નિર્ગમન 9 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની હજૂરમાં જઈને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવઅ કરવા માટે જવા દે.
નિર્ગમન 9 : 2 (GUV)
કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે,
નિર્ગમન 9 : 3 (GUV)
તો જો, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર તથા ગધેડાં ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોરઢાંક ઉપર તથા ઘેટાંબકરં ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે; બહુ ભારે મરકી [આવશે].
નિર્ગમન 9 : 4 (GUV)
અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’”
નિર્ગમન 9 : 5 (GUV)
અને યહોવાએ અમુક મુદત ઠરાવીને કહ્યું, “યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે.”
નિર્ગમન 9 : 6 (GUV)
અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું, અને મિસરનાં સર્વ ઢોર મરી ગયાં; પણ ઇઝરાયલી લોકોનાં ઢોરમાંથી એક પણ મર્યું નહિ.
નિર્ગમન 9 : 7 (GUV)
અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.
નિર્ગમન 9 : 8 (GUV)
અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “તમે મુઠ્ઠીની રાખ લો, અને તે મૂસા ફારુનના જોતાં આકાશ તરફ ઉડાડે.
નિર્ગમન 9 : 9 (GUV)
અને તે બારીક ભૂકારૂપે આખા મિસર દેશમાં પ્રસરી જશે, અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરઢાંકને ગૂમડાં થશે.”
નિર્ગમન 9 : 10 (GUV)
અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારુનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ તરફ ઉડાડી; અને માણસોને તથા પશુઓને ગૂમડાંરૂપે તે ફૂટી નીકળી.
નિર્ગમન 9 : 11 (GUV)
અને જાદુગરો ગૂમડાંના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહિ. કેમ કે જાદુગરોને તેમ જ સર્વ મિસરીઓને ગૂમડાં થયાં હતાં.
નિર્ગમન 9 : 12 (GUV)
અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહિ.
નિર્ગમન 9 : 13 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહે; અને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.
નિર્ગમન 9 : 14 (GUV)
કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.
નિર્ગમન 9 : 15 (GUV)
કેમ કે અત્યાર સુધીમાં મેં મારા હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત.
નિર્ગમન 9 : 16 (GUV)
પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.
નિર્ગમન 9 : 17 (GUV)
શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?
નિર્ગમન 9 : 18 (GUV)
જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું [રાજ્ય] સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી.
નિર્ગમન 9 : 19 (GUV)
એ માટે માણસ મોકલીને તારાં ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય, તે સર્વને તાકીદે ઘેર બોલાવી મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે, ને ઘેર લાવવામાં આવ્યું નહિ હોય, તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે.’”
નિર્ગમન 9 : 20 (GUV)
પછી ફારુનના સેવકોમાંના જે જે યહોવાની વાણી ગણકારી નહિ તે બધાઅએ પોતાના સેવજોને તથા ઢોરને ઘેર હાંકી લાવ્યા.
નિર્ગમન 9 : 21 (GUV)
અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહિ તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.
નિર્ગમન 9 : 22 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, આખા મિસર દેશમાં માણસો ઉપર તથા ઢોર ઉપર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ ઉપર કરા પડે.”
નિર્ગમન 9 : 23 (GUV)
અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી. અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યાં, અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો; અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા.
નિર્ગમન 9 : 24 (GUV)
તેથી કરા પડયા, તથા કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો, તે [કરા] એવા ભારે હતા કે તે પ્રજા સ્થપાઈ ત્યારથી આખા મિસર દેશમાં એવા પડયા નહોતા.
નિર્ગમન 9 : 25 (GUV)
અને આખા મિસર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરોમાં હતાં તેઓ કરાથી માર્યા ગયાં. અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો, તથા ખેતરોમાંનાં સર્વ ઝાડ ભાંગી નાખ્યાં.
નિર્ગમન 9 : 26 (GUV)
માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
નિર્ગમન 9 : 27 (GUV)
અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ.
નિર્ગમન 9 : 28 (GUV)
યહોવાની વિનંતી કરો; કેમ કે આ ભયંકર ગર્જના તથા કરાથી તો હવે હદ વળી ગઈ! અને હું તમને જવા દઈશ, ને હવે પછી તમારે અહીં રહેવું નહિ પડે.”
નિર્ગમન 9 : 29 (GUV)
અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.
નિર્ગમન 9 : 30 (GUV)
પણ તમારા વિષે તથા તમારા સેવકો વિષે હું જાણું છું કે તમે યહોવા ઈશ્વરથી હજી પણ ડરવાના નથી.”
નિર્ગમન 9 : 31 (GUV)
અને શણ તથા જવ ખૂંદાઈ ગયાં; કેમ કે જવ નીંઘલાવા આવ્યા હતા, ને શણને ફૂલ આવ્યાં હતાં.
નિર્ગમન 9 : 32 (GUV)
પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયાં નહિ; કેમ કે તેઓ મોટાં થયાં નહોતાં.
નિર્ગમન 9 : 33 (GUV)
અને મૂસાએ ફારુનની પાસેથી નગર બહાર જઈને યહોવાની તરફ પોતાના હાથ પસાર્ય; તેથી ગર્જના તથા કરા બંધ પડયાં, ને મૂશળધાર વરસાદ બંધ થયો.
નિર્ગમન 9 : 34 (GUV)
અને ફારુને જોયું કે વરસાદ તથા કરા તથા ગર્જના બંધ પડયાં છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાનાં હ્રદય હઠીલાં કર્યાં.
નિર્ગમન 9 : 35 (GUV)
અને ફારુનનું હ્રદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું, તેમ ફારુને ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: