નીતિવચનો 16 : 1 (GUV)
માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.
નીતિવચનો 16 : 2 (GUV)
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.
નીતિવચનો 16 : 3 (GUV)
તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.
નીતિવચનો 16 : 4 (GUV)
યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].
નીતિવચનો 16 : 5 (GUV)
દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
નીતિવચનો 16 : 6 (GUV)
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.
નીતિવચનો 16 : 7 (GUV)
જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.
નીતિવચનો 16 : 8 (GUV)
અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, નેકીથી મળેલી થોડી [આવક] સારી છે.
નીતિવચનો 16 : 9 (GUV)
માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.
નીતિવચનો 16 : 10 (GUV)
રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે; તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ.
નીતિવચનો 16 : 11 (GUV)
અદલ કાંટો તથા ત્રાજવાં યહોવાનાં છે; કોથળીની અંદરનાં સર્વ વજનિયાં પ્રભુનું કામ કરે છે.
નીતિવચનો 16 : 12 (GUV)
દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે; કેમ કે નેકીથી રાજ્યાસન સ્થિર રહે છે.
નીતિવચનો 16 : 13 (GUV)
નેક હોઠો રાજાઓને આનંદદાયક છે; તેઓ ખરું બોલનારને ચાહે છે.
નીતિવચનો 16 : 14 (GUV)
રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે; પણ શાણો માણસ તેને શાંત પાડશે.
નીતિવચનો 16 : 15 (GUV)
રાજાના મુખના પ્રકાશમાં જીવન છે; અને તેની કૃપા પાછલા વરસાદના વાદળા જેવી છે.
નીતિવચનો 16 : 16 (GUV)
સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે! અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે.
નીતિવચનો 16 : 17 (GUV)
ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.
નીતિવચનો 16 : 18 (GUV)
અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.
નીતિવચનો 16 : 19 (GUV)
ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.
નીતિવચનો 16 : 20 (GUV)
જે [પ્રભુના] વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.
નીતિવચનો 16 : 21 (GUV)
જ્ઞાની અંત:કરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી સમજની વૃદ્ધિ થાય છે.
નીતિવચનો 16 : 22 (GUV)
જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો [તેમની] મૂર્ખાઈ છે.
નીતિવચનો 16 : 23 (GUV)
જ્ઞાનીનું હ્રદય તેના મુખને શીખવે છે, અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે.
નીતિવચનો 16 : 24 (GUV)
માયાળુ શબ્દો મઘ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.
નીતિવચનો 16 : 25 (GUV)
એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.
નીતિવચનો 16 : 26 (GUV)
મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; કેમ કે તેનું મુખ તેને તેમ કરવાની ફરજ પાડે છે.
નીતિવચનો 16 : 27 (GUV)
અધમ માણસ તરકટ રચે છે; તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે.
નીતિવચનો 16 : 28 (GUV)
આડો માણસ ઝઘડો ફેલાવે છે; અને કાન ભંભેરનારો ઇષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે.
નીતિવચનો 16 : 29 (GUV)
જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે.
નીતિવચનો 16 : 30 (GUV)
જે કોઈ પોતાની આંખો મીંચીને વિપરીત યુક્તિઓ રચે છે, અને જે કોઈ પોતાના હોઠ બીડે છે તે હાનિ કરે છે.
નીતિવચનો 16 : 31 (GUV)
માથે પળિયાં એ મહિમાનો મુગટ છે. તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.
નીતિવચનો 16 : 32 (GUV)
જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.
નીતિવચનો 16 : 33 (GUV)
ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: