)
જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.
નીતિવચનો 28 : 18 (GUV)
જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે.
નીતિવચનો 28 : 19 (GUV)
જે માણસ પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળશે; પણ નકામાઓની પાછળ ચાલનારને ત્યાં દરિદ્રતા આવશે.
નીતિવચનો 28 : 20 (GUV)
વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે; પણ જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.
નીતિવચનો 28 : 21 (GUV)
આંખની શરમ રાખવી એ સારું નથી; તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ [સારું નથી].
નીતિવચનો 28 : 22 (GUV)
ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે.
નીતિવચનો 28 : 23 (GUV)
જીભની ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો આપનાર પાછળથી વધારે કૃપા પામશે.
નીતિવચનો 28 : 24 (GUV)
જે કોઈ પોતાના પિતાને અથવા પોતાની માને લૂંટીને એમ કહે, “એમાં કંઈ દોષ નથી, ” તે નાશ કરનારનો સોબતી છે.
નીતિવચનો 28 : 25 (GUV)
જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે.
નીતિવચનો 28 : 26 (GUV)
જે માણસ પોતાના હ્રદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.
નીતિવચનો 28 : 27 (GUV)
દરિદ્રીને દાન આપનારને ખોટ પડશે નહિ; પણ જે માણસ પોતાની આંખો મીંચી જાય છે તેને ઘણો શાપ મળશે.
નીતિવચનો 28 : 28 (GUV)
દુષ્ટોની ઉન્‍નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે; પણ તેમનો નાશ થાય છે, ત્યારે નેકીવાનોની વૃદ્ધિ થાય છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: